Tech Knowledge: આ છે 12 ​​જગ્યાઓ જે Google Maps પર જોવાની મનાઈ છે !

શું તમે જાણો છો કે ઘણી એવી જગ્યાઓ છે જે ગૂગલ મેપ્સ (Google Maps) પર જોઈ શકાતી નથી. એક અહેવાલ મુજબ, ગૂગલ તેના મેપ્સમાંથી 10 થી વધુ સ્થાનો હટાવી ચૂક્યુ છે. ચાલો જાણીએ આવી જ કેટલીક ખાસ જગ્યાઓ વિશે.

Tech Knowledge: આ છે 12 ​​જગ્યાઓ જે Google Maps પર જોવાની મનાઈ છે !
Symbolic Image (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 28, 2022 | 12:16 PM

ગત મહિને એપલ (Apple)ના સીઈઓ ટિમ કૂકનું ઘર (Tim Cook’s House) એપલ મેપ્સ અને ગૂગલ મેપ્સ પર બ્લર કરવામાં આવ્યુ હતું. કારણ કે એક મહિલા ટિમ કૂકનો પીછો કરી રહી હોવાનું બહાર આવતાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. પરંતુ શું તમે જાણો છો કે ઘણી એવી જગ્યાઓ છે જે ગૂગલ મેપ્સ (Google Maps)પર જોઈ શકાતી નથી. ‘ધ સન’ના અહેવાલ મુજબ, ગૂગલ તેના મેપ્સમાંથી 10 થી વધુ સ્થાનો હટાવી ચૂક્યુ છે. ચાલો જાણીએ આવી જ કેટલીક ખાસ જગ્યાઓ વિશે.

  1.  Prison de montlucon France: ગૂગલ સેન્ટ્રલ ફ્રાન્સમાં સ્થિત જેલને સેન્સર કરી ચૂક્યુ છે. ફ્રાન્સની સરકારની વિનંતી પર સુરક્ષાના કારણોસર 2018માં આ કરવામાં આવ્યું હતું.
  2.  Moruroa, French Polynesia: દક્ષિણ પેસિફિક મહાસાગરમાં સ્થિત એક નાનો પ્રવાલદ્રીપ (Atoll)છે. તેના પર શા માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો તેનું કારણ તો સ્પષ્ટ નથી, પરંતુ કહેવાય છે કે આ ટાપુનો પરમાણુ ઇતિહાસ રહ્યો છે.
  3.  2207 Seymour Avenue, Ohio: Ariel Castro: નામના વ્યક્તિએ કેટલીક યુવતીઓનું અપહરણ કર્યું અને તેમને ઓહિયોના એક ઘરમાં રાખવામાં આવી હતી. તેણે મે 2013 સુધી યુવતીઓને બંધક બનાવી રાખી હતી. ગૂગલ મેપ્સ પર પણ આ જગ્યાને પ્રતિબંધિત કરી દેવામાં આવી છે.
  4.  House in stockton-on-Tees: યુકેમાં પ્રિન્સપોર્ટ રોડ પર સ્થિત સ્ટોકટન-ઓન-ટીઝ Google પર બ્લર છે.
  5. યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
    લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
    આજનું રાશિફળ તારીખ 26-04-2024
    લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
    ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
    વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
  6.  Jeannette Island, Russia: બરફથી ઢંકાયેલો ટાપુ 1.2 માઇલ લાંબો છે. એવું માનવામાં આવે છે કે રશિયા અને અમેરિકા વચ્ચેના તણાવને કારણે આ ટાપુ ગૂગલ મેપ્સ પર બ્લર છે.
  7.  North korea: નોર્થ કોરિયાના ઘણા ભાગો ગૂગલ પર પણ બ્લર છે.
  8.  Amchitka Island-Alaska: 50, 60 અને 70ના દાયકામાં અમેચિતકા દ્વીપ પર અમેરિકા દ્વારા પરમાણુ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. પરંતુ ગૂગલ મેપ્સ પર તેના ઘણા ભાગો બ્લર છે. અમેરિકાએ અહીં અનેક અન્ડરગ્રાઉન્ડ પરમાણુ પરીક્ષણો કર્યા છે.
  9.  Greek Military Base: ગ્રીસની રાજધાની એથેન્સમાં હાજર આ મિલિટરી બેઝ પણ ગૂગલ મેપ પર સંપૂર્ણ રીતે પિક્સલેટેડ છે. આ સુરક્ષા કારણોસર છે.
  10.  French Nuclear Facility: ફ્રાન્સમાં The AREVA La Hague nuclear Fuel Reprocessing Facility પણ Google પર બ્લર છે. તે 1976 માં ખોલવામાં આવ્યું હતું. અહીંથી ઘણા દેશોને પરમાણુ ઈંધણ આપવામાં આવે છે.
  11.  Polish Special Forces Base: પોલેન્ડના સ્પેશિયલ ફોર્સીસ કમાન્ડની તાલીમ અહીં થાય છે. ગૂગલ પર આ પણ બ્લર છે.
  12.  Patio de los Naranjos, Spain: Patio de los Naranjos સ્પેનમાં સ્થિત છે, આ જગ્યા સરકારી ઓફિસોની નજીક છે. આ શા માટે બ્લર છે તેનું કારણ સ્પષ્ટ નથી.
  13.  Tim Cook’s House: એપલે તેની મેપ સર્વિસમાં એક ‘અદૃશ્ય દિવાલ’ ટિમ કૂકના ઘરના સ્થાને બતાવી હતી. આવી સ્થિતિમાં હવે ટિમ કૂકનું ઘર જાહેરમાં કોઈ જોઈ શકશે નહીં. તે જ સમયે, તેના ઘરનો એક ભાગ ગૂગલ મેપ પર પણ પિક્સલેટેડ હતો. CultOfMac અનુસાર, ટિમ કુકના ઘરની કિંમત 25 કરોડથી વધુ છે. એપલ કંપનીના બોસનું ઘર કેલિફોર્નિયાના પાલો અલ્ટોમાં છે.

આ પણ વાંચો: Funny: બાઈક પર જઈ રહેલા શખ્સને કૂતરાએ એવો દોડાવ્યો કે કાર સાથે ઝીંક્યુ બાઈક, વીડિયો જોઈ હસવુ નહીં રોકી શકો

આ પણ વાંચો: Fake Note Alert: ક્યાંક તમારા ખિસ્સામાં રહેલી 500 રૂપિયાની નોટ નકલી તો નથીને? આ રીતે ઓળખો અસલી છે કે નકલી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">