યૂઝર્સ માટે ખતરનાક છે આ 9 એપ્સ, જુઓ તમારા ફોનમાં તો નથીને કોઇ ?

|

Aug 17, 2021 | 4:28 PM

આ એ એપ્લિકેશન્સ છે જે યૂઝર્સ માટે ખતરનાક છે. તે તમારી જાણકારી ચોરી શકે છે. તે તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ ફેસબુક અને ટ્વીટરની જાણકારી ચોરે છે. તે તમારી બેન્ક ડિટેલ્સ પણ મેળવી શકે છે.

યૂઝર્સ માટે ખતરનાક છે આ 9 એપ્સ, જુઓ તમારા ફોનમાં તો નથીને કોઇ ?
9 apps are dangerous for the users

Follow us on

Google Play Store એ હાલમાં જ કેટલીક એપ્લિકેશન્સ (Applications) પર પ્રતિબંધ મુકી દીધો છે. જો આમાથી કોઇ પણ એપ તમારા ફોનમાં છે તો તમારો ફોન ખતરામાં છે. જો પ્રતિબંધ મુકવા પહેલાથી આ એપ તમારા ફોનમાં છે તો તેને તુરંત ડિલીટ કરી દો કારણ કે સાઇબર સુરક્ષા શોધકર્તાઓએ ખુલાસો કર્યો છે કે સ્માર્ટફોન યૂઝર્સ એક એવા સોફ્ટવેરના ખતરામાં છે જે તેમના ફેસબુક એકાઉન્ટને હેક કરી દે છે. કેટલીક એપ્સ એવી હશે કે જેને ડાઉનલોડ કરી હશે પરંતુ ડિલીટ કરતા તમે ભુલી ગયા હશો. આવી એપ તમારા ફોનમાં પડી હશે અને તમને ધ્યાન પણ નહીં હોય.

કઇ 9 એપ્લિકેશન્સને ડિલીટ કરવામાં આવી

1. GG Voucher
2. Vote European Football
3. GG Coupon Ads
4. application.app_moi_6 : GG Voucher Ads
5. com.free.voucher : GG Voucher
6. Chatfuel
7. Net Coupon
8. com.movie.net_coupon : Net Coupon
9. EURO 2021 Official

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

ઉપરોક્ત તમામ એપ્લિકેશન્સને ગુગલ પ્લ સ્ટોર પર બેન કરવામાં આવી છે. આ એ એપ્લિકેશન્સ છે જે યૂઝર્સ માટે ખતરનાક છે. તે તમારી જાણકારી ચોરી શકે છે. તે તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ ફેસબુક અને ટ્વીટરની જાણકારી ચોરે છે. તે તમારી બેન્ક ડિટેલ્સ પણ મેળવી શકે છે. કહેવામાં આવ્યુ છે કે ગુગલ પ્લે સ્ટોરે આ એપને ચેક કરી અને તેના પર પ્રતિબંધ મુકી દીધો. જો તમારા સ્માર્ટફોનમાં પણ આ એપ છે તો તેને તરત ડિલીટ કરો.

તમારા સ્માર્ટફોન પર મૈલવેયરનો પણ છે ખતરો

રિસર્ચરે એક નવુ એન્ડ્રોઈડ ટ્રોઝન શોધી કાઢ્યુ છે. આ એન્ડ્રોઈડ મૈલવેયર Facebook એકાઉન્ટને હાઈજેક કરે છે. આનો ઉપયોગ કરીને હેકર્સ 140થી વધુ દેશોના યૂઝર્સના ફેસબુક એકાઉન્ટ હેક કરી રહ્યા છે. એકાઉન્ટ હાઈજેક કરવા માટે તે સેશન કૂકીઝની ચોરી કરે છે. એક રિપોર્ટ અનુસાર આ મૈલવેયર માર્ચ 2021થી ફેલાઈ રહ્યો છે. હમણાં સુધીમાં આ મૈલવેયરના કારણે 10,000થી વધુ યૂઝર્સના એકાઉન્ટ હેક થઈ ચૂક્યા છે.

આ Malware સિંપલ ટ્રીકથી કામ કરે છે. તે પહેલા શિકારને મૈલેશિયસ એપમાં તેમના ફેસબુક ક્રેડેંશિયલ્સના ઉપયોગથી લોગીન કરાવડાવે છે અને પછી યૂઝર્સના ડેટા મેળવી લે છે. એક રિસર્ચ પ્રમાણે FlyTrap મૈલવેયર કેટલીક ટ્રીક્સના ઉપયોગથી યૂઝર્સને તેને ડાઉનલોડ કરવા મજબૂર કરે છે. તે ફ્રીમાં નેટફ્લિક્સ કૂપન કોડ, ગુગલ એડવર્ડ્સ કૂપન કોડ અથવા તો ફેવરિટ ખેલાડીને વોટ કરવા માટે કહી શકે છે.આ Malware સિંપલ ટ્રીકથી કામ કરે છે. તે પહેલા શિકારને મૈલેશિયસ એપમાં તેમના ફેસબુક ક્રેડેંશિયલ્સના ઉપયોગથી લોગીન કરાવડાવે છે અને પછી યૂઝર્સના ડેટા મેળવી લે છે. એક રિસર્ચ પ્રમાણે FlyTrap મૈલવેયર કેટલીક ટ્રીક્સના ઉપયોગથી યૂઝર્સને તેને ડાઉનલોડ કરવા મજબૂર કરે છે. તે ફ્રીમાં નેટફ્લિક્સ કૂપન કોડ, ગુગલ એડવર્ડ્સ કૂપન કોડ અથવા તો ફેવરિટ ખેલાડીને વોટ કરવા માટે કહી શકે છે.

મૈલવેયરથી બચવા માટે શું કરી શકાય?

1. કોઈ પણ અજાણી વેબસાઈટ તમને Facebook લોગીન પેજ પર લઈ જાય તો લોગીન કરવુ નહીં.
2. કોઈ પણ અજાણી એપ્લિકેશન્સમાં લોગીન કરવું નહીં.
3. ફેસબુકનો પાસવર્ડ સમયે સમયે બદલતા રહો.
4. પાસવર્ડ મજબૂત રાખો જેથી કોઈ તેને ક્રેક ન કરી શકે.
5. ટૂ-ફૈક્ટર ઓથેન્ટિકેશનનો ઉપયોગ કરો.
6. અજાણી વેબસાઈટ દ્વારા પુછવામાં આવેલી ખાનગી માહિતીને શેયર ન કરો.
7. કોઈ ફેસબુક ફ્રેન્ડના એકાઉન્ટમાંથી તમારા મેસેન્જર પર આવેલી કોઈ પણ લિંકને ઓપન ન કરો.

 

આ પણ વાંચો –

જો બાઇડેને તાલિબાનને ચેતવણી આપી, કહ્યું- ‘અમેરિકી સૈનિકો અથવા લશ્કરી ઠેકાણાઓ હુમલો કર્યો તો પરિણામ ખરાબ આવશે

 

આ પણ વાંચો –

અફઘાનિસ્તાનમાં શૂટ થઇ હતી અમિતાભની આ ફિલ્મ, આ અભિનેત્રીના નામે ગોળીબાર બંધ કરી દેતા હતા આતંકીઓ

 

Next Article