RBI ની નવી ગાઇડલાઇન જાહેર, 1 જાન્યુઆરીથી બદલાઇ જશે ઓનલાઇન પેમેન્ટની પદ્ધતિ
RBIની નવી ગાઈડલાઈન્સની અસર Google Play Store, YouTube અને Google Ads જેવી તમામ પેમેન્ટ સેવાઓ પર પડશે. નવા ફોર્મેટ હેઠળ, તમારે 1 જાન્યુઆરી 2022 થી તમામ ઓનલાઈન મેન્યુઅલ ચુકવણીઓ માટે દર વખતે તમારા કાર્ડની માહિતી દાખલ કરવી પડશે.
દેશમાં 1 જાન્યુઆરીથી ઓનલાઈન પેમેન્ટની (Online Payment) પદ્ધતિ બદલાશે. આ માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ એક માર્ગદર્શિકા બહાર પાડી છે. આરબીઆઈની ગાઈડલાઈન (RBI New Guideline) બાદ ગૂગલે પણ 1 જાન્યુઆરીથી ઓનલાઈન પેમેન્ટ મેથડમાં ફેરફારની જાહેરાત કરી છે.
માહિતી અનુસાર, ગૂગલ 1 જાન્યુઆરી, 2022થી ગ્રાહકોના કાર્ડની વિગતો જેમ કે કાર્ડ નંબર અને એક્સપાયરી ડેટ વગેરે સેવ નહીં કરે. આવી સ્થિતિમાં 1 જાન્યુઆરીથી મેન્યુઅલ ઓનલાઈન પેમેન્ટ કરતી વખતે તમારે તમારો ડેબિટ-ક્રેડિટ કાર્ડ નંબર, એક્સપાયરી ડેટ અને અન્ય માહિતી ક્યાંક લખવી અથવા નોંધવી પડશે. જો તમે આ માહિતીને સેવ કરીને નહીં રાખો, તો તમે Google થી મેન્યુઅલ ઓનલાઈન પેમેન્ટ કરી શકશો નહીં.
તમને જણાવી દઈએ કે અત્યાર સુધી ગૂગલ તેના યુઝર્સની કાર્ડ ડિટેલ સેવ કરે છે. જ્યારે કોઈપણ ગ્રાહક ચૂકવણી કરતો હતો, ત્યારે તેણે ફક્ત તેનો CVV નંબર દાખલ કરવાનો હોય છે. આ પ્રક્રિયામાં, યુઝરની ગોપનીય માહિતી Google સાથે સાચવવામાં આવે છે, જે ડેટા સુરક્ષાના સંદર્ભમાં જોખમી માનવામાં આવતી હતી. તેથી, એક માર્ગદર્શિકા જાહેર કરીને, આરબીઆઈએ કાર્ડની સંવેદનશીલ માહિતીને અગાઉથી સાચવી ન રાખવાની સૂચના આપી છે.
રિપોર્ટ અનુસાર, જો તમે ડિસ્કવર, ડીનર્સ, રુપે અથવા અમેરિકન એક્સપ્રેસના કાર્ડનો ઉપયોગ કરો છો, તો 1 જાન્યુઆરી, 2022 થી, તમારે મેન્યુઅલ ઑનલાઇન ચુકવણી માટે દર વખતે તમારા કાર્ડની માહિતી દાખલ કરવી પડશે. જો તમે વિઝા અથવા માસ્ટરકાર્ડનો ઉપયોગ કરો છો, તો તમારે કાર્ડની માહિતીને નવા ફોર્મેટમાં સાચવવા માટે અધિકૃત કરવાની જરૂર પડશે.
રિપોર્ટ અનુસાર, RBIની નવી ગાઈડલાઈન્સની અસર Google Play Store, YouTube અને Google Ads જેવી તમામ પેમેન્ટ સેવાઓ પર પડશે. નવા ફોર્મેટ હેઠળ, તમારે 1 જાન્યુઆરી 2022 થી તમામ ઓનલાઈન મેન્યુઅલ ચુકવણીઓ માટે દર વખતે તમારા કાર્ડની માહિતી દાખલ કરવી પડશે.
આ પણ વાંચો –
Uttarakhand Corona Case: રાષ્ટ્રપતિની ફરજમાં રોકાયેલા 19 પોલીસકર્મીઓ કોરોના પોઝિટિવ, નૈનીતાલમાં 24 IRB જવાન સંક્રમિત
આ પણ વાંચો –
Pakistan : ઈમરાન ખાનને ફટકાર ! કોર્ટે ગુમ થયેલા લોકો માટે વડાપ્રધાન અને તેમની કેબિનેટને ગણાવી જવાબદાર
આ પણ વાંચો –