હેકર્સે કર્યો CoWIN એપના ડેટા લીકનો દાવો, શું ખરેખર 15 કરોડ લોકોની અંગત માહિતી થઈ લીક? જાણો

હેકર્સે કર્યો CoWIN એપના ડેટા લીકનો દાવો, શું ખરેખર 15 કરોડ લોકોની અંગત માહિતી થઈ લીક? જાણો
CoWIN એપને લઈને ફેક માહિતી થઇ રહી છે વાયરલ

Baptiste રોબર્ટ હેકરે કેટલાક કલાકો પહેલા ટ્વીટ કર્યું હતું કે CoWin પોર્ટલને હેક કરવામાં આવ્યું છે અને ડાર્ક વેબ પર તેનો ડેટા વેચવામાં આવી રહ્યો છે. ચાલો જાણીએ શું છે સત્ય.

Gautam Prajapati

|

Jun 11, 2021 | 9:59 AM

ભારતમાં વેક્સિનેશનના અભિયાનમાં પહેલાથી જ કેટલીક મુશ્કેલીઓ આવી રહી છે. તેમજ વેક્સિન અભિયાન દરમિયાન ઘણા સવાલો પણ ઉઠી રહ્યા છે. આવામાં સમાચાર આવ્યા હતા કે CoWin એપમાંથી હેકરો ડેટા લીક કરી રહ્યા છે. Baptiste રોબર્ટ હેકરે કેટલાક કલાકો પહેલા ટ્વીટ કર્યું હતું કે CoWin પોર્ટલને હેક કરવામાં આવ્યું છે અને ડાર્ક વેબ પર તેનો ડેટા વેચવામાં આવી રહ્યો છે. પરંતુ સાઈબર રિસર્ચર રાજશેખર રાજહરિયાએ તેનું ફેકટ ચેક કરતા આ વાત બિલકુલ ફેક હોવાનું કહ્યું હતું.

રાજશેખરે કર્યું ફેક્ટ ચેક

આ મુદ્દે સાયબર રિસર્ચર રાજશેખરે પણ ટ્વીટ કરીને જણાવ્યું કે, CoWin પોર્ટલ હેક નથી થયું. કેટલાક ફેક DarkwebLeakMarket કહી રહ્યા છે કે ભારતના 15 કરોડ લોકો કે જેણે કોરોના રસી લીધી છે તેઓના ડેટા વેચવામાં આવી રહ્યા છે. આ વાત બિલકુલ ફેક છે. આ એક બીટકોઈન સ્કીમ છે. તેથી આવી વાતો પર વિશ્વાસ ના કરશો. સ્ક્રિનશોટ ચેક કરો. આ દરેક ફેક લિંક છે.

TV9 ભારતવર્ષની ખાસ વાતચીત

TV9 ભારતવર્ષે પણ આ મુદ્દે રાજશેખર સાથે ખાસ વાતચીત કરી, જેમાં તેમણે સફાઈ આપી કે આ વાત બિલકુલ ફેક છે અને લોકોએ આ અફવાહોથી દુર રહેવું જોઈએ. તેમણે કહ્યું કે કોવિન પોર્ટલને લઈને આવી ફેક માહિતીઓ ફેલાવવામાં આવી રહી છે.

આરોગ્ય મંત્રાલયે પણ કહ્યું કે ડેટા લીકની વાત ફેક છે

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કોવિન ડેટા હેકિંગના અહેવાલોને ખોટા અને પાયાવિહોણા ગણાવ્યા છે. આરોગ્ય મંત્રાલયે ગુરુવારે કહ્યું કે આ અહેવાલો નકલી હોવાનું જણાય છે. મંત્રાલયે એક નિવેદન બહાર પાડતાં કહ્યું કે કોવિન ફક્ત રસીકરણ સંબંધિત ડેટા એકત્રિત કરે છે અને તે અત્યંત સલામત છે.

DarkTracer એ કરી હતી આ ફેક ટ્વીટ

તમને જણાવી દઈએ કે આ ફેક માહિતી DarkTracer ટ્વિટર એકાઉન્ટ દ્વારા શરૂ કરવામાં આવી હતી. તેના ટ્વિટમાં કહેવામાં આવ્યું હતું કે ભારતના લગભગ 15 કરોડ લોકોનો ડેટા લીક થઈ ગયો છે અને તેને ડાર્ક વેબ પર વેચવામાં આવી રહ્યો છે. આ ડેટાની કિંમત 800 ડોલર છે. વપરાશકર્તાઓના ડેટામાં શામેલ માહિતીમાં નામ, મોબાઇલ નંબર, પિન, સ્થાન શામેલ છે. આ સાથે જ તેણે એમાં એ પણ લખ્યું હતું કે અમે આ ડેટાના ઓરીજીનલ સેલર નથી પરંતુ અમે તેને Resale કરી રહ્યા છીએ. તમને જણાવી દઈએ કે DarkTracer ગુનાહિત ગુપ્ત માહિતી પ્રોફાઇલિંગ પ્લેટફોર્મ છે.

Baptiste Fake Tweet

Baptiste Fake Tweet

હેકરે ટ્વીટ કરી ડિલીટ

આ બાદ DarkTracer ની પોસ્ટને રિટ્વીટ કરીને હેકર Baptiste એ પણ આ વાતની પુષ્ટિ કરી હતી કે કોવિનનો ડેટા લીક થઇ ચૂક્યો છે. પરંતુ ઘણા બધા ફેકટ ચેક અને સાઈબર રિસર્ચર રાજશેખરના ટ્વિટ બાદ રોબર્ટે તેની જૂની ટ્વીટ ડિલીટ કરી દીધી હતી. હાલમાં હેકરના પેજ પર આવી કોઈ ટ્વીટ જોવા નથી મળી રહી. હેકરે આ ટ્વીટ કરીને બાદમાં ડિલીટ કરી દીધી હતી.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati