Telegram Premium Service: ટેલિગ્રામનું પ્રીમિયમ વર્ઝન થયુ લોન્ચ, ઝડપી ડાઉનલોડિંગની સાથે મળશે આ જબરદસ્ત ફીચર્સ

|

Jun 20, 2022 | 5:42 PM

Telegram Premium Service : ટેલિગ્રામએ પોતાની પ્રીમિયમ સર્વિસની શરુઆતનું એલાન કર્યું છે. આ પેડ સર્વિસ પ્રમાણે યુઝર્સને કેટલાક જોરદાર ફીચર્સ મળશે.

Telegram Premium Service: ટેલિગ્રામનું પ્રીમિયમ વર્ઝન થયુ લોન્ચ, ઝડપી ડાઉનલોડિંગની સાથે મળશે આ જબરદસ્ત ફીચર્સ
Telegram Premium service

Follow us on

દુનિયાની દરેક કંપની માર્કેટમાં ટકી રહેવા કઈકને કઈક નવુ કરતી રહે છે. હાલમાં જાણીતી ટેલિગ્રામે તેની પ્રીમિયમ સેવાની જાહેરાત કરી છે. આ પેઇડ સર્વિસ હેઠળ યુઝર્સને ઘણી વિશિષ્ટ સુવિધાઓ મળશે. આખી દુનિયામાં ટેલિગ્રામના (Telegram) લગભગ 700 મિલિયન કરતા વધારે યુઝર્સ છે. નવી પ્રીમિયમ સેવા (Telegram Premium Service) હેઠળ એવી ઘણી સુવિધાઓ ઉપલબ્ધ થશે, જે નોન-પ્રીમિયમ સેવામાં નથી. આ નવી પ્રીમિયમ સેવાની વિશિષ્ટ વિશેષતાઓ 4GB ફાઇલ અપલોડ, ઝડપી ડાઉનલોડ સ્પીડ, વિશિષ્ટ સ્ટીકરો, પ્રતિક્રિયાઓ અને સારુ ચેટ મેનેજમેન્ટ વગેરે હશે.

Tech Crunchના રિપોર્ટ અનુસાર, યુઝર્સને આ પ્રીમિયમ સર્વિસ $4.99 (રૂ. 390) પ્રતિ મહિનાની કિંમતથી મળશે. જોકે, હજુ એ સ્પષ્ટ નથી થયું કે ભારત અને અન્ય દેશોમાં યુઝર્સે દર મહિને કેટલા પૈસા ચૂકવવા પડશે.

વૉઇસ ટુ ટેક્સ્ટ સુવિધા

ટેલિગ્રામ પ્રીમિયમના યુઝર્સને સરળતાથી તેમની વૉઇસ નોટ્સને ટેક્સ્ટમાં કન્વર્ટ કરી શકે છે. આ સાથે યુઝર્સ ટ્રાંસ્ક્રિપ્ટ તરીકે વૉઇસ નોટ પણ વાંચી શકે છે. આ ફીચર તમને કેવુ લાગ્યુ તેનો તમે ફીડબેક પણ આપી શકો છો.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ફાઇલો 4 GB સુધી મોકલી શકાશે

અત્યાર સુધી યુઝર્સ સામાન્ય ટેલિગ્રામમાં 2 જીબી સુધીની ફાઇલો મોકલી શકતા હતા. પરંતુ પ્રીમિયમ સેવામાં આને વધારીને 4 જીબી કરવામાં આવી છે. તમામ ટેલિગ્રામ યુઝર્સ પણ આ મોટી ફાઇલો ડાઉનલોડ કરી શકે છે. મોટી ફાઇલો ડાઉનલોડ કરવા માટે પ્રીમિયમ સેવા હોવી જરૂરી નથી.

પ્રીમિયમની તમામ મર્યાદાઓ વધારી

પ્રીમિયમ ખાતા હેઠળ દરેક મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. ઉદાહરણ તરીકે, પ્રીમિયમ સેવાના સબ્સ્ક્રાઇબર્સ 1000 ચેનલર્સને ફોલો કરી શકશે. આ સિવાય તેઓ 20 ચેટ ફોલ્ડર્સ પણ બનાવી શકે છે. આ સાથે યુઝર્સ 10 ચેટ પિન કરી શકે છે. આ સિવાય તમે 10 થી વધુ મનપસંદ સ્ટિકર્સ પસંદ કરી શકો છો.

ઝડપી ડાઉનલોડ સ્પીડ

ટેલિગ્રામ પ્રીમિયમ સબ્સ્ક્રાઇબર્સને ટેલિગ્રામ સર્વર્સ પર સૌથી ઝડપી ડાઉનલોડ સ્પીડની ઍક્સેસ મળશે. “તમે શક્ય તેટલા ઝડપી નેટવર્ક દ્વારા તમારા અમર્યાદિત ક્લાઉડ સ્ટોરેજમાં બધું જ ઍક્સેસ કરી શકો છો,” કંપનીના બ્લોગ પોસ્ટમાં આ જણાવાયું છે.

એનિમેટેડ પ્રોફાઇલ વીડિઓઝ

પ્રીમિયમ યુઝર્સ એનિમેટેડ પ્રોફાઇલ વીડિઓઝને ઍક્સેસ કરી શકશે, જે તમામ યુઝર્સને દેખાશે. બધા પ્રીમિયમ યુઝર્સને પ્રીમિયમ બેજ પણ પ્રાપ્ત થશે જે ગ્રુપમાં ચેટ સૂચિ, ચેટ હેડર અને સભ્ય સૂચિમાં તેમના નામની બાજુમાં દેખાશે.

Next Article