iPhone 16નું વેચાણ ક્યારે શરૂ થશે? એપલનો નવો iPhone આપણા હાથમાં ક્યારે આવશે?

|

Sep 12, 2024 | 12:23 PM

Apple iPhone 16 Series : શું તમે પણ Apple ના iPhone 16 પર હાથ આવવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છો? તમને આ ફોન ટૂંક સમયમાં મળી જશે, 20 સપ્ટેમ્બરથી Apple આ સ્માર્ટફોન્સને ઓફિશિયલ રીતે યુઝર્સને ખરીદવા માટે ઉપલબ્ધ કરાવશે. નવી સિરીઝ ક્યારે એપલ સ્ટોર અને વેબસાઇટ પર લિસ્ટ થશે તેની સંપૂર્ણ વિગતો અહીં વાંચો.

iPhone 16નું વેચાણ ક્યારે શરૂ થશે? એપલનો નવો iPhone આપણા હાથમાં ક્યારે આવશે?
Apple iPhone 16 Series

Follow us on

iPhone 16 સિરીઝના લોન્ચિંગ પછી તેનું વેચાણ શરૂ થવાની દરેક વ્યક્તિ રાહ જોઈ રહ્યા છે. તમે 20 સપ્ટેમ્બરથી આઇફોન 16 નો ઉપયોગ કરી શકશો, જે ઘણા બધા પાવરફુલ ફિચર્સ સાથે આવે છે. એપલ કંપની ટૂંક સમયમાં જ એપલની ઓફિશિયલ વેબસાઇટ અને ઈ-કોમર્સ પર ખરીદી માટે તેની લેટેસ્ટ કેટેગરીને લિસ્ટ કરશે.

iPhone 16 Appleની વેબસાઈટ પર દેખાય છે પરંતુ તેને ખરીદવાને બદલે તેને પ્રી-બુકિંગ કરવાનો જ વિકલ્પ છે. પરંતુ 20 સપ્ટેમ્બરે તમે ત્યાં બાય નાઉ વિકલ્પ પણ જોવાનું શરૂ કરશો.

જો તમે iPhone 16 સિરીઝ ખરીદવાનું વિચારી રહ્યા છો, તો ખરીદતાં પહેલા અહીં તેની સુવિધાઓ અને કિંમતો પર એક નજર નાખો.

આજનું રાશિફળ તારીખ : 19-09-2024
5,000 રૂપિયાની SIP, 1 કરોડ રૂપિયા બનાવતા કેટલો સમય લાગે ?
સીડી વગર સીલિંગ ફેન પરથી ધૂળ કેવી રીતે સાફ કરવી ?
કોહલી દ્રવિડની કરશે બરાબરી, જાડેજા પાસે કપિલ દેવને પાછળ છોડવાની તક
Vastu shastra : આ 2 ઘરોમાં તુલસીનો છોડ લગાવવો અશુભ, તમે જીવનભર રહેશો ગરીબ
મધમાં પાણી ઘોળીને પીવાના ફાયદા

iPhone 16ના ફિચર્સ

તમને iPhone 16 અને iPhone 16 Plus માં લગભગ સમાન સુવિધાઓ મળશે. પરંતુ તેમની બેટરી અને ડિસ્પ્લે સાઈઝ બંને અલગ છે. આ બંને મોડલ નવા A18 ચિપસેટથી સજ્જ છે. કંપનીના દાવા મુજબ આ ચિપસેટ A16 Bionic કરતા 30 ટકા ઝડપી છે. આ સિવાય તેનું GPU પણ અગાઉના મોડલ કરતાં 40 ટકા ઝડપી છે.

iPhone 16 માં કેમેરા

એપલની નવી સિરીઝમાં પણ તમને ફોટો-વીડિયોગ્રાફી અંગે કોઈ ટેન્શન નહીં રહે, તેમાં 48 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા છે. આ સિવાય બેક રિયરમાં પ્રાઈમરી કેમેરાની સાથે 12 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઈડ કેમેરા પણ સામેલ છે. સૌથી સારી વાત એ છે કે આ કેમેરા મેક્રો ફોટોગ્રાફીને પણ સપોર્ટ કરે છે. બંને સ્માર્ટફોનમાં સેલ્ફી અને વીડિયોકોલિંગ માટે 12-મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા છે.

iPhone 16 સિરીઝની કિંમત

  • Apple એ iPhone 16ને ત્રણ વેરિયન્ટમાં માર્કેટમાં લૉન્ચ કર્યો છે, તમે આ ત્રણેય મૉડલને એકસાથે ખરીદી અને જોઈ શકો છો.
  • iPhone 16ના 128GB વેરિઅન્ટની કિંમતની વાત કરીએ તો તેની કિંમત 79,900 રૂપિયા છે. તેના 256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 89,900 રૂપિયા છે.
  • બીજી તરફ જો તમે વધુ સ્ટોરેજવાળો ફોન ખરીદવા માંગો છો, તો તમે iPhone 16નું 512GB વેરિઅન્ટ ખરીદી શકશો. તેની કિંમત 1,09,900 રૂપિયા છે.
  • iPhone 16 સિવાય, જો તમે iPhone 16 Plus ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમને તેના માટે ત્રણ સ્ટોરેજ વિકલ્પો પણ મળશે. તેના 128GB વેરિયન્ટની કિંમત 89,900 રૂપિયા છે, 256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 99,900 રૂપિયા છે અને 512GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 1,19,900 રૂપિયા છે.

પ્રી-ઓર્ડર અને વેચાણ ડિટેલ્સ

તમે 13મી સપ્ટેમ્બરે સાંજે 5 વાગ્યાથી નવી iPhone 16 સિરીઝનું પ્રી-બુક કરી શકશો. ઉપર જણાવ્યા મુજબ તેનું વેચાણ 20 સપ્ટેમ્બરથી શરૂ થશે.

 

Published On - 9:09 am, Thu, 12 September 24

Next Article