Tech News : જો તમે iPhoneની સ્પીડ વધારવા માંગતા હોવ તો આ સરળ ટિપ્સને અનુસરો

|

May 01, 2022 | 10:08 PM

જો તમે પણ ધીમા iPhone સાથે કામ કરી રહ્યા છો, તો અહીં સરળ ટિપ્સ અને યુક્તિઓ આપવામાં આવી છે. જેનો તમારા આઈફોનને (iPhone) ઝડપી બનાવવા માટે ઉપયોગ કરી શકો છો.

Tech News : જો તમે iPhoneની સ્પીડ વધારવા માંગતા હોવ તો આ સરળ ટિપ્સને અનુસરો
Apple iPhone 13 (File Photo)

Follow us on

તમારો iPhone સમય જતાં ધીમો પડી જાય છે. આવું શા માટે થઈ શકે તેના માટે ઘણા કારણો રહેલા છે. આ યાદીમાં જોઈએ તો, જૂના iOS વર્ઝનનો ઉપયોગ કરવાથી લઈને બેકગ્રાઉન્ડમાં ઘણી બધી એપ્સ ચાલતી હોવાથી લઈને તમારા સ્માર્ટફોનને (Smartphone) સ્લો કરી શકે છે. તમારા કિંમતી iPhoneને ઝડપી બનાવવા માટે તમે ઉપયોગ કરી શકો તે સૌથી મદદરૂપ ટ્રીકમાંની એક છે તે કે આઈફોનને રિસ્ટાર્ટ કરવો જોઈએ. આ કરવા માટે, તમારે ફક્ત વોલ્યુમ બટન અને સાઇડ બટનને 30 સેકન્ડ માટે દબાવીને પકડી રાખવાનું છે, અને ત્યારબાદ આઈફોનને બંધ કરવા માટે સ્ક્રીન પર પાવર-ઑફ સ્લાઇડર ઓપશનમાં ક્લીક કરો.

તમારા iPhone પર સૉફ્ટવેર અપડેટ કરતા રહેવું જોઈએ. તમારો iPhone સ્લો થવાનું બીજું કારણ એ છે કે તમે ઉપયોગ કરી રહ્યાં છો તે જૂના iOS વર્જનમાં સમસ્યાઓ છે. તમારા iPhone પર iOSનું વર્ઝન ડાઉનલોડ કરીને આને સરળતાથી ઠીક કરી શકાય છે. આ માટે, સેટિંગ્સ એપ્લિકેશન > સોફ્ટવેર અપડેટ > ઇન્સ્ટોલ કરો અને ન્યુ વર્જન અપડેટ કરો.

તમારા iPhoneમાં જગ્યા ખાલી કરતા રહો. એક iPhone કે જેની સ્પેસ ફૂલ થઇ રહી છે તેથી પણ તે ધીમી ગતિએ ચાલે છે. આને ઠીક કરવાનો સૌથી સહેલો રસ્તો એ છે કે તમારા iPhone માંથી ન વપરાયેલા એપ્સ અને ફાઇલોને દૂર કરવી. તમે તમારા iPhoneમાંથી લાંબા વીડિયો પણ કાઢી શકો છો. જેથી કરીને તમે તમારા iPhone પર થોડો સ્ટોરેજ ખાલી કરી શકો.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

બેકગ્રાઉન્ડ એપ રિફ્રેશને બંધ કરવું જોઈએ. બેકગ્રાઉન્ડ એપ રિફ્રેશ પણ સમય જતાં તમારા iPhoneને ધીમું કરી શકે છે. આનો સૌથી સરળ રસ્તો આ સુવિધાને બંધ કરવાનો છે. આ માટે, સેટિંગ્સ એપ્લિકેશન > બેકગ્રાઉન્ડ એપ્લિકેશન રીફ્રેશગેટ > બેકગ્રાઉન્ડ એપ્લિકેશન રિફ્રેશ પર ક્લીક કરો.

લોકેશન સર્વિસને બંધ કરી દો. અન્ય એક ફીચર જે તમારા iPhoneને ધીમું કરી શકે છે તે લોકેશન સર્વિસ ફીચર છે. તમે તેને કેવી રીતે ઝડપી બનાવી શકો છો તે માટે સેટિંગ્સ > પ્રાઇવસી > Location Services પર ક્લીક કરો.

બિનજરૂરી એપ્સ હંમેશા બંધ કરો. તમારા આઇફોનને ઝડપથી ચલાવવાની સૌથી સરળ રીતોમાંની એક એ છે કે બેકગ્રાઉન્ડમાં ચાલતી બધી બિનજરૂરી એપ્સને બંધ કરવી. તે નોંધવું યોગ્ય છે કે બેકગ્રાઉન્ડમાં ચાલતી વિડિઓઝ અથવા પ્લે ગેમ્સ જેવી એપ્લિકેશનો તમારા આઇફોનને નોંધપાત્ર રીતે સ્લો કરી શકે છે.

આ પણ વાંચો – Tech News: સરકારે મોબાઈલ અને સ્માર્ટવોચના ફરજિયાત ટેસ્ટિંગમાં છૂટ આપી, જાણો શું થશે ફાયદો

Next Article