Offline Payment : ઈન્ટરનેટ કનેક્શન વગર રૂપિયા ટ્રાન્સફર કરી શકાય ? હા, આ સરળ રીતથી કરો મની ટ્રાન્સફર

|

Sep 05, 2021 | 2:00 PM

આજકાલ દરેક વ્યક્તિ ઓનલાઈન પેમેન્ટ કરવાનું પસંદ કરે છે, કારણ કે તેમાં સમય બચે છે. પરંતુ જો તમારી પાસે ઇન્ટરનેટ કનેક્શન ન હોય તો શું તમે પૈસા ટ્રાન્સફર કરી શકો ?

Offline Payment : ઈન્ટરનેટ કનેક્શન વગર રૂપિયા ટ્રાન્સફર કરી શકાય ? હા, આ સરળ રીતથી કરો મની ટ્રાન્સફર
Transfer Money without Internet Connection

Follow us on

Offline Payment: આજકાલ લોકો ઓનલાઈન રૂપિયા ટ્રાન્સફર કરવાનું વધારે પસંદ કરે છે, પરંતુ તમારી પાસે ઈન્ટરનેટ કનેક્શન અથવા ઝડપ ધીમી હોય ત્યારે ઓનલાઇન પેમેન્ટ (Online Payment) કરવાનું મુશ્કેલ બની જાય છે. આવી સ્થિતિમાં પ્રશ્ન થાય કે શું ઈન્ટરનેટ વગર રૂપિયા ટ્રાન્સફર થઈ શકે ? જી હા તમે ઈન્ટરનેટ ક્નેકશન વગર પણ રૂપિયા ટ્રાન્સફર કરી શકો છો. આજે અમે તમને જણાવીશુ કે ઈન્ટરનેટ વિના પણ કેવી રીતે રૂપિયા ટ્રાન્સફર થઈ શકે.

UPI એપ ડાઉનલોડ કરવી જરૂરી

જો કે ઈન્ટરનેટ ક્નેક્શન વગર UPI પેમેન્ટ ઓફલાઇન કરવા માટે તમારા ફોનમાં BHIM, Paytm અથવા અન્ય કોઇ UPI એપ ડાઉનલોડ કરવાની રહેશે. ઉપરાંત આ એપ સાથે સિમ કાર્ડ અને સ્માર્ટફોન લિંક થઈ ગયા પછી તમે ઓફલાઈન ટ્રાન્ઝેક્શન કરી શકશો.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

આ સરળ રીતથી કરી શકશો પેમેન્ટ

1. રૂપિયા ટ્રાન્સફર કરવા માટે, તમારે ફોનના ડાયલર પેડમાં *99# ડાયલ કરવાનો રહેશે.

2. બાદમાં તમારે બેંકનું નામ એન્ટર કરવાનુ રહેશે.

3. ત્યારબાદ તમારી સામે એક લિસ્ટ આવશે, જેમાં તમારે Send Money નો વિકલ્પ પસંદ કરવાનો રહેશે.

4. Send Money વિકલ્પ પસંદ કરવા માટે 1 દબાવો અને બેનિફિશયરી ડિટેલ ભરો

5. બાદમાં પેમેન્ટ કરવા માટેની રકમ દાખલ કરો.

6. હવે UPI પિન દાખલ કરો અને Send બટન પર ક્લિક કરો.

7. ત્યારબાદ તમારુ પેમેન્ટ થઈ જશે.

 51 બેન્કો દ્વારા આ સુવિધા આપવામાં આવે છે

તમને જણાવી દઈએ કે, આ સેવા 51 બેન્કો અને તમામ જીએસએમ સર્વિસ પ્રોવાઇડરો (GSM Service Provider) દ્વારા પૂરી પાડવામાં આવે છે. જેનો ઉપયોગ હિન્દી અને અંગ્રેજી સહિત 12 જુદી જુદી ભાષાઓમાં થઈ શકે છે.

e-RUPI

આપને જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં ઈ-રૂપી લોન્ચ કરી હતી. તે ગિફ્ટ વાઉચરની જેમ કામ કરે છે. ઈ-રૂપીની વાત કરીએ તો તે પ્રીપેડ વાઉચર સેવા છે. આ અંતર્ગત યોજનાઓના નાણાં સીધા બેંકમાંથી લાભાર્થીઓને મોકલવામાં આવે છે. ઉપરાંત હવે સરકાર એલપીજી ભરાવવા માટે પણ ઈ-રૂપી વાઉચર (e Rupi Voucher) મોકલશે, જેમાંથી ગેસ સિલિન્ડર ભરી શકાશે. આ સેવા શરૂ થયા બાદ લાભાર્થીઓને રોકડ સ્વરૂપે નાણાં મોકલવામાં આવશે નહીં.

 

આ પણ વાંચો: Tips & Trick: ભૂલથી મોકલેલા Emailને ડિલીટ કરવા માટે ફોલો કરો આ સિમ્પલ ટ્રીક

આ પણ વાંચો: New Technology: લો બોલો! હવાથી પણ ચાર્જ થઈ જશે તમારા ઈલેક્ટ્રોનિક્સ ગેજેટ્સ, જાણો કેવી રીતે?

Next Article