AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અવકાશમાં હસતો જોવા મળ્યો સૂર્ય, નાસાના ઉપગ્રહે લીધી સૂર્યની અદ્દભુત તસવીરો

Smiling Sun: નાસાને એક સેટેલાઈટે હાલમાં જ અવકાશમાં સૂર્યની અદ્દભુત તસવીરો લીધી છે. આ ફોટા પરથી લાગી રહ્યુ છે કે સૂર્ય સારા મૂડમાં છે અને હસી રહ્યો છે.

અવકાશમાં હસતો જોવા મળ્યો સૂર્ય, નાસાના ઉપગ્રહે લીધી સૂર્યની અદ્દભુત તસવીરો
Smiling SunImage Credit source: Twitter
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 28, 2022 | 7:50 PM
Share

સૂર્ય આ પૃથ્વીને સંચાલિત કરવામાં મોટો ભાગ ભજવે છે. પૃથ્વી પરથી સૂર્ય આપણને ધધકતો ગોળો લાગે છે. પણ હકીકતમાં તેની નજીક જતા કોઈપણ વસ્તુ ખાખ થઈ જાય છે. જો સૂર્ય ન હોત તો આ પૃથ્વી પર દિવસ-રાત શક્ય ન હોત. પૃથ્વી પર દિવસ-રાત સૂર્યને કારણે જ શક્ય છે. તમે સૂર્યને સવાર-સાંજ અલગ અલગ રુપમાં જોયો હશે. પણ હાલમાં સૂર્ય અનોખા રુપમાં જોવા મળી રહ્યો છે. નાસાના સેટેલાઈટ દ્વારા પહેલીવાર તેના કેમેરામાં હસતા સૂર્યના ફોટોને કેદ કરવામાં આવ્યો છે. આવા સૂર્યને તમે ભાગ્યે જ જોયો હશે.

ફોટો શેર કરતા NASAએ લખ્યું, આજે નાસાની સોલર ડાયનેમિક્સ ઓબ્ઝર્વેટરીએ સૂર્યને ‘સ્મિત કરતા’ કેમેરામાં કેદ કર્યો. અલ્ટ્રાવાયોલેટ પ્રકાશમાં જોવા મળતા, સૂર્ય પરના આ શ્યામ ફોલ્લીઓ કોરોનલ છિદ્રો તરીકે ઓળખાય છે. તે એવા વિસ્તારો છે જ્યાં અવકાશમાં મજબૂત સૌર પવનો ફૂંકાય છે.

અવકાશમાં હસતો સૂર્ય

આ તસવીરોમાં તમે સૂર્યને સારી રીતે જોશો તો જોવા મળશે કે સૂર્ય હસી રહ્યો છે. નાસાના સોલર ડાયનેમિક્સ ઓબ્જર્વેટરી દ્વારા પાડવામાં આવેલ આ તસવીરોમાં તમે સૂર્યમાં 2 આંખો જોઈ શકો છો, તેની સાથે સાથે ગોળ નાક અને તેની સ્માઈલ જોઈ શકાય છે. આ ફોટો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો છે.

સૂર્ય પર નજર રાખી રહ્યુ છે નાશા

સોલર ડાયનેમિક્સ ઓબ્જર્વેટરીને વર્ષ 2010માં નાશા દ્વારા લોન્ચ કરવામાં આવ્યુ હતુ. તે સમયથી અવકાશમાં ફરી રહ્યુ છે. આ સોલર ડાયનેમિક્સ ઓબ્જર્વેટરી સૂર્યના ગતિવિધિઓ પર નજર રાખી રહ્યુ છે. આ પહેલા પણ વર્ષ 2014માં સોલર ડાયનેમિક્સ ઓબ્જર્વેટરી દ્વારા ડરામણો ફોટો જાહેર કરવામાં આવ્યો હતો. સોલર ડાયનેમિક્સ ઓબ્જર્વેટરી દ્વારા તારાની ચમક અને વિસ્ફોટને ટ્રેક કરવામાં આવે છે.

g clip-path="url(#clip0_868_265)">