ShareChat ખરીદશે શોર્ટ વીડિયો પ્લેટફોર્મ MX TakaTak, જાણો કેટલા મિલિયનમાં થઈ ડીલ

ભારતીય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ShareChatએ ટાઈમ્સ ઈન્ટરનેટની માલિકીનું શોર્ટ વીડિયો પ્લેટફોર્મ MX Takatak ખરીદવા માટે કરાર કર્યો છે.

ShareChat ખરીદશે શોર્ટ વીડિયો પ્લેટફોર્મ MX TakaTak, જાણો કેટલા મિલિયનમાં થઈ ડીલ
Sharechat to buy short video platform MX TakaTak in 600 million dollar deal
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 10, 2022 | 3:21 PM

ભારતીય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ShareChatએ ટાઈમ્સ ઈન્ટરનેટની માલિકીનું શોર્ટ વીડિયો પ્લેટફોર્મ MX Takatak ખરીદવા માટે સોદો કર્યો છે. મનીકંટ્રોલના અહેવાલ મુજબ બંને કંપનીઓએ આ કરાર $600 મિલિયનમાં કર્યો છે, જેમાં રોકડ અને શેરનો સમાવેશ થાય છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ડીલ વેલ્યુ તેના બંધ થવા પર બદલાઈ શકે છે. મોહલ્લા ટેકમાં 2000થી વધુ કર્મચારીઓ છે અને આ સંપાદન સાથે MX Takatakના 180 કર્મચારીઓ કંપની સાથે જોડાશે. MX Takatak લગભગ છ મહિનામાં રિબ્રાન્ડ કરવામાં આવશે અને મહિનાના અંતે ડીલ બંધ કરવાનો ટાર્ગેટ છે.

આ પગલાથી Moz દ્વારા ShareChatના ટૂંકા વીડિયો પ્લે પ્લેટફોર્મને મજબૂત બનાવવાની અપેક્ષા છે. સંપાદન સાથે Moz (160 મિલિયન માસિક સક્રિય વપરાશકર્તાઓ) અને MX Takatak (150 મિલિયન માસિક સક્રિય વપરાશકર્તાઓ) પાસે 300 મિલિયનથી વધુનો સક્રિય યૂઝર બેઝ હશે. તેના સ્થાનિક હરીફ જોશ પાસે 115 મિલિયન માસિક સક્રિય વપરાશકર્તાઓ છે.

આ અધિગ્રહણ એવા સમયે થયું છે જ્યારે શોર્ટ વીડિયો ઈન્ડસ્ટ્રી તરફ લોકોનું આકર્ષણ ઝડપથી વધી રહ્યું છે. આમાં ઈન્સ્ટાગ્રામની રીલ સૌથી આગળ ચાલી રહી છે. Redseerના અહેવાલ મુજબ જ્યારે Facebookના ટૂંકા વીડિયો અને Instagramની રીલ્સ ટોચના 50 શહેરોમાં બજારનું નેતૃત્વ કરે છે, ત્યારે ભારતમાં ડેલીહન્ટના જોશ, Moz અને MX Takatak જેવા ટિયર-2 અને ટાયર-3 શહેરોમાં તેની હરીફ છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

આ એવા સમયે પણ બન્યું છે જ્યારે ઘણા ટૂંકા વીડિયો પ્લેટફોર્મને વધવા માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અન્ય શોર્ટ વીડિયો પ્લેટફોર્મ, સ્પાર્ક મુશ્કેલીમાં છે. બીજી બાજુ અન્ય પ્લેટફોર્મ ફ્રેન્ડ્સ ટીવીએ કેટલાક કર્મચારીઓને છૂટા કર્યા છે.

સ્થાનિક બજારમાં વિકસિત શોર્ટ વીડિયો પ્લેટફોર્મ્સ તાજેતરના ભૂતકાળમાં લોકપ્રિયતામાં ઝડપથી વૃદ્ધિ પામ્યા છે. તેનું કારણ જૂન 2020માં ભારત સરકાર દ્વારા ટિકટોક પર પ્રતિબંધ છે. જ્યાં પ્રતિબંધના સમયની નજીક જ Moz લોન્ચ કરવામાં આવ્યું હતું. તે જ સમયે, MX Takatak જુલાઈ 2020માં લોન્ચ કરવામાં આવી હતી. જોશ સપ્ટેમ્બર 2020માં લોન્ચ કરવામાં આવી હતી. આ તમામ કંપનીઓએ છેલ્લા બે વર્ષમાં જંગી વૃદ્ધિ જોઈ છે.

આ પણ વાંચો – Google Chrome બ્રાઉઝરમાં જો સેવ છે પાસવર્ડ અને બેન્કિંગનો ડેટા તો આ રીતે કરો ડિલીટ

આ પણ વાંચો – આધાર, પાન અને પાસપોર્ટ જેવા ડોક્યુમેન્ટ્સની ઝંઝટ ખતમ ! એક જ Digital ID થી લીંક હશે બધા ડોક્યુમેન્ટ્સ

g clip-path="url(#clip0_868_265)">