Google પર Search કરીને જુઓ આ 6 વસ્તુઓ, રિઝલ્ટ જોઈને થઈ જશો હેરાન!

|

May 21, 2024 | 8:43 AM

Google Search : જો તમે ગુગલ પર આ વસ્તુઓ સર્ચ કરશો તો તમને આશ્ચર્ય થશે. આ વસ્તુઓ ગુગલ પર સર્ચ કરવાથી તમને અટપટું રિઝલ્ટ મળશે. અહીં જાણો કે તે કયા શબ્દો છે જે શોધવા પર તમને અનન્ય સર્ચ રિઝલ્ટ મળે છે.

Google પર Search કરીને જુઓ આ 6 વસ્તુઓ, રિઝલ્ટ જોઈને થઈ જશો હેરાન!
google search results

Follow us on

શું તમને પણ ગુગલ પર કંઇક અજુગતું શોધવાની મજા આવે છે? જો તમે કંઈક નવું જાણવા માંગતા હોવ તો તમને આ માહિતી ગમશે. અહીં અમે તમને એવી 6 વસ્તુઓ વિશે જણાવીશું જે ગૂગલ પર સર્ચ કરવાથી તમને વિચિત્ર રિઝલ્ટ મળે છે.

કેટલાક કિસ્સાઓમાં સ્ક્રીન વળે છે અને અન્યમાં ચંદ્ર દેખાય છે. આટલું જ નહીં કેટલાક પરિણામોમાં તમારે સ્ક્રીન પર દીવા પ્રગટાવવા પડશે. અહીં જાણો એવા ક્યા શબ્દો છે જે ટાઈપ કરવાથી ગૂગલ હચમચી જાય છે અને વિચિત્ર પરિણામો બતાવે છે.

જો તમે ગુગલ પર આ વસ્તુઓ સર્ચ કરશો તો પરિણામ તમને ચોંકાવી દેશે

KATAMARI : 

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

આમાં સૌથી પહેલા ગૂગલ પર જઈને KATAMARI ટાઈપ કરો અને સર્ચ કરો. તેનું પરિણામ જોઈને તમે ચોંકી જશો. તેના સર્ચ રિઝલ્ટમાં તમે એક બોલ જોશો કે જેના પર તમે ક્લિક કરશો તો તે આખી સ્ક્રીન પર ફરતો દેખાય છે.

ઇમોજી કિચન : નવા ઈમોજી બનાવશે

જો તમે Google સર્ચમાં Emoji Kitchen લખીને સર્ચ કરો છો, તો તમને એક ગેમ દેખાય છે. જેમાં તમે 2 ઈમોજી મિક્સ કરો તો એક નવું ઈમોજી બને છે.

સૂર્યગ્રહણનું સર્ચ રિઝલ્ટ

જો તમે સૂર્યગ્રહણ લખીને ગૂગલ પર સર્ચ કરશો તો તમને કૂલ ગ્રહણ જોવા મળશે. તમારી આખી સ્ક્રીન પર ચંદ્ર દેખાય છે જે સતત ફરતો રહે છે.

ASKEW લખતાની સાથે જ બધું વાંકાચૂકું થઈ જશે

જો તમે ગૂગલના સર્ચ બારમાં ASKEW લખીને સર્ચ કરશો તો તમને આખી સ્ક્રીન વાંકાચૂકી જોવા મળશે. તમારે આ ત્રાંસી સ્ક્રીન પર જ બધું શોધવું પડશે.

CHA CHA SLIDE

જો તમે Google સર્ચ બારમાં CHA CHA SLIDE લખીને સર્ચ કરશો તો તમને રસપ્રદ પરિણામો મળશે. જો તમે માઈક અથવા ટોચ પર દર્શાવેલ કોઈપણ ચિહ્ન પર ક્લિક કરો છો, તો તમારી સ્ક્રીન નાચવા લાગે છે. આમાં તમે ડાન્સની સાથે સંગીત પણ સાંભળો છો.

DIWALI લખતાં જ લાઇટો ઝળહળી જશે

જો તમે Google પર DIWALI લખીને સર્ચ કરશો તો તમને સ્ક્રીન પર ઘણા દીવા જોવા મળશે. તમારે તેમને પ્રકાશિત કરવા પડશે, તમારી આખી સ્ક્રીન પ્રકાશિત થઈ જશે.

Next Article