Saurashtra University Survey: સ્માર્ટફોનમાં વ્યસ્ત રહેતા યુવાનો ચેતજો, યુવાનોમાં વધી રહી છે ‘નોમોફોબિયા’ નામની માનસિક બીમારી

|

Jun 05, 2021 | 9:28 PM

સ્માર્ટફોને (Smart Phone) આજે દુનિયાને મુઠ્ઠીમાં સમાવી દીધી છે. પરંતુ તેના સારા પરિણામો સામે હવે માઠા પરિણામો પણ મળી રહ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં મનોવિજ્ઞાન ભવનના(Psychology Building) સર્વમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે.

Saurashtra University Survey: સ્માર્ટફોનમાં વ્યસ્ત રહેતા યુવાનો ચેતજો, યુવાનોમાં વધી રહી છે નોમોફોબિયા નામની માનસિક બીમારી
File Image

Follow us on

Saurashtra University Survey: આજકાલ આંગળીના ટેરવે લોકો વિશ્વના ખૂણે ખૂણે પહોંચતા થઈ ગયા છે. સ્માર્ટફોને (Smart Phone) આજે દુનિયાને મુઠ્ઠીમાં સમાવી દીધી છે. પરંતુ તેના સારા પરિણામો સામે હવે માઠા પરિણામો પણ મળી રહ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં મનોવિજ્ઞાન ભવનના(Psychology Building) સર્વમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે.

 

જેમાં મોબાઈલનું વ્યસન(Addiction) કેફી પદાર્થથી પણ વધારે ખતરનાક (Danger)હોવાનો ખુલાસો થયો છે. આધુનિક યુગમાં મોબાઈલ ફોનનો ઉપયોગ ખૂબ જરૂરી થઈ ગયો છે. આજકાલ માણસોની સંખ્યા કરતાં મોબાઈલ ફોનની સંખ્યા વધુ છે. સ્માર્ટ ફોનના જમાનામાં જેટલા તેના ફાયદાઓ અને સગવડતા છે તેટલા જ ગેરફાયદા કે નુકસાન પણ છે. સ્માર્ટ ફોનના આવવાથી મગજનું કાર્ય પણ ઘટવા લાગ્યું છે.

20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

 

“નોમોફોબિયા” નામની માનસિક બીમારી

ફોબિયાને મનોવિજ્ઞાનની ભાષામાં ખોટા ભય તરીકે ઓળખવામાં આવે છે. નો મોબાઈલ ફોન એટલે “નોમોફોબિયા”.આ બીમારીમાં સામાન્ય રીતે પોતાનો ફોન પાસે ન હોવાનો સતત ડર લાગે છે. યુનિવર્સિટીનાં નિષ્ણાંતોનું (Expert)કહેવું છે કે “લગભગ મોટી ઉંમરની વ્યક્તિઓમાં આ બિમારીનું પ્રમાણ ઓછું જોવા મળે છે. પરંતુ વધારે યુવાનો આ માનસિક બિમારીનો શિકાર બની રહ્યા છે.”

 

નોમોફોબિયા માનસિક નહીં, પરંતુ શારીરિક રીતે પણ કરે છે અસર

નોમોફોબિયા એક માનસિક બીમારી છે. માનસિક બીમારીની અસર કોઈ પણ રીતે શારીરિક રીતે પણ થતી જ હોય છે. તેવી જ રીતે આ નોમોફોબિયાની અસર પણ વ્યક્તિના શરીર પર જોવા મળે છે. વધુ પડતાં સ્માર્ટ ફોનના ઉપયોગથી વ્યક્તિને ગાઈક કમ્પ્યુટર આઈસ સિન્ડ્રોમ(Computer Eyes Syndrom) જેવી શારીરિક અસર થઈ શકે છે.

 

જેમાં વ્યક્તિની આંખ સુકાવા લાગે છે, ખેંચાણ અનુભવે છે, આંખ જીણી થવા લાગે છે, આંખમાં રહેલ પાણી સુકાવા લાગે છે અથવા સ્પષ્ટ રીતે જોવા માટે આંખોને જીણી કરવી પડે છે. આ માનસિક બીમારીનો ભોગ બનેલા વ્યક્તિઓને નોમોફોબ પર્શન (Nomophob Person) તરીકે ઓળખાવી શકાય છે. વધુ પડતાં મોબાઈલ એડિક્સનને કારણે નોમોફોબિયા જેવી માનસિક બીમારી જન્મ છે.

 

નોમોફોબિયાના લક્ષણો

વારંવાર ફોન ચેક કરવો, કોઈ ભૂલથી ફોન અડે તો ગુસ્સે થઈ જવું, ફોનને કારણે અકારણ તણાવ(Stress) અનુભવવો, ફોન પાસે ન હોય તો સતત ચિંતા કે ચીડિયાપણું, ફોનમાં રીંગ વાગે એવા ભ્રમમાં (Illusion) ફોન ચેક કરવો જેવાં લક્ષણો જોવા મળે છે. આ બિમારીથી બચવા માટે ફોનનો બને એટલો ઓછો ઉપયોગ કરવો અને પરિવાર સાથે વધારે સમય વિતાવવો, જેથી બિમારીના પ્રકોપથી બચી શકાય.

 

આ પણ વાંચો: Gujarat Corona Update : રાજ્યમાં કોવીડ-19 ના 996 કેસ, 15 મૃત્યુ, એક્ટીવ કેસ ઘટીને 20,000 થયા

Next Article