Gujarat Corona Update : રાજ્યમાં કોવીડ-19 ના 996 કેસ, 15 મૃત્યુ, એક્ટીવ કેસ ઘટીને 20,000 થયા

Gujarat Corona Update : રાજ્યમાં આજે 5 જૂનના રોજ રસીકરણ અભિયાનમાં 2,63,507 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

Gujarat Corona Update : રાજ્યમાં કોવીડ-19 ના 996 કેસ, 15 મૃત્યુ, એક્ટીવ કેસ ઘટીને 20,000 થયા
રચનાત્મક તસ્વીર
Follow Us:
| Updated on: Jun 05, 2021 | 8:51 PM

Gujarat Corona Update : રાજ્યમાં કોરોના વાયરસના નવા કેસો અને સાથે મૃત્યુમાં સતત ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં આજે 5 જૂન ના રોજ 1000 થી પણ ઓછા નવા કેસો નોંધાયા છે, આ સાથે 3004 દર્દીઓ સાજા થયા છે. આ સાથે રાજ્યમાં રસીકરણ અભિયાનમાં 2,63,507 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

996 નવા કેસ, 15 મૃત્યુ રાજ્યમાં આજે 5 જૂનના રોજ કોરોનાના નવા 996 કેસો નોંધાયા છે અને છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 15 દર્દીઓના મૃત્યુ થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 8,15,386 થઇ છે અને મૃત્યુઆંક 9921 થયો છે. આજે રાજ્યના મહાનગરોમાં કોવીડ દર્દીઓના મૃત્યુના આંકડા જોઈએ તો

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

અમદાવાદ : શહેરમાં 4, જિલ્લામાં 0 મૃત્યુ સુરત : શહેરમાં 1, જિલ્લામાં 2 મૃત્યુ વડોદરા : શહેરમાં 1, જિલ્લામાં 1 મૃત્યુ રાજકોટ : શહેરમાં 0, જિલ્લામાં 1 મૃત્યુ જામનગર : શહેરમાં 1, જિલ્લામાં 0 મૃત્યુ જુનાગઢ : શહેરમાં 0, જિલ્લામાં 0 મૃત્યુ ભાવનગર : શહેરમાં 1, જિલ્લામાં 0 મૃત્યુ ગાંધીનગર : શહેરમાં 0, જિલ્લામાં 0 મૃત્યુ

અમદાવાદમાં 142, વડોદરામાં 132 નવા કેસ રાજ્યમાં આજે 5 જૂનના રોજ અમદાવાદમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. રાજ્યના મહાનગરો પ્રમાણે કોરોનાના નવા કેસો જોઈએ તો અમદાવાદમાં 142, વડોદરામાં 132, સુરતમાં 81, રાજકોટમાં 49, જામનગરમાં 25, જુનાગઢમાં 13 અને ભાવનગરમાં કોરોનાના 7 નવા કેસ નોધાયા છે. (Gujarat Corona Update)

3004 દર્દીઓ સાજા થયા રાજ્યમાં આજે 5 જૂનના રોજ કોરોનાથી સાજા થયેલા કુલ 3398 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 7,85,378 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ રીકવરી રેટ વધીને 96.32 ટકા જેટલો થયો છે. રાજ્યમાં હાલ એક્ટીવ કેસ ઘટીને 20,087 થયા છે, જેમાં 382 દર્દીઓ વેન્ટીલેટર પર છે જયારે 19,705 દર્દીઓની સ્થિતિ સ્થિર છે.(Gujarat Corona Update)

આજે 2,63,507 લોકોનું રસીકરણ થયું રાજ્યમાં ગઈકાલે 4 જૂનના રોજ રસીકરણ અભિયાનમાં પહેલીવાર એક જ દિવસમાં પોણા ત્રણ લાખ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. આજે પણ 2,63,507 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. જેમાં

1) 2892 ફ્રન્ટલાઈન-હેલ્થ વર્કરને પ્રથમ ડોઝ, 2) 3578 ફ્રન્ટલાઈન-હેલ્થ વર્કરને બીજો ડોઝ, 3) 45 થી વધુ ઉમરના 37,646 લોકોને પ્રથમ ડોઝ, 4) 45 થી વધુ ઉમરના 21,268 લોકોને બીજો ડોઝ, 5) 18-45 વર્ષ સુધીના 1,98,123 લોકોના પ્રથમ ડોઝનું રસીકરણ થયું છે. (Gujarat Corona Update)

આ પણ વાંચો : Lancet Journal : એક વાર સંક્રમિત થયા બાદ 10 મહિના સુધી કોરોના સંક્રમણનું જોખમ ઓછું

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">