Internet પર Fake Newsનો રાફડો, કઈ રીતે કરશો સાચા-ખોટાની પરખ?

|

Feb 13, 2021 | 7:59 PM

સુપ્રીમ કોર્ટે ટ્વીટર અને કેન્દ્ર સરકારને ખોટી અફવાહો ફેલાવતી Fake news પર લગામ કસવાની સૂચના આપી છે. જેને લઈને સુપ્રીમ કોર્ટે ખાસ વ્યવસ્થા બનાવવાની ભલામણ કરી છે.

Internet પર Fake Newsનો રાફડો, કઈ રીતે કરશો સાચા-ખોટાની પરખ?

Follow us on

સુપ્રીમ કોર્ટે ટ્વીટર અને કેન્દ્ર સરકારને ખોટી અફવાહો ફેલાવતી Fake news પર લગામ કસવાની સૂચના આપી છે. જેને લઈને સુપ્રીમ કોર્ટે ખાસ વ્યવસ્થા બનાવવાની ભલામણ કરી છે. જ્યારથી સોશિયલ મીડિયા ઉપર લોકોની નિર્ભરતા વધી છે, ત્યારથી સાચા સમાચારો અને અહેવાલોની વચ્ચે ખોટી અફવાહો ફેલાવતા સમચારો પણ ઝડપથી વેગ પકડી લે છે અને જેને અંકુશમાં રાખવા મુશ્કેલ બની રહે છે, આવા સમાચારો દેશ, સમાજ અને માનવ જાત માટે ઘણા ઘાતક સાબિત થઈ શકે છે. નાની અમથી ખોટી ખબર કેટલું મોટું સ્વરૂપ લઈને દેશમાં કેટલી મોટી અરાજકતા અને અશાંતિનો માહોલ ઊભું કરી શકે છે તેનો કોઈ જ અંદાજો નથી.

 

કેવી રીતે ખબર પડશે કે આ છે Fake News?

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

ખબર વાંચ્યા પહેલા તેના સ્ત્રોત વિશે જાણકારી મેળવી લેવી. જે વેબસાઈટમાંથી ખબર વહેતી થઈ હોય તેની વિશ્વસનીયતા ચકાસી લેવી જોઈએ. જેનાથી ખબર સાચી છે ખોટી તેનો અંદાજો મેળવી શકે છે.

 

અસામન્ય ડોમેનથી સાવધાન!

અસામન્ય અને ઉચ્ચ સ્તરીય ડોમેન જેવા કે .COM, .CO વગેરેથી સાવધાન રહેવું. એક નજર પાર આમ તેમનો વિશ્વાસ કરવો યોગ્ય નથી, કારણ કે આવી ખબરો સાચી ઠેરવવા ઘણા પ્રયોગો કરતાં હોય છે.

 

ત્રુટીઓ પાર રાખો નજર

જો લેખના વર્તનમાં ત્રુટીઓ હોય અથવા તો લેખમાં નાટકીય વિરામ ચિહ્નોનો વધારે પડતો પ્રયોગ કરવામાં આવ્યો હોય, તો અહીંયા પણ આપણું ધ્યાન ખેચવું જોઈએ. મોટી મોટી સંસ્થાઓમાં ઉચ્ચ સ્તરનું પ્રૂફ રીડીંગ થતું હોય છે.

 

અન્ય સ્ત્રોતની પણ લો મદદ

આવી કોઈ ખબર કે જેના પર તમને શંકાઓ જાગે કે કદાચ આ ખબર ખોટી હોય શકે તો અન્ય વેબસાઈટ પર હળતી મળતી ખબર જોવી જોઈએ. અન્ય ખબરો સાથે મેળવીને જોવું જોઈએ અને ખબરની ઊંડાણ પૂર્વક તપાસ કરીને આગળ વધવું જોઈએ.

 

લેખક વિશે જાણો

ખબરની સત્યતા જાણવા માટે જે તે લેખના લેખક વિશે માહિતી એકત્રિત કરવી જોઈએ. જો લેખ અથવા જે કોઈ ખબર સાચી હશે તો જરૂર તેને લખનાર વિશેની માહિતી અચૂક આપવામાં આવી હશે.

 

તજજ્ઞોનો અભિપ્રાય લો:

અસમાન્ય લાગતી ખબરો માટે જે તે વિષયના જાણકાર લોકોનો સંપર્ક કરવો જોઈએ અને તેમના વિશે વધુ પડતું જાણવું જોઈએ અને સમાચારની ખરાઈ કરવી જોઈએ.

 

આ પણ વાંચો: આ અભિનેતા દુકાનદાર પાસેથી ઉધાર લઈને ગર્લફ્રેન્ડને વેલેન્ટાઈન ડે ગિફ્ટ આપતો હતો, જ્યારે માતાને ખબર પડી ત્યારે ચપ્પલથી પડ્યો માર

Published On - 6:16 pm, Sat, 13 February 21

Next Article