આ અભિનેતા દુકાનદાર પાસેથી ઉધાર લઈને ગર્લફ્રેન્ડને વેલેન્ટાઈન ડે ગિફ્ટ આપતો હતો, જ્યારે માતાને ખબર પડી ત્યારે ચપ્પલથી પડ્યો માર

આ અભિનેતા દુકાનદાર પાસેથી ઉધાર લઈને ગર્લફ્રેન્ડને વેલેન્ટાઈન ડે ગિફ્ટ આપતો હતો, જ્યારે માતાને ખબર પડી ત્યારે ચપ્પલથી પડ્યો માર
Pulkit Samrat (File Image)

અભિનેતા પુલકિત સમ્રાટ બોલિવૂડ હેન્ડસમના સ્ટાર્સમાંના એક છે. ફિલ્મોમાં તેમનું કામ ખૂબ પસંદ કરવામાં આવ્યું છે. પુલકિતે જણાવ્યું હતું કે શાળા અને કોલેજના દિવસો દરમિયાન ઘણી છોકરીઓ તેમની તરફ આકર્ષિત થઈ હતી.

Hiren Buddhdev

| Edited By: Kunjan Shukal

Feb 13, 2021 | 6:00 PM

અભિનેતા પુલકિત સમ્રાટ બોલિવૂડ હેન્ડસમના સ્ટાર્સમાંના એક છે. ફિલ્મોમાં તેમનું કામ ખૂબ પસંદ કરવામાં આવ્યું છે. પુલકિતે જણાવ્યું હતું કે શાળા અને કોલેજના દિવસો દરમિયાન ઘણી છોકરીઓ તેમની તરફ આકર્ષિત થઈ હતી. શાળાના દિવસો દરમિયાન, જ્યારે તેમની પાસે પૈસા નહોતા, ત્યારે તે દુકાનમાંથી ઉધારમાં ગર્લફ્રેન્ડને ગિફ્ટ આપતા હતા, પરંતુ એક દિવસ તેમની માતાને ખબર પડી, ત્યારે તેમને માર મારવામાં આવ્યો હતો.

એક ઈન્ટરવ્યુમાં પુલકિતે કહ્યું હતું કે, મને શાળાના દિવસોથી ઘણી પ્રપોઝલ આવતી હતી. આ પ્રપોઝલ મને શાળાના સિનિયર્સ તરફથી મળતા હતા. ઘણા સિનિયર્સને મારા પર ક્રશ હતું. પુલકિતે જણાવ્યું કે કેવી રીતે તેમને તેમની માતા દ્વારા એક વખત માર મારવામાં આવ્યો હતો. તેમણે કહ્યું, જ્યારે હું સાતમા ધોરણમાં હતો, ત્યારે મારી એક ગર્લફ્રેન્ડ હતી. હું મારા પોકેટમનીમાંથી પૈસા બચાવી અને વેલેન્ટાઈન ડે પર તેને ગિફ્ટ કરતો હતો. જ્યારે પૈસા ઓછા હતા, ત્યારે હું ઉધારી પર ગિફ્ટ લેતો હતો.

“એક દિવસ મેં વિચાર્યું કે આજે બધી ઉધારી ભરપાઈ કરી દેવી જોઈએ. દુર્ભાગ્યવશ, તે જ દિવસે દુકાનદાર મારા ઘરે પહોંચ્યો અને માતાને બધું કહ્યું. હું સ્કૂલથી ઘરે પહોંચ્યો ત્યારે મેં જોયું કે દુકાનદાર મારી માતા સાથે ઉભો છે. હું કસમ ખાઈને કહુ છુ કે તે દિવસે મને ઘણી બધી ચપ્પલ પડી હતી.”

હાલમાં પુલકિત અભિનેત્રી કૃતિ ખરબંદાને ડેટ કરી રહ્યા છે. બંને ઘણીવાર એક સાથે જોવા મળ્યા છે. ગયા વર્ષે એક સમાચાર આવ્યા હતા કે પુલકિત અને કૃતિ ખારબંદા ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. આ સમાચારો પર પ્રતિક્રિયા આપતા કૃતીએ કહ્યું હતું કે, અમે છેલ્લા દોઢ વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા છીએ. હજી સુધી અમે લગ્ન વિશે કોઈ ચર્ચા કરી નથી કે આ અંગે અમે કોઈ યોજના બનાવી નથી. આ સમયે, અમે ફક્ત અમારી કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ.

આ પણ વાંચો: યુઝરે દીપિકા પાદુકોણને કર્યો અભદ્ર મેસેજ, અભિનેત્રીએ આપ્યો યોગ્ય જવાબ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati