AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

YouTube New Ad Policy : YouTube હવે બતાવશે લાંબી એડ, તમે સ્કિપ પણ નહીં કરી શકો

Google એ YouTubeની નવી એડ પોલિસીમાં ફેરફાર કરવાનું મન બનાવી લીધું છે. પ્લેટફોર્મ સ્માર્ટ ટીવી પર બતાવવામાં આવતા YouTube વીડિયોમાં લાંબી જાહેરાતો ઉમેરવાનું શરૂ કરશે. YouTube વીડિયોની મધ્યમાં 30-સેકન્ડની જાહેરાત બતાવવામાં આવશે.

YouTube New Ad Policy : YouTube હવે બતાવશે લાંબી એડ, તમે સ્કિપ પણ નહીં કરી શકો
YouTube New Ad Policy
TV9 Gujarati
| Edited By: | Updated on: May 20, 2023 | 7:48 AM
Share

જો તમે સ્માર્ટ ટીવી પર યુટ્યુબ જુઓ છો, તો લાંબી જાહેરાતો જોવા માટે તૈયાર રહેવુ પડશે. Google એ YouTubeની નવી એડ પોલિસીમાં ફેરફાર કરવાનું મન બનાવી લીધું છે. પ્લેટફોર્મ સ્માર્ટ ટીવી પર બતાવવામાં આવતા YouTube વીડિયોમાં લાંબી જાહેરાતો ઉમેરવાનું શરૂ કરશે. YouTube વીડિયોની મધ્યમાં 30-સેકન્ડની જાહેરાત બતાવવામાં આવશે. ખાસ વાત એ છે કે યુઝર પાસે આ એડવર્ટાઈઝમેન્ટ સ્કીપ કરવાનો વિકલ્પ નહીં હોય. નવી એડ પોલિસી અમેરિકાથી શરૂ થશે.

આ પણ વાંચો: 2000ની નોટ ચલણમાંથી બહાર, 2024ની ચૂંટણી પહેલા PM Modi એ મારી દીધો માસ્ટર સ્ટ્રોક ?

અન્ય બજારોમાં આ ક્યારે કરવામાં આવશે કે નહીં તે અંગે ગૂગલે કોઈ માહિતી આપી નથી. એવું માનવામાં આવે છે કે જો આ પ્રયોગ ત્યાં બિઝનેસની દ્રષ્ટિએ સફળ થશે તો ગૂગલ તેને ભારત સહિત અન્ય બજારોમાં લાગુ કરશે. હાલમાં, YouTube એક જ વીડિયો પર સ્કિપ બટન સાથે 15-સેકન્ડની બે જાહેરાતો બતાવે છે. જોકે, વીડિયોના આધારે જાહેરાત અલગ હોઈ શકે છે.

એક બ્લોગ પોસ્ટમાં ગૂગલે યુટ્યુબની નવી એડ પોલિસી વિશે માહિતી આપી છે. પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે ગૂગલ સ્માર્ટ ટીવી પર યુટ્યુબ વીડિયોમાં “પૉઝ એડ” આઈડિયાને પણ લાગુ કરશે. આ સુવિધામાં, જ્યારે કોઈ વીડિયો થોભાવવામાં આવે છે, ત્યારે એક જાહેરાત પોપ અપ થશે અને જ્યાં સુધી વીડિયો ફરીથી ચલાવવામાં ન આવે ત્યાં સુધી તે ચાલુ રહેશે. જ્યારે જાહેરાત પૉપ અપ થાય છે, ત્યારે સ્ક્રીન પર થોભાવેલા વીડિયોનું કદ નાનુ થઈ જશે.

યુટ્યુબ પ્રીમિયમ જ સહારો

હાલમાં YouTube ટીવી પર લાંબી જાહેરાતો સ્કિપ કરવાનો એકમાત્ર રસ્તો YouTube પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન છે. ભારતમાં YouTube પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શનનો ખર્ચ દર મહિને રૂ. 129 છે. પ્રીમિયમ વપરાશકર્તાઓ જાહેરાત મુક્ત કન્ટેન્ટ જોઈ શકે છે. પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન સાથે, વપરાશકર્તાઓને YouTube મ્યૂઝિક અને pip મોડમાં વીડિયો જોવાની સુવિધા સહિત અન્ય ઘણા લાભો પણ મળે છે.

કમાણી વધારવા પર કંપનીનો ભાર

ગૂગલ સહિતની મોટી ટેક કંપનીઓ આ સમયે નાણાકીય સમસ્યાઓનો સામનો કરી રહી છે. અમેરિકા સહિત કેટલાક દેશોની અર્થવ્યવસ્થાની ખરાબ સ્થિતિને કારણે જાહેરાતની આવક પર ખરાબ અસર પડી છે. એટલા માટે હવે કંપની તેની આવક વધારવા માટે નવા રસ્તાઓ શોધી રહી છે. એટલા માટે યૂટ્યૂબની એડ પોલિસીમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
g clip-path="url(#clip0_868_265)">