YouTube પર આ વર્ષે શ્રીવલ્લીથી લઈ કચ્ચા બદામ સુધીની ધૂમ, કંપનીએ જાહેર કર્યું ટોપ 10 લિસ્ટ

|

Dec 06, 2022 | 1:45 PM

આ વખતે યાદીને ટોપ 10 ટ્રેન્ડિંગ વીડિયો, ટોપ 10 મ્યુઝિક વીડિયો અને ટોપ 10 શોર્ટ્સ કેટેગરીમાં વિભાજિત કરવામાં આવી હતી. આ સિવાય YouTube એ 2022 ના બ્રેકઆઉટ ક્રિએટર, બ્રેકઆઉટ વુમન ક્રિએટર અને ઓવરઓલ ટોપ રેન્ક ક્રિએટર ઓફ ધ યરની યાદી પણ શેર કરી છે.

YouTube પર આ વર્ષે શ્રીવલ્લીથી લઈ કચ્ચા બદામ સુધીની ધૂમ, કંપનીએ જાહેર કર્યું ટોપ 10 લિસ્ટ
YouTube
Image Credit source: File Photo

Follow us on

ગૂગલે યુટ્યુબના આ વર્ષના સૌથી લોકપ્રિય વીડિયોની યાદી શેર કરી છે. આનાથી લોકો માટે એ જાણવાનું સરળ બને છે કે વર્ષ 2022માં લોકોએ સૌથી વધુ શું જોયું. કંપનીએ તેના બ્લોગ પોસ્ટમાં ભારતમાં આ વર્ષે સૌથી વધુ જોવાયેલા વીડિયો વિશે જણાવ્યું છે. આ વલણ દર્શાવે છે કે લોકોએ 60 સેકન્ડના સોર્ટ વીડિયોથી લઈને 4-કલાક સુધી લાઈવ ઈ-સ્પોર્ટ જોયા છે. આ વખતે યાદીને ટોપ 10 ટ્રેન્ડિંગ વીડિયો, ટોપ 10 મ્યુઝિક વીડિયો અને ટોપ 10 શોર્ટ્સ કેટેગરીમાં વિભાજિત કરવામાં આવી હતી.

આ સિવાય YouTube એ 2022 ના બ્રેકઆઉટ ક્રિએટર, બ્રેકઆઉટ વુમન ક્રિએટર અને ઓવરઓલ ટોપ રેન્ક ક્રિએટર ઓફ ધ યરની યાદી પણ શેર કરી છે. YouTube ભારતની ટોચની ટ્રેન્ડિંગ કન્ટેન્ટ વિશે વાત કરીએ તો, આ વર્ષે Round2Hell’s AgeofWater આ કેટેગરીમાં ટોચ પર છે. આ YouTube પર 28 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. આ યાદીમાં બીજો વીડિયો Sasta Shark Tankનો છે. આ યુટ્યુબર આશિષ ચંચલાની દ્વારા અપલોડ કરવામાં આવ્યું છે.

લોકોએ રિએક્શનનો વીડિયો પણ પસંદ કર્યો

લાંબા ફોર્મેટમાં માત્ર સ્ક્રિપ્ટ જ નહીં, રિએક્શન વીડિયોને પણ ખૂબ પસંદ કરવામાં આવ્યો. કેરીમિનાટીનો ઇન્ડિયન ફૂડ મેજિક વીડિયો આ યાદીમાં ત્રીજા નંબરે હતો. તે ભારતીય સ્ટ્રીટ ફૂડ વિશે વાત કરે છે. સંગીત અને ગીત કેટેગરીમાં પુષ્પા અને કચ્ચા બાદામ પોતાનો જાદુ ચલાવ્યો છે. શ્રીવલ્લી-પુષ્પાએ સંગીત શ્રેણી જીતી. જ્યારે અરબી કુથુ-હલામિથી બીજા નંબરે રહી હતી. આ પછી પુષ્પાનું સામી સામી ગીત ખૂબ જ પસંદ કરવામાં આવ્યું હતું.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

આ યાદીમાં ભોજપુરી ગીતો પણ સામેલ છે

ઘણા લોકોએ ભુવન બદ્યાકરની કાચા બદામ પણ જોઈ. આ ગીત આ કેટેગરીમાં ચોથા નંબરે રહ્યું. જ્યારે ભોજપુરી ગીત લે લે આયી કોકા કોલા 5માં સ્થાને હતું. ટોચના સર્જકો વિશે વાત કરીએ તો, શોર્ટ્સ બ્રેક, અક્ષય નાગવાડિયા, ગુલશન કાલરા, દુષ્યંત કુકરેજા, સાગર કાલરા (શોર્ટ્સ) એ આ વર્ષે બાઝી મારી છે.

જણાવી દઈએ કે હાલમાં જ એક મોટી કાર્યવાહી કરતા ગૂગલે હજારો યુટ્યુબ ચેનલો હટાવી દીધી છે. ગૂગલે કોઓર્ડિનેટેડ ઇન્ફ્લુઅન્સ ઓપરેશન સંબંધિત તપાસ દરમિયાન રશિયા, ચીન અને બ્રાઝિલથી ચાલતા યુટ્યુબ એકાઉન્ટ્સને હટાવી દીધા છે.

Published On - 1:45 pm, Tue, 6 December 22

Next Article