આજથી iPhoneમાં નહીં ચાલે WhatsApp ! ક્યાંક તમે તો આ ફોનનો નથી કરતા ને ઉપયોગ ?

|

Oct 25, 2022 | 12:14 PM

જો તમારી પાસે iPhone છે, તો જાણી લો કે આજથી iPhoneના કેટલાક મોડલ ઉપર WhatsApp નો ઉપયોગ કરવાનું બંધ થઈ જશે. કંપની કેટલાક ઉપકરણોને સપોર્ટ કરવાનું બંધ કરશે. iPhone 5 અથવા 5C ના વપરાશકર્તાઓ આજ પછી ઇન્સ્ટન્ટ મેસેજિંગ સેવા WhatsApp નો લાભ લઈ શકશે નહીં.

આજથી iPhoneમાં નહીં ચાલે WhatsApp ! ક્યાંક તમે તો આ ફોનનો નથી કરતા ને ઉપયોગ ?
WABetainfoના એક રિપોર્ટ અનુસાર, વોટ્સએપ કમ્પેનિયન મોડનું નવું વર્ઝન બહાર પાડી રહ્યું છે, જે એન્ડ્રોઇડ ટેબલેટને હાલના વોટ્સએપ એકાઉન્ટ્સ સાથે લિંક કરવાની મંજૂરી આપશે. ખાસ વાત એ છે કે યુઝર્સ નવા ફોન નંબરનો ઉપયોગ કર્યા વિના ટેબલેટ પર વોટ્સએપ ચલાવી શકશે.
Image Credit source: File Photo

Follow us on

તમે દિવાળી પર વોટ્સએપ (WhatsApp) પર પરિવાર અને મિત્રોને શુભેચ્છા પાઠવી જ હશે. જો કે, મોબાઈલના (Mobile phone) કેટલાક વપરાશકર્તાઓ માટે WhatsApp પર શુભેચ્છા પાઠવવી છેલ્લી વારની હશે, કારણ કે તેઓ દિવાળી પછી WhatsAppનો ઉપયોગ કરી શકશે નહીં. રિપોર્ટ્સ અનુસાર, ઇન્સ્ટન્ટ મેસેજિંગ સર્વિસ આજથી કેટલાક iPhone મોડલ પર કામ કરશે નહીં. જો તમે iPhone યુઝર છો અને તમારું ડિવાઇસ iOS 12 ફર્મવેરને સપોર્ટ કરતું નથી, તો આજથી WhatsApp કામ નહીં કરે. યુઝર્સ પાસે હવે એક જ વિકલ્પ હોય છે કે તેમને નવો ફોન ખરીદવો પડશે. ચાલો જોઈએ કે આજથી કયા iPhone પર WhatsApp બંધ થઈ જશે.

WABetaInfo અનુસાર, WhatsAppના નવા ફીચર્સ અને અપડેટ્સ પર નજર રાખતા પોર્ટલ, iPhone 5 અને iPhone 5C યુઝર્સ આજથી WhatsAppનો ઉપયોગ કરી શકશે નહીં. ઓનલાઈન મેસેજિંગ સર્વિસ iOS સિવાયના કેટલાક એન્ડ્રોઈડ વર્ઝન પર કામ કરવાનું બંધ કરશે. કંપનીએ યુઝર્સના અનુભવને બહેતર બનાવવા માટે કેટલાક નવા અપડેટ્સ અને ફીચર્સ લાવ્યા છે, જે જૂના iOS અને Android વર્ઝન પર કામ કરી શકશે નહીં.

iOS 10 – iOS 11: WhatsApp કામ કરશે નહીં

જે ઉપકરણોને WhatsApp સપોર્ટ નહીં મળે તે સુરક્ષિત નથી અને નવીનતમ સોફ્ટવેરમાં અપડેટ કરી શકાતા નથી. આ જ કારણ છે કે WhatsApp, iOS 10, iOS 11, iPhone 5 અને iPhone 5Cને સપોર્ટ કરવાનું બંધ કરશે. WABetaInfoએ આ વર્ષની શરૂઆતમાં ખુલાસો કર્યો હતો કે કેટલાક આંતરિક કારણોસર WhatsApp આગામી મહિનાઓમાં iOS 10 અને iOS 11ને સપોર્ટ કરવાનું બંધ કરશે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

iOS ફર્મવેરને કેવી રીતે અપડેટ કરવું

આ રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જો યુઝર્સ ઈચ્છે તો WhatsApp સપોર્ટ ચાલુ રાખવા માટે iOS ફર્મવેરને અપડેટ કરી શકે છે. iOS વર્ઝનને અપડેટ કરવા માટે યુઝર્સે સેટિંગ્સમાં જવું પડશે. પછી જનરલ પર ટેપ કરો અને સોફ્ટવેર અપડેટ પસંદ કરો. જો તમારું ઉપકરણ નવીનતમ ફર્મવેરને સપોર્ટ કરે છે, તો તે આપમેળે ડાઉનલોડ થવાનું શરૂ કરશે.

નવા સ્માર્ટફોનનો ઉપયોગ કરો

જો કે, જો તમારી પાસે iPhone 5 અથવા iPhone 5C છે, તો તમારા માટે ખરાબ સમાચાર છે. આજથી આ ઉપકરણો પર WhatsApp કામ નહીં કરે. Wabitinfo અનુસાર, 24 ઓક્ટોબર, 2022 પછી WhatsApp iOS 10 અને iOS 11 વર્ઝન પર નહીં ચાલે. જો યુઝર્સ ઈચ્છે તો તેઓ મોબાઈલ શોપ અથવા તો ઈ-કોમર્સ વેબસાઈટનો લાભ લઈ શકે છે, જ્યાં આઈફોન સહિત લેટેસ્ટ એન્ડ્રોઈડ ફોન પર પણ ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ હોય છે.

Next Article