WhatsApp ટેક્સ્ટ એડિટિંગને બનાવશે વધુ સારૂ, ડ્રોઈંગ ટૂલમાં જોડાશે નવા ફીચર્સ

|

Jan 28, 2023 | 10:09 PM

જો તમે પણ લોકપ્રિય ચેટિંગ એપ WhatsApp નો ઉપયોગ કરો છો તો તમારે આ નવા ફીચર વિશે પણ જાણવું જોઈએ. એક રિપોર્ટ અનુસાર ચેટિંગ એપ આ ખાસ ફીચરને યુઝર્સ માટે બહુ જલદી રોલઆઉટ કરી શકે છે.

WhatsApp ટેક્સ્ટ એડિટિંગને બનાવશે વધુ સારૂ, ડ્રોઈંગ ટૂલમાં જોડાશે નવા ફીચર્સ
Image Credit source: File Photo

Follow us on

મેટા બેઈઝ્ડ લોકપ્રિય ચેટિંગ એપ્લિકેશન WhatsApp પર હવે ટેક્સ્ટ એડિટિંગમાં સુધારો કરવામાં આવી રહ્યો છે. જે પછી યુઝર્સ ટેક્સ્ટ એડિટિંગ માટે ટેક્સ્ટ એડિટિંગ ટૂલમાં ઘણા શાનદાર ફીચર્સ મળી શકે છે. જો તમે પણ લોકપ્રિય ચેટિંગ એપ WhatsApp નો ઉપયોગ કરો છો તો તમારે આ નવા ફીચર વિશે પણ જાણવું જોઈએ. એક રિપોર્ટ અનુસાર ચેટિંગ એપ આ ખાસ ફીચરને યુઝર્સ માટે બહુ જલ્દી રોલઆઉટ કરી શકે છે.

આ પણ વાંચો: હવે Google Chromeમાં પણ લગાવી શકાશે ફિંગરપ્રિન્ટ લોક, જાહેર થયું નવું અપડેટ

ડ્રોઈંગ ટૂલ્સમાં થઈ રહ્યા છે નવા પ્રયોગો

વાસ્તવમાં, વોટ્સએપ અપડેટ્સ પર નજર રાખતી વેબસાઈટ WABetaInfoના એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ચેટિંગ એપ પોતાના યૂઝર્સના અનુભવમાં સુધારો કરીને એપના ડ્રોઈંગ ટૂલમાં કેટલાક નવા ફેરફાર કરવા જઈ રહી છે. નવા અપડેટ મુજબ યુઝર્સ માટે આ ટૂલ પર ટેક્સ્ટ બેકગ્રાઉન્ડ બદલવાથી લઈને ટેક્સ્ટ અલાઈનમેન્ટમાં ફોન્ટ્સ બદલવા સુધીનું કામ થઈ રહ્યું છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ટેક્સ્ટને હાઈલાઈટ કરીને તમે ટેક્સ્ટના બેકગ્રાઉન્ડને બદલી શકશો

નવા ફીચરમાં યુઝર્સને કોઈ ચોક્કસ ટેક્સ્ટ હાઈલાઈટ કરવાનો વિકલ્પ આપવામાં આવશે. આ ફીચરની મદદથી યુઝર્સ કોઈ ચોક્કસ શબ્દ પર ફોકસ કરવા માટે ટેક્સ્ટના બેકગ્રાઉન્ડને અલગ રંગમાં સેટ કરી શકશે.

ફોન્ટ્સ સાથે ક્રિએટિવિટીને મળશે નવું પ્લેટફોર્મ

એ જ રીતે, યુઝરને એડિટિંગ દરમિયાન પોતાના અનુસાર ફોન્ટ્સ બદલવાનો વિકલ્પ આપવામાં આવશે. આ વિકલ્પ કીબોર્ડની ઉપર જ દેખાશે. આ ફીચરની મદદથી યુઝર્સ પોતાના વીડિયો અને ફોટોમાં વધુ ક્રિએટિવિટી દેખાડી શકશે.

જણાવી દઈએ કે તાજેતરમાં જ વોટ્સએપ પર અનિચ્છનીય કોન્ટેક્ટ્સને બ્લોક કરવા માટે એક નવું ફીચર રજૂ કરવામાં આવ્યું છે. WABetaInfoના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચેટ એપ પર યુઝર્સને ચેટ લિસ્ટ અને નોટિફિકેશન બંને માટે બ્લોક કરવાનો વિકલ્પ આપવામાં આવશે.

Next Article