AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હવે Google Chromeમાં પણ લગાવી શકાશે ફિંગરપ્રિન્ટ લોક, જાહેર થયું નવું અપડેટ

ગૂગલ ક્રોમનું ફિંગરપ્રિન્ટ લોક ફીચર ઈન્કોગ્નિટો મોડ માટે બહાર પાડવામાં આવ્યું છે, જે એક ખાનગી મોડ છે. આ ફીચર ફક્ત એન્ડ્રોઈડ ફોન અને ટેબલેટ યુઝર્સ માટે છે. ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં આ ફીચર ઓન થયા બાદ એપમાંથી બહાર આવતાની સાથે જ ઇન્કોગ્નિટો મોડ લોક થઈ જશે.

હવે Google Chromeમાં પણ લગાવી શકાશે ફિંગરપ્રિન્ટ લોક, જાહેર થયું નવું અપડેટ
Google Chrome Fingerprint LockImage Credit source: Google
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 28, 2023 | 7:33 PM
Share

જો તમે પણ એ વાતથી પરેશાન છો કે કોઈ તમારા ફોનના બ્રાઉઝરની હિસ્ટ્રી જોઈ શકે છે તો તમારા માટે સારા સમાચાર છે. ગૂગલે તેના ક્રોમ બ્રાઉઝર માટે એક નવું સુરક્ષા અપડેટ બહાર પાડ્યું છે. ફિંગરપ્રિન્ટ લોક ફીચર હવે ગૂગલ ક્રોમમાં આવી ગયું છે. ગૂગલ ક્રોમનું ફિંગરપ્રિન્ટ લોક ફીચર ઈન્કોગ્નિટો મોડ માટે બહાર પાડવામાં આવ્યું છે, જે એક ખાનગી મોડ છે.

આ પણ વાંચો: સૌથી પહેલા Google Map નો આ શહેરમાં થયો હતો યુઝ, 2008 માં આવી હતી એપ, આજે લાખો લોકો કરે છે ઉપયોગ

આ ફીચર ફક્ત એન્ડ્રોઈડ ફોન અને ટેબલેટ યુઝર્સ માટે છે. ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં આ ફીચર ઓન થયા બાદ એપમાંથી બહાર આવતાની સાથે જ ઈન્કોગ્નિટો મોડ લોક થઈ જશે.

આ પછી બ્રાઉઝર ખોલવા માટે ફિંગરપ્રિન્ટ સેન્સરનો ઉપયોગ કરવો પડશે. આ ફીચર એ જ રીતે કામ કરશે જે રીતે WhatsAppનું ફિંગરપ્રિન્ટ લોક ફીચર કામ કરે છે. તમને જણાવી દઈએ કે ઈન્કોગ્નિટો મોડ માટે iOS ડિવાઈસ પર પહેલીવાર 2021માં બાયોમેટ્રિક લોક ફીચર જાહેર કરવામાં આવ્યું હતું.

ગૂગલે એક બ્લોગ દ્વારા ગૂગલ ક્રોમના આ ફીચર વિશે માહિતી આપી છે. તેના બ્લોગમાં ગૂગલે કહ્યું છે કે યુઝર્સે ફરીથી ઈન્કોગ્નિટો ટેબ ખોલવા માટે બાયોમેટ્રિક લોકનો ઉપયોગ કરવો પડશે. આવી સ્થિતિમાં હવે ફક્ત તે વ્યક્તિ જેનો ફોન છે તે જ કોઈના ફોનનો ઇન્કોગ્નિટો મોડ ખોલી શકે છે.

આ ફીચરને ગૂગલ ક્રોમના સેટિંગમાં જઈને ઓન કરી શકાય છે. સેટિંગમાં ગયા પછી, તમને પ્રાઈવસી અને સિક્યોરિટીમાં ઇનેબલ લૉક ઈન્કોગ્નિટો ટૅબનો વિકલ્પ મળશે, જેને ઇનેબલ કરવું પડશે. આ ફીચર ઓન થયા બાદ અનલોક કરવા માટે ફિંગરપ્રિન્ટ, ફેસ આઈડી, પેટર્ન અથવા પિનનો ઉપયોગ કરવો પડશે.

આ ઉપરાંત ટેક જાયન્ટ ગૂગલે જણાવ્યું હતું કે ઉત્પાદકો સ્માર્ટફોન પર પ્રી-ઇન્સ્ટોલેશન માટે વ્યક્તિગત Google એપ્સને લાઇસન્સ કરી શકશે અને એન્ડ્રોઇડ વપરાશકર્તાઓ પાસે હવે તેમના ડિવાઈસ પર ડિફોલ્ટ સર્ચ એન્જિન પસંદ કરવાનો વિકલ્પ હશે. નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યુનલના આદેશ સામે સુપ્રીમ કોર્ટે ગૂગલને કોઈપણ વચગાળાની રાહત આપવાનો ઇનકાર કર્યા પછી આ પગલું લેવામાં આવ્યું છે, જેણે કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI) ના અવિશ્વાસના નિર્ણયને સમર્થન આપ્યું હતું.

g clip-path="url(#clip0_868_265)">