WhatsApp નું નવું ફરમાન, UPI યુઝર્સએ બતાવવું પડશે ‘કાનૂની’ નામ, જાણો તેનાથી શું થશે ફાયદો
ઘણા કિસ્સાઓમાં, એવું જોવામાં આવ્યું છે કે ઓનલાઈન પેમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરતા કેટલાક વપરાશકર્તાઓના અલગ-અલગ પ્રોફાઇલ નામ અને અલગ-અલગ બેંક એકાઉન્ટ હોય છે.
વોટ્સએપે (WhatsApp)તેની એપ પર યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI) આધારિત પેમેન્ટ સુવિધા શરૂ કરી હોય તેવા યુઝર્સના “કાનૂની” નામો ઓળખવાનું શરૂ કર્યું છે. ઘણા કિસ્સાઓમાં, એવું જોવામાં આવ્યું છે કે ઓનલાઈન પેમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરતા કેટલાક વપરાશકર્તાઓના અલગ-અલગ પ્રોફાઇલ નામ અને અલગ-અલગ બેંક એકાઉન્ટ હોય છે. જે લોકો WhatsApp દ્વારા પેમેન્ટ મેળવે છે તેમને પણ WhatsApp આ નામો શોધીને બતાવશે. મેટા-માલિકીની ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશને જણાવ્યું હતું કે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) દ્વારા નિર્ધારિત UPI માર્ગદર્શિકાનું પરિણામ છે, જેનો હેતુ છેતરપિંડી રોકવાનો છે.
નવા અપડેટ વિશે વપરાશકર્તાઓને સૂચિત કરવા માટે, WhatsAppએ તેની એપ્લિકેશનમાં એક નોટિફિકેશન રોલ આઉટ કરવાનું શરૂ કર્યું છે જેમાં કાયદાકીય નામની જરૂરિયાતની વિગતો આપતા FAQ ની લિંક છે. આનો સૌથી મોટો ફાયદો એ થશે કે જ્યારે કોઈ યુઝર વોટ્સએપ દ્વારા પેમેન્ટ કરે છે, ત્યારે તે UPI યુઝરનું લીગલ નામ જોઈ શકશે કે જેમને તે પેમેન્ટ કરી રહ્યા છે.
NPCIએ માર્ગદર્શિકા બહાર પાડી
NPCI દ્વારા જાહેર કરાયેલ માર્ગદર્શિકાને અનુસરીને, માર્ચના અંતથી Android અને iOS બંને પર વપરાશકર્તાઓ માટે સૂચનાઓ શરૂ કરવામાં આવી છે. તે WhatsApp ના હેલ્પ સેક્શનમાં નવા શોર્ટકટ તરીકે દેખાય છે, જેનું નામ અબાઉટ UPI પેમેન્ટ્સ અને કાનૂની નામ(About UPI payments and legal name)છે, જે FAQ પેજની લિંક આપે છે. આમાં પ્રશ્ન પૂછવામાં આવ્યો છે- તમારા બેંક ખાતા સાથે સંકળાયેલું નામ તે છે જે શેર કરવામાં આવશે.
સામાન્ય રીતે, WhatsApp વપરાશકર્તાઓ પાસે 25 અક્ષરો સુધીનું કોઈપણ નામ પસંદ કરવાનો વિકલ્પ હોય છે જેનો તેઓ એપ્લિકેશન પર ઉપયોગ કરવા માંગતા હોય. વપરાશકર્તાઓ પોતાને અલગ બનાવવા માટે તેમના પ્રોફાઇલ નામમાં ઇમોજી પણ સમાવી શકે છે. જો કે, નવી આવશ્યકતાએ એપ માટે તેના યુઝર્સના વાસ્તવિક નામો ઓળખવા અને શેર કરવા, તેમના બેંક ખાતાઓ મુજબ ફરજિયાત બનાવ્યા છે.
વોટ્સએપ અનુસાર, છેતરપિંડીથી બચવા માટે UPI માર્ગદર્શિકા અનુસાર, ટ્રાન્ઝેક્શન દરમિયાન ચૂકવણી કરનારને વપરાશકર્તાનું નામ બતાવવામાં આવશે. WhatsApp UPI PIN સ્ક્રીન પર વપરાશકર્તાઓના નામ બતાવે છે. જો કે અન્ય UPI આધારિત પેમેન્ટ એપને સાઇનઅપ સમયે તેમના કાનૂની નામ સહિત સાચી વિગતોની જરૂર હોય છે.