WhatsApp ના પ્રોફાઈલ ફોટોમાં રાખી શકાશે 3D Avatar, આવી રહ્યું છે જબરદસ્ત નવું ફીચર

|

Aug 15, 2022 | 11:47 AM

મળેલી માહિતી મુજબ WhatsApp ટૂંક સમયમાં એક એવું ફીચર લાવી શકે છે જેમાં યુઝર્સ પ્રોફાઈલ ફોટો (Profile Photo)માં અવતાર લગાવી શકશે. ચાલો જાણીએ આ ફીચર ક્યારથી યુઝર્સ માટે રોલઆઉટ થશે.

WhatsApp ના પ્રોફાઈલ ફોટોમાં રાખી શકાશે 3D Avatar, આવી રહ્યું છે જબરદસ્ત નવું ફીચર
WhatsApp Updates
Image Credit source: Google

Follow us on

વોટ્સએપ (WhatsApp) નવા અપડેટ રજૂ કરે છે, જેથી યુઝર્સને નવા ફીચર્સ મળે. હવે જાણવા મળ્યું છે કે Meta ની ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsApp એક એવા ફીચર પર કામ કરી રહ્યું છે જે યૂઝર્સ પ્રોફાઈલ ફોટોમાં પોતાનો અવતાર (3D Avatar)લગાવી શકશે. WABetaInfo તરફથી મળેલી માહિતી મુજબ WhatsApp ટૂંક સમયમાં એક એવું ફીચર લાવી શકે છે જેમાં યુઝર્સ પ્રોફાઈલ ફોટો (Profile Photo)માં અવતાર લગાવી શકશે.

જાણકારી માટે તમને જણાવી દઈએ કે વોટ્સએપ હાલમાં ચેટમાં મોકલવા માટે ઈમોજી, GIF અને સ્ટિકર્સ ઓફર કરે છે.પરંતુ હવે એવા અહેવાલ છે કે WhatsApp એનિમેટેડ WhatsApp અવતાર લાવશે. વોટ્સએપ વીડિયો કૉલ દરમિયાન અવતારનો ઉપયોગ માસ્ક તરીકે કરવાની મંજૂરી આપશે. વપરાશકર્તાઓ તેમને વ્યક્તિગત અને ગ્રુપ ચેટમાં સ્ટીકર તરીકે પણ શેર કરી શકશે.

જાણકારી માટે આપને જણાવી દઈએ કે 3D અવતાર પહેલાથી જ ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક મેસેન્જર પર ઉપલબ્ધ છે અને હવે ટૂંક સમયમાં તેને WhatsApp પર પણ રજૂ કરવામાં આવશે. WABetaInfo એ અગાઉ અહેવાલ આપ્યો હતો કે આ સુવિધા ડેવલપમેન્ટના તબક્કામાં છે, અને તે આગામી અપડેટ્સમાં રજૂ કરવામાં આવે તેવી અપેક્ષા છે.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

આ ફીચરની ખાસ વાત એ હશે કે ચેટમાં શેર કરવાની સાથે યુઝર્સ અવતારને પ્રોફાઈલ ફોટો તરીકે પણ સેટ કરી શકશે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે યુઝર્સ પ્રોફાઇલ ફોટોમાં ઉપયોગ કરવા માટે બેકગ્રાઉન્ડ કલર પસંદ કરીને અવતારને કસ્ટમાઇઝ કરી શકશે.

નવા ફીચરનો સ્ક્રીનશોટ સામે આવ્યો

આ આગામી ફીચરનો સ્ક્રીનશોટ પણ શેર કરવામાં આવ્યો છે, જે એન્ડ્રોઇડના વોટ્સએપ બીટામાંથી લેવામાં આવ્યો છે. જો કે, અહેવાલ છે કે અવતાર પ્રોફાઇલ ફોટો સેટ કરવાની સુવિધા iOS અને ડેસ્કટોપ બીટા માટે પણ રજૂ કરવામાં આવશે.

Screenshot

‘અવતાર’ શું છે?

સૌ પ્રથમ આપણે જાણીએ કે અવતાર શું છે. Snapchat જેવા કેટલાક ઓનલાઈન પ્લેટફોર્મે યુઝર્સને પોતાનો 3D અવતાર બનાવવાની સુવિધા આપી છે. 3D અવતાર એ તમારું કાર્ટૂન છે, જે તમારી વર્ચ્યુઅલ હાજરી દર્શાવે છે. અલગ-અલગ ઓનલાઈન પ્લેટફોર્મ પર અવતાર પણ માણસોની જેમ ચાલે છે અને ચહેરા પરથી અલગ-અલગ હાવભાવ આપે છે. વપરાશકર્તાઓ તેમના અવતારનો ઉપયોગ ઈન્ટરનેટ ફોરમ, ચેટ રૂમ, વીડિયો ગેમ્સ વગેરેમાં કરે છે.

Next Article