Android માટે નહીં પરંતુ iOS માટે WhatsApp લાવી રહ્યું છે આ ખાસ ફિચર્સ, વધુ સારૂ બનશે ચેટિંગ

|

May 31, 2022 | 9:57 AM

યુઝર્સ આ ફીચરનો ઉપયોગ પર્સનલ ચેટ્સ અને ગ્રુપ ચેટ્સ પર કરી શકે છે. iOS માટે સુધારેલ મેસેજ રિએક્શન વિશેની માહિતી Wabitinfo દ્વારા શેર કરવામાં આવી છે, જે WhatsAppના અપકમિંગ ફીચર્સને ટ્રૅક કરે છે.

Android માટે નહીં પરંતુ iOS માટે WhatsApp લાવી રહ્યું છે આ ખાસ ફિચર્સ, વધુ સારૂ બનશે ચેટિંગ
WhatsApp
Image Credit source: File Photo

Follow us on

ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપે (WhatsApp) ગયા મહિને જ મેસેજ રિએક્શન ફીચર્સ બહાર પાડ્યા હતા અને હવે તે iOS યુઝર્સ માટે આ ફીચર્સમાં સુધારો કરવા જઈ રહ્યું છે. મેસેજ રિએક્શન ફીચર્સ (Reaction Feature) હેઠળ યુઝર્સ 6 ઈમોજીમાંથી કોઈપણ એકનો ઉપયોગ કરી શકે છે, જે આગળના મેસેજ પર કોર્નર પર દેખાશે. યુઝર્સ આ ફીચરનો ઉપયોગ પર્સનલ ચેટ્સ અને ગ્રુપ ચેટ્સ પર કરી શકે છે. iOS માટે સુધારેલ મેસેજ રિએક્શન વિશેની માહિતી Wabitinfo દ્વારા શેર કરવામાં આવી છે, જે WhatsAppના અપકમિંગ ફીચર્સને ટ્રૅક કરે છે.

રિપોર્ટ્સ અનુસાર, આ રિએક્શન ફીચર iOS માટે WhatsAppના બીટા વર્ઝન 22.12.0.70માં સામેલ કરવામાં આવશે. આવનારા સમયમાં આ ફીચર ફોટો અને આલ્બમ પર રિએક્શનના ફીચર્સ પણ આપશે. બધા ફોટા હાલમાં મેસેજ પ્રાપ્તકર્તાને આલ્બમ તરીકે દેખાય છે અને એક જ સમયે તેના પર પ્રતિક્રિયા આપી શકાય છે. નવું અપડેટ આવ્યા બાદ યુઝર્સ એક પછી એક તમામ ફોટો પર અલગ-અલગ રિએક્શન આપી શકશે.

કેવી રીતે કરી શકશો ઉપયોગ

રિપોર્ટ્સ અનુસાર, WhatsAppના આ સુધારેલા રિએક્શન ફીચર્સ ઈન્સ્ટાગ્રામના ડાયરેક્ટ મેસેજ જેવા દેખાઈ શકે છે. આ માટે યુઝર્સે પ્લસ બટન પર ક્લિક કરવાનું રહેશે, જે લાંબા સમય સુધી પ્રેસ કર્યા પછી દેખાશે. આ પછી તમે કોઈપણ મનપસંદ ઇમોજી પ્રતિક્રિયાનો ઉપયોગ કરી શકો છો.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

ટુંક સમયમાં જ સ્ટેબલ વર્ઝન માટે રિલીઝ થશે

બીટા વર્ઝન હેઠળ, આ ફીચર્સ ઘણા વપરાશકર્તાઓને ટેસ્ટિંગ માટે મોકલવામાં આવશે. તમામ ટેસ્ટિંગ પૂર્ણ થયા પછી, આ લેટેસ્ટ ફીચર્સ સ્ટેબલ વર્ઝન માટે રિલીઝ કરવામાં આવશે. બીટા વર્ઝન હેઠળના વર્ઝનનો ઉપયોગ કરવાની અમે ભલામણ કરતા નથી, કારણ કે તેમાં એપ્લિકેશનને ક્રેશ થવાની સંભાવના છે. આ એક ટેસ્ટિંગ એપ છે, જે ભૂલોથી ભરપૂર છે, સ્ટેબલ વર્ઝન એ અંતિમ વર્ઝન છે, જેના હેઠળ બધું જ સુરક્ષિત છે.

મેટાની માલિકીની આ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ સતત અપડેટ કરવામાં આવે છે અને તેમાં નવી સુવિધાઓ ઉમેરવામાં આવી છે. આ ફીચર્સને કારણે યુઝર્સને આ પ્લેટફોર્મ પર હંમેશા નવીનતા જોવા મળે છે. ઉપરાંત, તેમાં સિંપલથી લઈને યુઝર ઈન્ટરફેસ સુધીના ઘણા ફીચર્સ છે.

Next Article