Google પર આ શબ્દો સર્ચ કરવાની સજા જાણો છો ? જેલ અને દંડ થઈ શકે છે

|

May 11, 2022 | 1:05 PM

ઘણી વખત યુઝર્સ Google પર એવી વસ્તુઓ સર્ચ (Google Search) કરે છે જે તેમને મુશ્કેલીમાં મુકી શકે છે. જોકે, ગૂગલ સુરક્ષાને લઈને ખૂબ જ સાવધ છે. સુરક્ષા સંબંધિત કંપનીની પોતાની અલગ પોલિસી છે.

Google પર આ શબ્દો સર્ચ કરવાની સજા જાણો છો ? જેલ અને દંડ થઈ શકે છે
Symbolic Image
Image Credit source: File Photo

Follow us on

આપણે બધા ગૂગલનો ઉપયોગ કરીએ છીએ. આ એક એવું પ્લેટફોર્મ છે જ્યાંથી તમે કોઈપણ પ્રશ્નનો જવાબ મેળવી શકો છો. પરંતુ ઘણી વખત યુઝર્સ તેના પર એવી વસ્તુઓ સર્ચ (Google Search)કરે છે જે તેમને મુશ્કેલીમાં મુકી શકે છે. જોકે, ગૂગલ સુરક્ષાને લઈને ખૂબ જ સાવધ છે. સુરક્ષા સંબંધિત કંપનીની પોતાની અલગ નીતિ છે, જેનું તે આક્રમકપણે પાલન કરે છે. આપને જણાવી દઈએ કે જે દેશમાંથી ગૂગલ ઓપરેટ કરે છે તે દેશના સ્થાનિક નિયમોનું પાલન કરે છે. આવી સ્થિતિમાં, તમારે Google પર કંઈપણ સર્ચ કરતા પહેલા સાવચેત રહેવાની જરૂર છે. જો તમે ભૂલથી પણ અહીં નીચે આપેલી આ 6 વસ્તુઓ સર્ચ કરી લીધી હોય તો તે તમને ભારે પડી શકે છે.

ચાઈલ્ડ પોર્ન

ભારત સરકાર આ વિષય પર ખૂબ જ કડક છે. જો તમે આ વિષયને ગૂગલ પર સર્ચ કર્યો છે, તો પોસ્કો એક્ટ 2012ની કલમ 14 હેઠળ તમને 5 વર્ષથી 7 વર્ષની જેલની સજા થઈ શકે છે. તમને Google પર ચાઇલ્ડ પોર્ન જોવું અને શેર કરવું ભારે પડી શકે છે.

પીડિતાનું નામ અને ફોટો શેર કરવો

છેડતી અથવા દુર્વ્યવહારનો ભોગ બનેલી પીડિતાનો ફોટો અથવા નામ શેર કરવું ગેરકાયદેસર છે. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે કોઈપણ વ્યક્તિ આવી કોઈ મહિલાનો ફોટો પ્રિન્ટ, ઈલેક્ટ્રોનિક અથવા સોશિયલ મીડિયા વગેરે પર પોસ્ટ કરી શકશે નહીં. આમ કરવા બદલ જેલ થઈ શકે છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

ફિલ્મ પાઈરેસી

જો તમે ફિલ્મ પાયરસીમાં સંડોવાયેલા હોવ તો તમને સિનેમેટોગ્રાફી એક્ટ 1952 હેઠળ ઓછામાં ઓછી 3 વર્ષની જેલ થઈ શકે છે અને 10 લાખ રૂપિયાનો દંડ ભરવો પડી શકે છે.

ગર્ભપાત

જો તમે ગૂગલ પર સર્ચ કરો છો કે ગર્ભપાત કેવી રીતે કરવો તો તે ગેરકાયદેસર છે. આમ કરવાથી તમને જેલ પણ થઈ શકે છે. ગૂગલ પર ગર્ભપાતની પદ્ધતિઓ શોધવી એ પણ ગુનાની શ્રેણીમાં આવે છે. ભારતીય કાયદા મુજબ ડૉક્ટરની સલાહ લીધા વિના ગર્ભપાત કરાવી શકાતો નથી.

ખાનગી ફોટા અને વીડિયો

માત્ર ગુગલ પર જ નહીં, કોઈનો પણ ફોટો અથવા વીડિયો વગર તેમની મંજૂરીએ શેર કરવો ગુનો છે. તેનાથી તમને જેલ પણ થઈ શકે છે.

બૉમ પ્રોસેસ

ઘણીવાર લોકો ગૂગલ પર એવી વસ્તુઓ સર્ચ કરે છે, જેનો તેમને કોઈ મતલબ નથી હોતો. બોમ્બ કેવી રીતે બનાવવો વગેરે જેવી શંકાસ્પદ વસ્તુઓની શોધ કરશો નહીં. કારણ કે, આ ગતિવિધિઓ પર સાયબર સેલ દ્વારા નજર રાખવામાં આવે છે. તેનાથી તમારા કમ્પ્યુટર અથવા લેપટોપનું IP એડ્રેસ સીધું જ સુરક્ષા એજન્સીઓ સુધી પહોંચે છે. આમ કરવાથી તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. સુરક્ષા એજન્સીઓ તમારી વિરુદ્ધ કાર્યવાહી કરી શકે છે. જેમાં તમારે જેલ પણ જવું પડી શકે છે.

Next Article