SBI ગ્રાહકો માટે મહત્વની સુવિધા શરૂ, બેન્ક ગયા વગર વોટ્સએપથી થશે બેંકના ઘણા કામ

દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (State Bank Of India)એ પણ WhatsApp બેંકિંગની સુવિધા શરૂ કરી છે. હવે તમે એસબીઆઈના વોટ્સએપ નંબર પર ચેટ દ્વારા બેંક આ સેવાઓનો લાભ લઈ શકો છો.

SBI ગ્રાહકો માટે મહત્વની સુવિધા શરૂ, બેન્ક ગયા વગર વોટ્સએપથી થશે બેંકના ઘણા કામ
State Bank of India Image Credit source: File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 19, 2022 | 1:41 PM

ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપ (WhatsApp)આપણા જીવનનો મહત્વનો ભાગ બની ગયો છે. ફેમેલી હોય કે ઓફિસનું કામ હોય, તે દરેક જગ્યાએ કોમ્યુનિકેશનનો સરળ રસ્તો બની ગયો છે. હવે ઘણી બેંકો વોટ્સએપ દ્વારા બેંકિંગ (Banking)સુવિધા પૂરી પાડી રહી છે. આ દરમિયાન દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા(State Bank Of India)એ પણ WhatsApp બેંકિંગની સુવિધા શરૂ કરી છે. હવે તમે એસબીઆઈના વોટ્સએપ નંબર પર ચેટ દ્વારા બેંક બેલેન્સ અને મિની સ્ટેટમેન્ટની માહિતી સહિત ઘણી સેવાઓનો લાભ લઈ શકો છો.

SBI WhatsApp બેન્કિંગ માટે નોંધણી જરૂરી

SBI WhatsApp બેન્કિંગ હેઠળ કોઈપણ સેવા મેળવવા માટે, તમારે પહેલા નોંધણી કરાવવી પડશે. આ માટે તમારે WAREG ટાઈપ કરવાનો રહેશે, ત્યારબાદ સ્પેસ આપીને તમારો એકાઉન્ટ નંબર લખીને 7208933148 પર SMS મોકલવો પડશે. આ મેસેજ મોકલવો ખૂબ જ સરળ છે, તેનું ફોર્મેટ જુઓ – WAREG <space>એકાઉન્ટ નંબર અને તેને 7208933148 પર મોકલો. તમારે એક વાતનું ધ્યાન રાખવું પડશે કે આ મેસેજ એ જ નંબર પરથી મોકલો જે તમારા SBI એકાઉન્ટમાં રજીસ્ટર્ડ છે.

વોટ્સએપ પર સેવ કરો આ નંબર 90226 90226

SBI WhatsApp બેંકિંગ માટે સફળતાપૂર્વક નોંધણી કરાવ્યા પછી, તમારા WhatsApp નંબરને SBIના નંબર 90226 90226 પરથી આપમેળે એક સંદેશ પ્રાપ્ત થશે. આ સિવાય તમે આ નંબર સેવ પણ કરી શકો છો.

ચેટિંગ શરૂ કરો

  • હવે Hi અથવા Hi SBI લખો. આ પછી SBI તરફથી આ મેસેજ આવશે-
  • Dear Customer,
  • Welcome to SBI WhatsApp Banking Services!
  • Please choose from any of the options below.
  • 1. Account Balance
  • 2. Mini Statement
  • 3. De-register from WhatsApp Banking
  • You may also type your query to get started.

હવે તમારા તરફથી 1 ટાઈપ કરવાથી બેંક બેલેન્સની માહિતી આપવામાં આવશે, જ્યારે 2 ટાઈપ કરવાથી છેલ્લા 5 ટ્રાન્ઝેક્શનના મિની સ્ટેટમેન્ટની માહિતી મળશે. એસબીઆઈ વોટ્સએપ બેંકિંગમાં નોંધણી રદ કરવા માટે, તમારે 3 લખવો પડશે.

હાલ આ સુવિધાઓ મળશે

  • એકાઉન્ટ બેલેન્સ
  • મીની સ્ટેમેન્ટ
  • એસબીઆઈ વોટ્સએપ બેંકિંગ સાથે ડી-રજીસ્ટર કરો

તમે 24×7 સુવિધાઓનો લાભ લઈ શકો છો

SBI ના WhatsApp બેંકિંગ સાથે, તમે 24×7 બેંકિંગ સુવિધાઓનો આનંદ માણી શકો છો. તમે તમારું બેલેન્સ, મિની સ્ટેટમેન્ટ ચેક કરવા સહિત અન્ય ઘણી સુવિધાઓનો લાભ લઈ શકો છો.

Latest News Updates

વ્યારાની APMCમાં ચોખાના મહત્તમ ભાવ રૂપિયા 2150 રહ્યા
વ્યારાની APMCમાં ચોખાના મહત્તમ ભાવ રૂપિયા 2150 રહ્યા
Weather Forecast : રાજ્યમાં વાદળછાયા વાતાવરણ સાથે રહેશે વરસાદી માહોલ
Weather Forecast : રાજ્યમાં વાદળછાયા વાતાવરણ સાથે રહેશે વરસાદી માહોલ
હરામીનાળાથી પાસેથી ઘુસણખોર પાકિસ્તાની ધુવડ પક્ષી સાથે ઝડપાયો
હરામીનાળાથી પાસેથી ઘુસણખોર પાકિસ્તાની ધુવડ પક્ષી સાથે ઝડપાયો
આ રાશિ જાતકોને આજે કાર્યસ્થળે સફળતા મળશે
આ રાશિ જાતકોને આજે કાર્યસ્થળે સફળતા મળશે
Surat : ACBએ છટકું ગોઠવી PSIના વચેટિયાને લાંચ લેતા ઝડપ્યો
Surat : ACBએ છટકું ગોઠવી PSIના વચેટિયાને લાંચ લેતા ઝડપ્યો
રાજ્યમાં સુરેન્દ્રનગરના ચુડામાં 3 કલાકમાં ખાબ્યો 5 ઈંચ વરસાદ
રાજ્યમાં સુરેન્દ્રનગરના ચુડામાં 3 કલાકમાં ખાબ્યો 5 ઈંચ વરસાદ
ખેલ મહાકુંભ 20.0ના રજીસ્ટ્રેશન કર્ટેઈન રેઝર ઈવન્ટનો પ્રારંભ
ખેલ મહાકુંભ 20.0ના રજીસ્ટ્રેશન કર્ટેઈન રેઝર ઈવન્ટનો પ્રારંભ
સરદાર સરોવર ડેમમાંથી છોડાયેલા પાણીને કારણે ત્રણ જિલ્લામાં પૂરની સ્થિતિ
સરદાર સરોવર ડેમમાંથી છોડાયેલા પાણીને કારણે ત્રણ જિલ્લામાં પૂરની સ્થિતિ
રાજુલા- જાફરાબાદમાં શ્રીકાર વરસાદ, ધાતરવડી- 2 ડેમ થયો ઓવરફ્લો
રાજુલા- જાફરાબાદમાં શ્રીકાર વરસાદ, ધાતરવડી- 2 ડેમ થયો ઓવરફ્લો
Gujarati Video : નર્મદાના કાંઠાના ગામોમાં હજારો હેકટર ખેતીને નુકસાન
Gujarati Video : નર્મદાના કાંઠાના ગામોમાં હજારો હેકટર ખેતીને નુકસાન