AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હવે તમારે સ્પામ કોલથી નહીં થવુ પડે પરેશાન, Truecaller સપોર્ટ ટૂંક સમયમાં WhatsApp પર થશે ઉપલબ્ધ

નવા ફીચરની રજૂઆત બાદ યુઝર્સને સ્પામ કોલ ડિટેક્ટ કરવામાં મદદ મળશે. ટ્રુકોલરના સીઈઓ એલન મામેડીએ જણાવ્યું હતું કે આ ફીચર હાલમાં બીટામાં છે અને મેના અંતમાં વૈશ્વિક સ્તરે રોલઆઉટ કરવામાં આવશે.

હવે તમારે સ્પામ કોલથી નહીં થવુ પડે પરેશાન, Truecaller સપોર્ટ ટૂંક સમયમાં WhatsApp પર થશે ઉપલબ્ધ
Truecaller support on WhatsApp
TV9 Gujarati
| Edited By: | Updated on: May 09, 2023 | 9:31 AM
Share

જો તમે પણ સ્પામ કોલથી પરેશાન છો, તો હવે તમારા માટે સારા સમાચાર છે. રિપોર્ટ અનુસાર, Truecaller ટૂંક સમયમાં જ તેની કોલર આઈડેન્ટિફિકેશન સર્વિસ WhatsApp અને અન્ય મેસેજિંગ એપ્સ પર ઉપલબ્ધ કરાવશે. નવા ફીચરની રજૂઆત બાદ યુઝર્સને સ્પામ કોલ ડિટેક્ટ કરવામાં મદદ મળશે. ટ્રુકોલરના સીઈઓ એલન મામેડીએ જણાવ્યું હતું કે આ ફીચર હાલમાં બીટામાં છે અને મેના અંતમાં વૈશ્વિક સ્તરે રોલઆઉટ કરવામાં આવશે.

આ પણ વાંચો: રેસિડેન્શિયલ પ્રોપર્ટીઓના ભાવમાં ઉછાળા સાથે ભારતના રિયલ એસ્ટેટ માર્કેટમાં તેજી આવી, મકાનોની ઉંચી કિંમતના મામલે ક્યા સ્થાને છે અમદાવાદ?

ટૂંક સમયમાં વોટ્સએપ પર સપોર્ટ ઉપલબ્ધ થશે

Truecallerના 2021ના અહેવાલ મુજબ, ભારત જેવા દેશોમાં ટેલિમાર્કેટિંગ અને સ્કેમિંગ કૉલ્સ વધી રહ્યા છે, જ્યાં વપરાશકર્તાઓ દર મહિને સરેરાશ 17 સ્પામ કૉલ મેળવે છે. ભારતના ટેલિકોમ રેગ્યુલેટરે ફેબ્રુઆરીમાં જિયો અને એરટેલ જેવા ટેલિકોમ ઓપરેટરોને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ફિલ્ટર્સનો ઉપયોગ કરીને તેમના નેટવર્ક પર ટેલિમાર્કેટિંગ કૉલ્સને બ્લોક કરવાનું શરૂ કરવાનો આદેશ આપ્યો હતો.

Truecallerએ કહ્યું છે કે તે આવા ઉકેલને લાગુ કરવા માટે ટેલિકોમ ઓપરેટરો સાથે ચર્ચા કરી રહી છે. આપને જણાવી દઈએ કે, Truecaller માટે, ભારત 250 મિલિયન યુઝર્સ સાથે તેનું સૌથી મોટું માર્કેટ છે.

કોલ ફોરવર્ડિંગ કૌભાંડ લોકોને શિકાર બનાવી રહ્યું છે

સ્કેમર્સ મોબાઇલ નેટવર્ક ઓપરેટર તરીકે ઓળખ આપીને કોલ કરી રહ્યા છે અને લોકો પાસેથી જંગી નાણાં લૂંટી રહ્યા છે. આ કૌભાંડ એટલું ખતરનાક બની ગયું છે કે Truecaller પોતે તેના બ્લોગમાં તેના વિશે અને તેનાથી કેવી રીતે બચી શકાય તેની માહિતી આપી છે. ટ્રુકોલરના જણાવ્યા અનુસાર, સ્કેમર્સ લોકોને કોલ કરવા માટે મોબાઈલ ઓપરેટર અથવા ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર (ISPs) તરીકે દર્શાવી રહ્યા છે અને તેમને 401 થી શરૂ થતો વિશેષ નંબર ડાયલ કરવાની વિનંતી કરી રહ્યા છે.

આ સિવાય હવે મેટા-માલિકીનું WhatsApp Android માટે એક નવા ફીચર પર કામ કરી રહ્યું છે. આ નવા ફીચરનું નામ ‘એડમિન રિવ્યુ’ છે. આ ફીચર હેઠળ ગ્રુપ એડમિનને તેમના ગ્રુપને વધુ સારી રીતે મોડરેટ કરવામાં મદદ કરવામાં આવશે. આ નવું ફીચર એડમિનને વધુ જવાબદાર બનાવશે, અને એક નવો પાવર પણ આપશે.

ટેકનોલોજીના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ફોન અને ગેઝેટ સાથે જોડાયેલા તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">