Tech News : Netflix યુઝર્સ માટે માઠા સમાચાર, હવે પાસવર્ડ શેરીંગ માટે આપવો પડશે ચાર્જ

ઓટીટીની દુનિયામાં નેટફ્લિક્સ (Netflix)અને એમેઝોન પ્રાઇમ વીડિયો(Amazon Prime Video)જેવા ઓટીટી પ્લેટફોર્મનું પણ પ્રભુત્વ છે. આ પ્લેટફોર્મ્સ પર મૂવી અથવા કોઈપણ વેબ સિરીઝ જોવા માટે, વ્યક્તિએ ઓટીટી (OTT)પ્લેટફોર્મ પર સબ્સ્ક્રાઇબ કરવું પડે છે.

Tech News : Netflix યુઝર્સ માટે માઠા સમાચાર, હવે પાસવર્ડ શેરીંગ માટે આપવો પડશે ચાર્જ
Symbolic ImageImage Credit source: File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 16, 2022 | 12:18 PM

મનોરંજનની દુનિયા સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. હવે OTT પ્લેટફોર્મે મોટી સ્ક્રીનનું સ્થાન લીધું છે. નવી મૂવી હોય કે સિરિયલ, બધું જ OTT પર ઉપલબ્ધ છે. ઓટીટીની દુનિયામાં નેટફ્લિક્સ (Netflix) અને એમેઝોન પ્રાઇમ વીડિયો (Amazon Prime Video) જેવા ઓટીટી પ્લેટફોર્મનું પણ પ્રભુત્વ છે. આ પ્લેટફોર્મ્સ પર મૂવી અથવા કોઈપણ વેબ સિરીઝ જોવા માટે, વ્યક્તિએ ઓટીટી (OTT) પ્લેટફોર્મ પર સબ્સ્ક્રાઇબ કરવું પડશે.

ઘણા લોકો OTT પ્લેટફોર્મનો પાસવર્ડ એકબીજા વચ્ચે શેર કરે છે. ઘણા લોકો સમાન પાસવર્ડ પર OTT પ્લેટફોર્મનો આનંદ માણે છે. પણ હવે આવું નહીં થાય. નેટફ્લિક્સે પાસવર્ડ શેરિંગને નિયંત્રિત કરવા માટે નવો પ્લાન તૈયાર કર્યો છે.

એવું જાણવા મળ્યું છે કે Netflix આ વર્ષના અંત સુધીમાં પાસવર્ડ શેરિંગ સુવિધા સમાપ્ત કરી દેશે. પાસવર્ડ શેર કરનારા યુઝર્સે અલગથી ચાર્જ ચૂકવવો પડશે. નવા નિયમના અમલ પછી, વપરાશકર્તાઓ તેમના નેટફ્લિક્સ એકાઉન્ટનો પાસવર્ડ તેમના મિત્રો સાથે શેર કરી શકશે નહીં. નવો નિયમ ક્યારે અમલમાં આવશે તેની કોઈ માહિતી નથી. પરંતુ, એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વર્ષે ઓક્ટોબર સુધીમાં આ અંગે નિર્ણય લેવામાં આવી શકે છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

ન્યૂયોર્ક ટાઈમ્સના એક અહેવાલ મુજબ નેટફ્લિક્સે કેટલાક દેશોમાં પગલાં લેવાનું શરૂ કરી દીધું છે. Netflix એવા યૂઝર્સ પાસેથી વધારાનો ચાર્જ વસૂલ કરે છે જેમણે પોતાનો પાસવર્ડ કોઈ અન્ય સાથે શેર કર્યો છે. Netflix એ આ એકાઉન્ટ્સ પર 2.99 ડોલર​​નો સરચાર્જ ઉમેર્યો છે.

કારણ શું છે

નેટફ્લિક્સ તેના સબ્સ્ક્રાઇબર્સને સતત ગુમાવી રહ્યું છે. આ વર્ષના પ્રથમ ત્રણ મહિનામાં નેટફ્લિક્સે 2 લાખથી વધુ ગ્રાહકો ગુમાવ્યા છે. Netflix કહે છે કે આ પ્લેટફોર્મના લગભગ 100 મિલિયન યુઝર્સ પાસવર્ડ શેર કરીને કન્ટેન્ટ જુએ છે. જેના કારણે પાસવર્ડ શેરિંગ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

નેટફ્લિક્સનો સૌથી સસ્તો પ્લાન

વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ નેટફ્લિક્સનો સૌથી સસ્તો સબસ્ક્રિપ્શન પ્લાન 149 રૂપિયાનો છે. આ પ્લાન હેઠળ યુઝર્સને એક મહિના સુધીની વેલિડિટી મળશે. આ પ્લાન હેઠળ યુઝર્સ ઘણી બધી મૂવીઝ, ઓરિજિનલ વેબ સિરીઝ અને ઘણી બધી યુનિક કન્ટેન્ટ જોઈ શકે છે. Netflixનો પ્રારંભિક પ્લાન 149 રૂપિયાનો છે અને તે માત્ર મોબાઈલ પર જ ચલાવી શકાય છે. તમે તેનો ઉપયોગ ટેબ પર પણ કરી શકો છો.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">