એક નહીં, Multiple Pictures પર અટકી જશે બધાની નજર, યુઝ કરો Instagramનુ આ ફીચર

આ ફીચરની સારી વાત એ છે કે તમારે મલ્ટિપલ ફોટોને કોલાજ કરવા માટે કોઈ અલગ કોલાજ એપની જરૂર નથી. ઇન્સ્ટાગ્રામના આ ફીચરની મદદથી તમે એક નહીં પણ અનેક તસવીરો પોસ્ટ કરી શકો છો. અમે અહીં ઈન્સ્ટાગ્રામના એક ગજબ ફીચર વિશે વાત કરી રહ્યા છીએ.

એક નહીં, Multiple Pictures પર અટકી જશે બધાની નજર, યુઝ કરો Instagramનુ આ ફીચર
Instagram Latest Updates
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 21, 2023 | 1:55 PM

ઘણીવાર લોકો કોઈ નવી જગ્યાની મુલાકાત લે છે, ત્યારે તેઓ ઘણા સારા ફોટો એકત્રિત કરે છે. આવી સ્થિતિમાં, કયો ફોટો શ્રેષ્ઠ છે અને ક્યો ફોટો સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરવો તે મૂંઝવણની સ્થિતિ હોય છે. જો કે એક પછી એક ઘણી સારી તસવીરો શેર કરી શકાય છે, પરંતુ તમામ તસવીરોને વ્યુઝ મળશે તેની બહુ ઓછી ગેરંટી છે. જો તમે ઇન્સ્ટાગ્રામ યુઝર છો અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરો છો, તો તમે સરળતાથી મલ્ટિપલ ફોટોનું કોલાજ બનાવી શકો છો અને તેને શેર કરી શકો છો.

આ પણ વાંચો: Breaking News: પંચમહાલના શહેરાના પંચાયતના વિરોધ પક્ષના નેતા જે. બી. સોલંકીનો કલેક્ટર કચેરીમાં શરીર પર પેટ્રોલ છાંટીને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો

ફોટો કોલાજ માટે અલગ એપ્લિકેશનની જરૂર નથી

આ ફીચરની સારી વાત એ છે કે તમારે મલ્ટિપલ ફોટોને કોલાજ કરવા માટે કોઈ અલગ કોલાજ એપની જરૂર નથી. ઈન્સ્ટાગ્રામ પર એક ખાસ ફીચરની મદદથી તમે આ કામને સરળ બનાવી શકો છો. અમે અહીં ઈન્સ્ટાગ્રામના ફોટો લેઆઉટ ફીચર વિશે વાત કરી રહ્યા છીએ. ઇન્સ્ટાગ્રામના આ ફીચરની મદદથી તમે એક નહીં પણ અનેક તસવીરો પોસ્ટ કરી શકો છો. પ્લેટફોર્મની ફોટો લેઆઉટ સુવિધા તમને એક પછી એક ફોટો ક્લિક કરવા દે છે અને ફિલ્ટર્સનો ઉપયોગ કરીને કોલાજ બનાવી શકાય છે. આ ઉપરાંત, તમે ગેલેરીમાંથી પણ ફોટો પસંદ કરી શકો છો.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ

Instagram ના લેઆઉટ ફીચરનો ઉપયોગ કેવી રીતે કરવો

  • આ ફીચરનો ઉપયોગ કરવા માટે પહેલા તમારે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ખોલવું પડશે.
  • આ પછી, ફીડ પર રાઈટ સ્વાઇપ કરો અથવા create newના ઓપ્શન પર ટેપ કરો.
  • કેમેરા ઓન થયા બાદ Story ક્લિક કરવાની રહેશે.
  • સ્ક્રીન પર ડાબી બાજુના ફોટો લેઆઉટનો વિકલ્પ ઉપલબ્ધ છે.
  • આ લેઆઉટ વિકલ્પ પર ક્લિક કરતા જ તમે ફિલ્ટર્સનો ઉપયોગ કરીને ફોટો ક્લિક કરી શકો છો.
  • એક ફોટો ક્લિક કર્યા પછી, તે ફ્રેમમાં દેખાય છે, ત્યારબાદ બીજી, ત્રીજી ક્લિક કરી શકાય છે.
  • આ સિવાય જો તમે પિક્ચર ક્લિક કરવા માંગતા નથી, તો તમે નીચે ડાબી બાજુથી ગેલેરી ઓપ્શનમાં આવી શકો છો.
  • લેઆઉટ બદલવા માટે, તમે ચેન્જ ગ્રીડ પર ક્લિક કરી શકો છો.
  • આ રીતે, કોલાજ તૈયાર થયા પછી, નીચેના વિકલ્પ પર ટેપ કરો અને સ્ટોરી પર ક્લિક કરો.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">