IIT મદ્રાસે વિકસિત કરી સ્વદેશી આત્મનિર્ભર મોબાઈલ ઓએસ ‘BharOS’, જેમા છે હાઈટેક સિક્યોરિટી અને પ્રાઈવસી
આ ઓપરેટિંગ સિસ્ટમ યુઝર્સને હાઈ-ટેક સુરક્ષા અને ગોપનીયતા પૂરી પાડે છે. નવી ઓપરેટિંગ સિસ્ટમ 'BharOS'થી ભારતના 100 કરોડ મોબાઈલ ફોન વપરાશકર્તાઓને ફાયદો થશે તેમ કહેવાય છે.
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT) મદ્રાસ ઇન્ક્યુબેટેડ ફર્મે સ્વદેશી મોબાઇલ ઑપરેટિંગ સિસ્ટમ ‘BharOS‘ વિકસાવી છે. આ ઓપરેટિંગ સિસ્ટમ યુઝર્સને હાઈ-ટેક સુરક્ષા અને ગોપનીયતા પૂરી પાડે છે. નવી ઓપરેટિંગ સિસ્ટમ ‘BharOS’થી ભારતના 100 કરોડ મોબાઈલ ફોન વપરાશકર્તાઓને ફાયદો થશે તેમ કહેવાય છે. આપને જણાવી દઈએ કે હાલ મોબાઈલ માટે બે ઓપરેટિંગ સિસ્ટમ છે જેમાં એન્ડ્રોઈડ અને આઈફોન માટે આઓએસ છે.
આ પણ વાંચો: રક્ષા મંત્રાલયે મોબાઈલ ટાવર લગાવવાના નિયમોને બનાવ્યા સરળ, ગ્રાહકો મેળવી શકશે વધુ સારું નેટવર્ક
‘ભરોસ’ નામનું સોફ્ટવેર કોમર્શિયલ ઓફ-ધ-શેલ્ફ ઉપકરણો પર ઇન્સ્ટોલ કરી શકાય છે. તે વપરાશકર્તાઓ માટે સુરક્ષિત વાતાવરણ પૂરું પાડે છે અને ‘આત્મનિર્ભર ભારત’ તરફ એક મહત્વપૂર્ણ સાધન સાબિત થઈ શકે છે.
BharOS
IIT મદ્રાસના ડિરેક્ટર વી. કામકોટીએ આ સ્વદેશી સ્વનિર્ભર મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ વિશે માહિતી આપી છે. વી. કામકોટીએ જણાવ્યું હતું કે ભરોસ વપરાશકર્તાઓને તેમની જરૂરિયાતોને અનુરૂપ એપ્સ પસંદ કરવા અને વાપરવા માટે વધુ સ્વતંત્રતા, નિયંત્રણ અને સુગમતા પ્રદાન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. હાલમાં, સ્વદેશી મોબાઇલ ઓપરેટિંગ સિસ્ટમ ભરોસની સેવાઓ એવી સંસ્થાઓને પૂરી પાડવામાં આવી રહી છે જેને સુરક્ષા અને ગોપનીયતાની સખત જરૂર છે.
હકીકતમાં, આ સંસ્થાઓના વપરાશકર્તાઓ સંવેદનશીલ માહિતીને હેન્ડલ કરે છે અને આ માટે મોબાઇલ પર પ્રતિબંધિત એપ્લિકેશન્સ પર ખાનગી સંદેશાવ્યવહારની જરૂર છે. આવા વપરાશકર્તાઓને ખાનગી 5G નેટવર્ક દ્વારા ખાનગી ક્લાઉડ સેવાની ઍક્સેસની જરૂર હોય છે. આવી સ્થિતિમાં આ સ્વદેશી મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમને વધુ ભરોસાપાત્ર માનવામાં આવી રહી છે.
યુઝર્સને હાઈટેક સુરક્ષા અને પ્રાઈવસી મળશે
ભરોસ નો ડિફોલ્ટ એપ્સ (NDA) સાથે આવે છે. એટલે કે, વપરાશકર્તાઓને એવી એપ્લિકેશન્સનો ઉપયોગ કરવાની ફરજ પાડવામાં આવતી નથી કે જેનાથી તેઓ પરિચિત ન હોય અથવા તેઓ સુરક્ષાની દ્રષ્ટિએ સલામત ન ગણતા હોય અને તે એપ્લિકેશન્સ પર વિશ્વાસ કરી શકતા નથી.
આ સિવાય આ ઓપરેટિંગ સિસ્ટમ યુઝર્સને તેમના ડિવાઇસમાં રહેલી એપ્સ પર વધુ નિયંત્રણ આપે છે. જણાવી દઈએ કે આ સોફ્ટવેર JNDK ઓપરેશન્સ પ્રાઇવેટ અને IIT મદ્રાસ ઇનોવેટિવ ટેક્નોલોજી ફાઉન્ડેશન દ્વારા વિકસાવવામાં આવ્યું છે. તે IIT મદ્રાસની નોટ ફોર પ્રોફીટ કંપની છે.