AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tech Tips : WhatsApp પર આ રીતે મોકલો પોતાને જ મેસેજ, જલદી ટ્રાય કરો આ ગજબની ટ્રિક

આપણે ઘણી વખત કોઈ જરૂરી ફાઈલ્સ અથવા નોટ્સ (Notes) ને આપના પરિવારના સભ્યો અથવા કોઈ સગાને મોકલતા હોઈએ છીએ જેથી જ્યારે જરૂર પડે ત્યારે તેમાંથી જોઈ શકીએ પરંતુ આ ટ્રિક અપનાવ્યા બાદ તમારે કોઈને નોટ્સ મોકલવાની જરૂર નહીં રહે.

Tech Tips : WhatsApp પર આ રીતે મોકલો પોતાને જ મેસેજ, જલદી ટ્રાય કરો આ ગજબની ટ્રિક
WhatsAppImage Credit source: File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 10, 2022 | 2:44 PM
Share

આધુનિક યુગમાં સ્માર્ટફોન (Smartphone) ખુબ જરૂરી બની ગયો છે ત્યારે જો તમે વોટ્સએપ (WhatsApp) નો નિયમિત ઉપયોગ કરતા લાખો ભારતીયોમાંના એક છો, તો તમે કદાચ દિવસભરમાં ઘણી વખત એપ ખોલતા હશો અથવા તમે તમારી સુવિધા માટે એપને હોમ સ્ક્રીન પર મૂકી હશે. જ્યાં પહોંચવું અને ખોલવું તમારા માટે સૌથી સરળ છે. આવી સ્થિતિમાં વોટ્સએપ તે એપ્સમાંથી એક બની ગયું છે જ્યાં યુઝર્સ પોતાનો મોટાભાગનો સમય પસાર કરે છે. ત્યારે આપણે ઘણી વખત કોઈ જરૂરી ફાઈલ્સ અથવા નોટ્સને આપના પરિવારના સભ્યો અથવા કોઈ સગાને મોકલતા હોઈએ છીએ જેથી જ્યારે જરૂર પડે ત્યારે તેમાંથી જોઈ શકીએ પરંતુ આ ટ્રિક અપનાવ્યા બાદ તમારે કોઈને નોટ્સ મોકલવાની જરૂર નહીં રહે.

જો તમે તમારા પરિવારના સભ્યો અથવા નજીકના મિત્રોને ક્વિક નોટ્સ મોકલો છો, તો નોટ્સ મોકલવા માટે વોટ્સએપ એક વિકલ્પ બની શકે છે. વોટ્સએપ પર નોટ બનાવવાની રીત ખૂબ જ સરળ છે. આ માટે તમારે ખુદ સાથે ચેટ કરવાની રહેશે. નોંધનીય છે કે વોટ્સએપ ફોન નંબર, કરિયાણાની યાદી, ટુ-ડુ ટાસ્ક અને મહત્વની ફાઇલો પણ એક જ વિન્ડોમાં શેર કરી શકાય છે. સૌથી સારી વાત એ છે કે આ ટ્રીક એન્ડ્રોઈડ અને આઈફોન બંને પર કામ કરે છે.

વોટ્સએપ પર ખુદ સાથે ચેટ કરો

WhatsApp પર નોટ્સ ઝડપી અને વધુ કાર્યક્ષમ બંને છે. ફોન નંબર નોંધવાથી માંડીને કરિયાણાની યાદી, ટુ-ડુ ટાસ્ક અને વોટ્સએપ પર મહત્વની ફાઈલો પણ એક જ વિન્ડોમાં શેર કરી શકાય છે. જો કે, આમાં કોઈ સેલ્ફ ચેટ વિકલ્પ નથી.

WhatsApp નોટ કેવી રીતે બનાવવી

ઉલ્લેખનીય છે કે આ માટે તમારે WhatsApp વેબની જરૂર પડશે. આ એપ પર સીધું કરી શકાતું નથી. તો પહેલા તમે તમારા WhatsApp વેબ અથવા WhatsApp ડેસ્કટોપ એપમાં લોગ ઇન કરો અને પછી નવા ટેબ પર https://wa.me//91XXXXXXXXXX ડાયલ કરો. હવે લિંકમાં Xની જગ્યાએ તમારા 10-અંકના ફોન નંબર ઉમેરો. તે પછી એન્ટર દબાવો.

હવે તમને ‘Continue to chat’ અને ‘Continue to web chat’ નો વિકલ્પ દેખાશે. આમાંથી એક વિકલ્પ પસંદ કરો. તે પછી એક ચેટ વિન્ડો ખુલશે, જ્યાં તમે તમારી જાતને સંદેશ મોકલી શકો છો. પહેલો મેસેજ મોકલ્યા પછી, તમે આ ચેટનો ઉપયોગ એપ વર્ઝનમાં પણ કરી શકશો. હવે તમારા પોતાના નંબર પર નોટ્સ મોકલો.

પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">