YouTube અને Instagram પર કેવી રીતે આવે છે વધુ ફોલોઅર્સ ? મળી ગયું સિક્રેટ ! ક્રિએટર્સ અપનાવી રહ્યા છે આ રીત

|

Jun 18, 2022 | 9:47 AM

કન્ટેન્ટ ક્રિએટર્સ (Content Creators) પોતાના વીડિયોમાં વ્યૂઝ લાવવા માટે અનેક રીતો અપનાવે છે. એક રિપોર્ટમાં તેનો ખુલાસો થયો છે. ત્યારે ચાલો જાણીએ કે ક્રિએટર્સ કેવી રીતે પોતાના ફોલોઅર્સ વધારે છે.

YouTube અને Instagram પર કેવી રીતે આવે છે વધુ ફોલોઅર્સ ? મળી ગયું સિક્રેટ ! ક્રિએટર્સ અપનાવી રહ્યા છે આ રીત
Symbolic Image
Image Credit source: File Photo

Follow us on

ટેક્નોલોજી(Technology)ના સમયમાં આજે લોકોની લાઈફ સ્ટાઈલ એકદમ બદલી રહી છે. પહેલા લોકો પાસે મનોરંજનના સાધનો જુજ પ્રમાણમાં હતા જ્યારે આજે માત્ર એક સ્માર્ટફોન જ કાફી છે. અને તેમા ઈન્ટરનેટ હોય એટલે આખી દુનિયા તમારી મુઠ્ઠીમાં થઈ જાય. ત્યારે સોશિયલ મીડિયા (Social Media)પ્લેટફોર્મ પર લોકોને પોતાના કન્ટેન્ટ પર કરોડો વ્યૂઝ લાવતા તમે જોયા હશે. ખાસકરી ઈન્સ્ટાગ્રામ રિલ્સ (Instagram Reels)અને યુટ્યુબ (YouTube)પર આવા કન્ટેન્ટનો રાફડો ફાટ્યો છે. કન્ટેન્ટ ક્રિએટર્સ પોતાના વીડિયોમાં વ્યૂઝ લાવવા માટે અનેક રીતો અપનાવે છે. એક રિપોર્ટમાં તેનો ખુલાસો થયો છે. ત્યારે ચાલો જાણીએ કે ક્રિએટર્સ કેવી રીતે પોતાના ફોલોઅર્સ વધારે છે.

મોબાઈલ ઈન્ટરનેટ ટેક્નોલોજી ફર્મ AppyHigh અનુસાર, ભારતમાં ઈન્ફ્લુએસર્સ ઈનોવેટિવ એપ્સનો ઉપયોગ કરી રહ્યા છે. આ એપ્સની મદદથી તે યુનિક કન્ટેન્ટ બનાવવાની સાથે હેશટેગ્સ અને આકર્ષક કૅપ્શન્સનો ઉપયોગ કરી રહ્યા છે. આ પદ્ધતિઓની મદદથી, કન્ટેન્ટ ક્રિએટર્સ તેમની રીચ તેમજ ફોલોઅર્સ વધારી રહ્યા છે.

હેશટેગ્સ વડે ફોલોઅર્સ વધારવા

તમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોકોને હેશટેગનો ઉપયોગ કરતા જોયા હશે. ખાસ કરીને કન્ટેન્ટ ક્રિએટર્સ અથવા સોશિયલ મીડિયા ઈન્ફ્લુએસર્સ તેમની પોસ્ટ્સમાં ઘણા હેશટેગ્સનો ઉપયોગ કરે છે. આ હેશટેગ્સના કારણે કન્ટેન્ટની રીત વધે છ અને વધુ યુઝર્સ સુધી પહોંચે છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

AppyHigh અનુસાર, યુઝર્સ વધુ અસરકારક હેશટેગ્સ માટે હેશટેગ જનરેટ કરતી એપ્સનો ઉપયોગ કરી રહ્યા છે. AI આધારિત એક એપ અનુસાર, તેના યુઝર્સે એક મહિનામાં લગભગ 5 લાખ હેશટેગ સર્ચ કર્યા છે અને 300 મિલિયનથી વધુ હેશટેગ સજેશન જનરેટ કર્યા છે.

આવા પ્રકારની હેશટેગ જનરેટ એપ્સના ફીચરની મદદથી, યુઝર્સ તેમના કીવર્ડ્સ અથવા પોપ્યુલર કેટેગરી, ટ્રેન્ડિંગ હેશટેગ વિશે માહિતી મેળવે છે. આ પ્રકારની એપની મદદથી ક્રિએટર્સ માત્ર હેશટેગ જ સર્ચ કરી શકતા નથી. તેના બદલે, તે ફોટો સ્કેન કરીને સંબંધિત હેશટેગ્સ પણ જનરેટ કરી શકે છે.

આવી એપની મદદથી યુઝર્સ ઓછા સમય અને મહેનતમાં વધુ સારુ કન્ટેન્ટ બનાવી શકે છે. આ એપ પર, લોકો પ્રેમ અને સંબંધો, મુસાફરી, આનંદ અને મનોરંજન અને મૂડ સંબંધિત સૌથી વધુ હેશટેગ્સ સર્ચ કરે છે.

Next Article