‘જોકર’ બાદ હવે ‘ગર્લફ્રેન્ડ’ બની છે તમારા મોબાઈલ માટે ખતરો, પળવારમાં ખાલી થઈ શકે છે એકાઉન્ટ

|

Oct 04, 2022 | 5:44 PM

જોકર માલવેર બાદ હવે હાર્લી માલવેર (Harly Malware) લોકોને તેનો શિકાર બનાવી રહ્યો છે. આ વાયરસના નામ પાછળ પણ એક કિસ્સો છે. આખરે બંને માલવેર વચ્ચે શું તફાવત છે? તો ચાલો તમને આ વિશે વિગતવાર માહિતી આપીએ.

જોકર બાદ હવે ગર્લફ્રેન્ડ બની છે તમારા મોબાઈલ માટે ખતરો, પળવારમાં ખાલી થઈ શકે છે એકાઉન્ટ
Symbolic Image

Follow us on

એન્ડ્રોઇડ યુઝર્સ પર હંમેશા માલવેર એટેકનો ખતરો હોય છે અથવા કહો કે વાયરસનો ખતરો રહે છે, તમને જોકર માલવેર (Joker Malware) તો યાદ જ હશે ? જોકર માલવેર બાદ હવે હાર્લી માલવેર (Harly Malware) લોકોને તેનો શિકાર બનાવી રહ્યો છે. આ વાયરસના નામ પાછળ પણ એક કિસ્સો છે, આપને જણાવી દઈએ કે ડીસી કોમિક્સ યુનિવર્સમાં બેટરી સીરિઝ જોકરનું એક પાત્ર છે જેની ગર્લફ્રેન્ડનું નામ હાર્લી ક્વિન છે, જણાવી દઈએ કે આ વાયરસનું નામ પણ આ લોકપ્રિયના પાત્રના નામ પરથી રાખવામાં આવ્યું છે. આખરે બંને માલવેર વચ્ચે શું તફાવત છે? તો ચાલો તમને આ વિશે વિગતવાર માહિતી આપીએ.

જોકર અને હાર્લી માલવેર વચ્ચે શું તફાવત છે?

જોકર માલવેર અને હાર્લી માલવેર વચ્ચે મોટો તફાવત તમને જોવા મળશે, જોકર માલવેર ઉપકરણમાં ઇન્સ્ટોલ થયા પછી માલિશિયસ કોડ ડાઉનલોડ કરે છે, તે અસલી (ઓરિજિનલ) એપ્લિકેશન્સ જેવો જ દેખાય છે. બીજી બાજુ, હાર્લી માલવેર તેની સાથે માલિશિયસ કોડ લાવે છે અને તેને રિમોટલી કંટ્રોલની જરૂર નથી.

હાર્લી માલવેર કેવી રીતે નુકસાન પહોંચાડે છે?

આપની માહિતી માટે, જણાવી દઈએ કે હાર્લી માલવેરને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે તે વપરાશકર્તાની જાણ વગર તમારા એકાઉન્ટને પેઇડ સબસ્ક્રિપ્શન માટે સાઇન-ઇન કરે છે. તમારો ફોનમાં દાખલ થયા પછી, આ વાયરસ મોંઘા સબ્સ્ક્રિપ્શન્સ માટે સાઇન-ઇન કરે છે, જેની કિંમત તમારા માસિક ફોન બિલમાં ઉમેરવામાં આવે છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

આપને જણાવી દઈએ કે આ માલવેર ઓટોમેટેડ નંબર પર ફોન કોલ અથવા SMS વેરિફિકેશન દ્વારા સબસ્ક્રિપ્શનને એક્ટિવેટ કરે છે. Kaspersky અનુસાર, 190 થી વધુ એન્ડ્રોઇડ એપ્સમાં હાર્લી માલવેર જોવા મળ્યો છે અને જણાવી દઈએ કે આ મોબાઈલ એપ્સને લાખો યુઝર્સ દ્વારા ડાઉનલોડ કરવામાં આવી છે.

આ હાર્લી માલવેરથી તમારી જાતને સુરક્ષિત રાખો

  1. બેશક Google Play Store પર સુરક્ષિત દેખાતી એપ્સ દ્વારા હાર્લી મૉલવેર પ્રવેશી ચૂક્યું છે, પરંતુ કેટલીક સાવચેતીઓ છે જેને જો તમે અનુસરો છો, તો તમે તમારી જાતને આ વાયરસથી સુરક્ષિત રાખી શકો છો.
  2. ગૂગલ પ્લે સ્ટોર પરથી કોઈપણ એપ ડાઉનલોડ કરતા પહેલા, લોકોના રિવ્યુ વાંચો, જણાવી દઈએ કે લોકો તેમના અનુભવ અનુસાર એપને રિવ્યુ આપે છે. જો એપ ફ્રોડ છે, તો જેણે પણ આ એપ પહેલા ઇન્સ્ટોલ કરી છે, તે પ્લે સ્ટોર પર એપ વિશે લખે છે અને અન્ય લોકોને આ વિશે ચેતવણી આપે છે. માત્ર રિવ્યૂ જ નહીં પણ ઓછી રેટિંગ પણ આપે છે, તેથી એપ ઇન્સ્ટોલ કરતાં પહેલાં રિવ્યૂ અને નીચા રેટિંગ પર ચોક્કસ ધ્યાન આપો.
  3. તમને જરૂર ન હોય તેવી એપ્સ ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરવાનું ટાળો, આમ કરવાથી તમારા ઉપકરણ પર વાયરસ આવવાનું જોખમ થોડું ઓછું થઈ જાય છે. તમારા ડિવાઈસ માટે પેઇડ એન્ટીવાયરસ સોલ્યુશન ખરીદો જે તમને તમારા હેન્ડસેટને વાયરસથી સુરક્ષિત કરવામાં મદદ કરશે.
Next Article