Tech News: હવે તમારે ખિસ્સામાં પર્સ રાખવાની જરૂર નહી રહે, Google Wallet એપ જલ્દી થશે લોન્ચ

|

May 13, 2022 | 9:17 AM

ગૂગલ વોલેટ (Google Wallet) એક એપ હશે, જેને ગૂગલ ટૂંક સમયમાં લોન્ચ કરશે. આ એપ એન્ડ્રોઇડ અને iOS બંને યુઝર્સ માટે લોન્ચ કરવામાં આવશે. આને ઓનલાઈન પેમેન્ટની દુનિયામાં એક મોટા પરિવર્તન તરીકે જોવામાં આવી રહ્યું છે.

Tech News: હવે તમારે ખિસ્સામાં પર્સ રાખવાની જરૂર નહી રહે, Google Wallet એપ જલ્દી થશે લોન્ચ
Google Wallet App
Image Credit source: Google

Follow us on

ટૂંક સમયમાં જ જાયન્ટ ટેક કંપની ગૂગલ દ્વારા ગૂગલ વોલેટ એપ (Google Wallet App)રજૂ કરવામાં આવશે, જેની ઝલક Google I/O 2022 ઇવેન્ટમાં જોવા મળી છે. તેને ડિજિટલ વોલેટ (Digital Wallet)તરીકે પણ ઓળખવામાં આવે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ડિજિટલ વોલેટ તમારા જૂના વોલેટની જગ્યા લેશે. ગૂગલ વોલેટ એક એપ હશે, જેને ગૂગલ ટૂંક સમયમાં લોન્ચ કરશે. આ એપ એન્ડ્રોઇડ અને iOS બંને યુઝર્સ માટે લોન્ચ કરવામાં આવશે. આને ઓનલાઈન પેમેન્ટની દુનિયામાં એક મોટા પરિવર્તન તરીકે જોવામાં આવી રહ્યું છે.

Google Wallet શું છે?

તમારા નિયમિત વોલેટની તમામ જરૂરિયાતો Google Wallet માં હાજર રહેશે. મતલબ કે તમારે તમારા ખિસ્સામાં પર્સ રાખવાની જરૂર રહેશે નહીં, Google Wallet પાસે તમારા ક્રેડિટ, ડેબિટ અને મેટ્રો સહિત અન્ય કાર્ડ હશે. એપમાં ટ્રાન્ઝિટ કાર્ડ, વેક્સિનેશન સર્ટિફિકેટ, ફ્લાઇટ અને ટ્રેન ટિકિટ, સરકારી ID કાર્ડ અને કારની ચાવી પણ વર્ચ્યુઅલ રીતે એક્સેસ કરી શકાય છે.

સરળ શબ્દોમાં કહીએ તો, તમારો સ્માર્ટફોન કાર સ્ટાર્ટ કરશે. તમને જણાવી દઈએ કે હાલમાં ગૂગલ પેની સાથે ડિજિટલ વોલેટનો વિકલ્પ આપવામાં આવી રહ્યો છે. પરંતુ ગૂગલ દ્વારા ગૂગલ વોલેટના નામથી એક નવી અને અલગ એપ લોન્ચ થઈ શકે છે. Google Wallet એ ઓલ-ઇન-વન કાર્ડ સોલ્યુશન છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

શું Google Wallet હેક થઈ શકે છે?

સવાલ એ થાય છે કે શું ગૂગલ વોલેટ હેક થઈ શકે છે? આ અંગે ગલનું કહેવું છે કે ગૂગલ વોલેટનો તમામ ડેટા એન્ક્રિપ્ટેડ હશે. તેથી તેને હેક કરી શકાતું નથી. આપને જણાવી દઈએ કે ગૂગલ પહેલા Apple દ્વારા Apple Walletની સુવિધા શરૂ કરવામાં આવી છે. Google ના કેટલાક દેશોમાં Google Payને ડિજી વૉલેટમાં ઇનબિલ્ટ કરી શકાય છે.

અનુવાદને લગતી ખામીઓને દૂર કરવા માટે પણ કામ કરી રહ્યું છે

આ ઉપરાતં ગૂગલે ગૂગલ ટ્રાન્સલેશનમાં નવી ભાષા એડ કરી છે. અપડેટમાં ઉમેરવામાં આવેલી તમામ ભાષાઓ ફક્ત ટેક્સ્ટ ટ્રાન્સલેશન ફીચરમાં જ સપોર્ટ કરવામાં આવશે, પરંતુ કંપની ટૂંક સમયમાં વૉઇસ ટુ ટેક્સ્ટ, કૅમેરા મોડ અને અન્ય સુવિધાઓને રોલઆઉટ કરવા પર કામ કરશે. “અમે તેમના પર કામ કરી રહ્યા છીએ, પરંતુ તે હજુ સુધી આ બધી ભાષાઓને સપોર્ટ નહી કરી શકે.” તેમણે કહ્યું.

ગૂગલ ભારતીય ભાષાઓના અનુવાદને લગતી ખામીઓને દૂર કરવા માટે પણ કામ કરી રહ્યું છે. કેસવેલે વધુમાં જણાવ્યું કે,”અમે સમજીએ છીએ કે ભારતીય ભાષાઓ માટે અમારા મોડેલ દ્વારા વારંવાર કરવામાં આવતી અનુવાદમાં ભૂલો જૂના શબ્દોની હોય છે.” તેણે કહ્યું કે, ઘણીવાર એવા શબ્દોનું ભાષાંતર કરવામાં આવે છે જે લોકો જાણતા નથી અથવા તેનો નિયમિત ઉપયોગ કરતા નથી.

તેમણે કહ્યું. “અમે સમસ્યાઓને વધુ સારી રીતે સમજવાનો પ્રયાસ કરી રહ્યા છીએ અને આશા રાખીએ છીએ કે અમારા મોડલને આ જૂના જમાનાની જગ્યાએ વધુ બોલચાલના આઉટપુટ તરફ ખસેડીશું,”

Next Article