App Alert: ગૂગલે આ Android એપ્સ પર મૂક્યો પ્રતિબંધ, જો તમારા ફોનમાં છે ઇન્સ્ટોલ તો તાત્કાલિક કરો ડિલીટ

ભારત સરકાર પર્સનલ લોન આપતી એપ પર કડક કાર્યવાહી કરી રહી છે અને હવે આવી એપને લોન આપવાની મંજૂરી નથી. આ મામલે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એટલે કે આરબીઆઈએ પણ ગુગલ પાસે જવાબ માંગ્યો હતો. જેના જવાબમાં ગૂગલે 2000 થી વધુ પર્સનલ લોન એપ્સ પર પ્રતિબંધ લગાવી દીધો છે.

App Alert: ગૂગલે આ Android એપ્સ પર મૂક્યો પ્રતિબંધ, જો તમારા ફોનમાં છે ઇન્સ્ટોલ તો તાત્કાલિક કરો ડિલીટ
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 02, 2023 | 7:22 AM

ટેક જાયન્ટ ગૂગલે તેના એપ સ્ટોર પરથી ઘણી ઓનલાઈન પર્સનલ લોન એપ્સ (Personal Loan apps) પર પ્રતિબંધ મૂક્યો છે. 31 મે પછી આ એપ્સનો ઉપયોગ કરી શકાશે નહીં. ગૂગલે ગ્રાહકો પર ખોટા દાવા કરવા અને ખોટી રીતે લોન વસૂલવા બદલ ગૂગલ પ્લે સ્ટોર પરથી આ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. આપને જણાવી દઈએ કે ગૂગલે તાજેતરમાં પર્સનલ લોન એપ્સના નિયમોમાં પણ સુધારો કર્યો છે.

આ પણ વાંચો: ભારત સરકાર કોલસાની આયાત શૂન્ય સ્તરે લઈ જશે, દેશની સૌથી મોટી કોલ માઇનિંગ કંપની COAL INDIA માટે રોડ મેપ તૈયાર કરાયો

ગૂગલે 2000થી વધુ મોબાઈલ એપ્સને દૂર કરી

ગૂગલે તેના પ્લે સ્ટોર પરથી 2 હજારથી વધુ મોબાઈલ એપ્સ હટાવી દીધી છે. આ એપ્સ પર્સનલ લોન ઓફર કરતી હતી અને પછી રિકવરી માટે લોકોને બ્લેકમેલ કરતી હતી. ભારત સરકાર પર્સનલ લોન આપતી એપ પર કડક કાર્યવાહી કરી રહી છે અને હવે આવી એપને લોન આપવાની મંજૂરી નથી. આ મામલે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એટલે કે આરબીઆઈએ પણ ગુગલ પાસે જવાબ માંગ્યો હતો. જેના જવાબમાં ગૂગલે 2000 થી વધુ પર્સનલ લોન એપ્સ પર પ્રતિબંધ લગાવી દીધો છે.

Bajra No Rotlo : શું ડાયાબિટીસના દર્દીઓ બાજરાનો રોટલો ખાઈ શકે છે?
7 ફેબ્રુઆરીએ ભારત vs પાકિસ્તાન, નેટફ્લિક્સ તરફથી મોટી જાહેરાત
ગૌતમ ગંભીર કોને ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બનાવવા માંગે છે?
ભારતથી કેનેડા જવું હોય તો ભાડું કેટલું થાય ?
SBI ની હર ઘર લખપતિ યોજના, આ રીતે તમને મળશે 1 લાખ રૂપિયા
Baba Vanga Prediction : HMPV વાયરસ અંગે બાબા વેંગાએ કરી હતી આગાહી ! જાણો

આ એપ્સ પર પ્રતિબંધ

Googleએ પર્સનલ લોન એપ પર પ્રતિબંધ મૂક્યો છે જે લોનના નામે ફોટો અને કોન્ટેક્ટ જેવા સંવેદનશીલ ડેટાની ઍક્સેસ મેળવે છે. ત્યારે ગૂગલના નિયમ અનુસાર, તે એપ્લિકેશનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જે સીધા વપરાશકર્તાઓને પર્સનલ લોન આપે છે. ઉપરાંત, એપ્સ કે જે લીડ જનરેટર છે અને ગ્રાહકોને થર્ડ પાર્ટી લોન સાથે જોડે છે તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

આ કારણે પર્સનલ લોન એપ્સ પર મુકાયો પ્રતિબંધ

કેટલાક સમયથી પર્સનલ લોન એપને લઈને લોકોની ફરિયાદો સામે આવી રહી હતી. જેના પર લોનની ખોટી રીતે વસૂલાત અને ઘણા કિસ્સામાં બ્લેકમેલ કરવાના કિસ્સાઓ સામે આવી રહ્યા હતા. આ એપના બ્લેકમેઈલિંગથી પરેશાન થઈને ઘણા લોકોએ આત્મહત્યા પણ કરી લીધી હતી.

વાસ્તવમાં, આ એપ્સ સરળ પ્રક્રિયા અને ઓછા સમય સાથે લોન આપવાની લાલચ આપે છે, પછી ઊંચા વ્યાજ સાથે પૈસા વસૂલ કરે છે. ઘણી વખત લોકોને બે થી ત્રણ વખત લોન ચુકવવી પડે છે. અને જો લોન પાછી ન લેવામાં આવે તો અનેક વખત ફોટા, વીડિયો વાયરલ કરી સગા સંબંધીઓને બદનામ કરવાની ધમકીઓ આપવામાં આવે છે.

ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

"કૌશિક વેકરીયાના કહેવાથી પાયલ ગોટીનું કઢાયુ સરઘસ"- કોંગ્રેસ
શામળાજી, અંબાજી અને સંતરામ મંદિરે દેશવિદેશથી ઉમટ્યા શ્રદ્ધાળુઓ
શામળાજી, અંબાજી અને સંતરામ મંદિરે દેશવિદેશથી ઉમટ્યા શ્રદ્ધાળુઓ
કાંકરેજ મૂળ બનાસકાંઠા જિલ્લામાં જ રહેશે ! સરકારે શરૂ કરી ફેર વિચારણા
કાંકરેજ મૂળ બનાસકાંઠા જિલ્લામાં જ રહેશે ! સરકારે શરૂ કરી ફેર વિચારણા
ગુજરાતમાં મેગા ડિમોલિશન: દ્વારકા, જામનગર, અમદાવાદમાં હટાવાયા દબાણો
ગુજરાતમાં મેગા ડિમોલિશન: દ્વારકા, જામનગર, અમદાવાદમાં હટાવાયા દબાણો
અમરેલી લેટરકાંડમાં ધરણા કરે તે પહેલા જ ધાનાણી, દૂધાતની અટકાયત
અમરેલી લેટરકાંડમાં ધરણા કરે તે પહેલા જ ધાનાણી, દૂધાતની અટકાયત
અમરેલી લેટરકાંડની તપાસ પૂર્વ જિલ્લા SP નિર્લિપ્ત રાયને સોંપાઈ
અમરેલી લેટરકાંડની તપાસ પૂર્વ જિલ્લા SP નિર્લિપ્ત રાયને સોંપાઈ
સુરતમાં ઉધના રેલવે સ્ટેશન પર અકસ્માત, પાણીની ટાંકીમાં ડૂબ્યો બાળક
સુરતમાં ઉધના રેલવે સ્ટેશન પર અકસ્માત, પાણીની ટાંકીમાં ડૂબ્યો બાળક
ઉત્તરાયણના દિવસે પવનની ગતિ સારી રહેશે
ઉત્તરાયણના દિવસે પવનની ગતિ સારી રહેશે
Amreli : અમરેલી લેટરકાંડ મામલામાં કડક કાર્યવાહી
Amreli : અમરેલી લેટરકાંડ મામલામાં કડક કાર્યવાહી
દ્વારકામાં હજુ 72 કલાક ચાલશે મેગા ડિમોલિશનની કામગીરી- Video
દ્વારકામાં હજુ 72 કલાક ચાલશે મેગા ડિમોલિશનની કામગીરી- Video
g clip-path="url(#clip0_868_265)">