Facebook એ iPhone યુઝર્સને આપ્યો ઝટકો, ગાયબ થઈ ગયું આ ફીચર

|

Aug 18, 2022 | 10:02 AM

રિપોર્ટ્સ અનુસાર, જ્યારે પણ iPhone યૂઝર્સ ફેસબુકનો ઉપયોગ ડાર્ક મોડમાં કરવા માંગે છે, ત્યારે એપ તરત જ બ્રાઈટ મોડ પર સ્વિચ કરે છે. તમે Facebook ડાર્ક મોડ કેવી રીતે ખોલી શકો છો તે અહીં છે.

Facebook એ iPhone યુઝર્સને આપ્યો ઝટકો, ગાયબ થઈ ગયું આ ફીચર
Facebook
Image Credit source: File Photo

Follow us on

દુનિયાભરના iPhone યુઝર્સ મોટી સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ફેસબુકના ડાર્ક મોડ (Facebook Dark Mode)ફીચરે iPhone પર કામ કરવાનું બંધ કરી દીધું છે. ઘણા યુઝર્સે સોશિયલ મીડિયા પર ફેસબુક (Facebook)ડાર્ક મોડમાં ખામી અંગે ફરિયાદ કરી છે. આઇફોન પર ફેસબુક ડાર્ક મોડે અચાનક કામ કરવાનું બંધ કરી દીધું છે. રિપોર્ટ્સ અનુસાર, આ સમસ્યા એવા iPhone યુઝર્સને આવી રહી છે જેમણે ફેસબુકની iOS એપને વર્ઝન 379.0 પર અપડેટ કરી છે. લેટેસ્ટ વર્ઝનને ? કેટલાક ક્રેશને ઠીક કરવા અને સુવિધાઓને ઝડપથી લોડ કરવા માટે ડિઝાઈન કરવામાં આવ્યા છે. જો કે, નવા અપડેટ સાથે નવી સમસ્યાઓ જોવા મળી રહી છે.

તે ક્યારે ઠીક થશે?

અત્યારે એ સ્પષ્ટ નથી કે કંપની Facebook ડાર્ક મોડની ખામીને કેટલા સમય સુધી દૂર કરશે. ત્યારે આ ખામી વિશે ફેસબુક તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

ડાર્ક મોડ કેવી રીતે ચાલુ કરવો

રિપોર્ટ્સ અનુસાર, જ્યારે પણ iPhone યૂઝર્સ ફેસબુકનો ઉપયોગ ડાર્ક મોડમાં કરવા માંગે છે, ત્યારે એપ તરત જ બ્રાઈટ મોડ પર સ્વિચ કરે છે. તમે Facebook ડાર્ક મોડ કેવી રીતે ખોલી શકો છો તે અહીં છે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
  • સ્ટેપ 1- તમારા આઇફોનમાં નીચે તરફ જાઓ અને સેટિંગ્સ અને પ્રાઈવસી પર જાઓ.
  • સ્ટેપ 2- હવે સેટિંગ્સ પસંદ કરો અને નીચે જઈને ફેસબુક પસંદ કરો.
  • સ્ટેપ 3- અહીં “Dark Mode” ને સ્વિચ ઓન કરો. આમ કરવાથી તે ઈનેબલ થઈ જશે.

બેકગ્રાઉન્ડ પરથી નક્કી થશે મોડ

ઉપર જણાવેલ સ્ટેપ્સ સિવાય, તમે ડાર્ક મોડને પણ વધુ અસરકારક રીતે સેટ કરી શકો છો. આ માટે તમારે સિસ્ટમ વિકલ્પ પસંદ કરવો પડશે. જો તમે આ કરો છો, તો બેકગ્રાઉન્ડ સેટિંગના આધારે ફેસબુક એપ્લિકેશન આપમેળે ડાર્ક મોડ અથવા લાઇટ મોડ પર સ્વિચ કરશે. જો તમને હજુ પણ ડાર્ક મોડનો ઉપયોગ કરવામાં મુશ્કેલી આવી રહી છે, તો તમારે ફેસબુક એપને અનઇન્સ્ટોલ કરવી જોઈએ. તે પછી ફરીથી ઇન્સ્ટોલ કરો.

Next Article