WhatsApp અને WhatsApp Businessમાં આ છે અંતર, જાણો કેવી રીતે કરે છે કામ
જો તમે તમારા અંગત કામ માટે WhatsApp નો ઉપયોગ કરવા માંગો છો, તો તમે સામાન્ય એકાઉન્ટ બનાવી શકો છો. બીજી તરફ, જો તમે તમારો નાનો વ્યવસાય સ્થાપિત કરવા માંગો છો, તો તમારે આ માટે WhatsApp બિઝનેસ એકાઉન્ટની જરૂર છે. હવે સવાલ એ થાય છે કે આમાં શું ફરક છે તો ચાલો જાણીએ તેના વિશે.

સમગ્ર વિશ્વમાં લાખો લોકો WhatsAppનો ઉપયોગ કરે છે. તેનો ઉપયોગ દરેક માટે અલગ અલગ હોઈ શકે છે. કેટલાક તેનો ઉપયોગ તેમના પરિવારના સભ્યો સાથે જોડાવા માટે કરે છે અને કેટલાક તેનો ઉપયોગ તેમના નાના વ્યવસાયને વધારવા માટે કરે છે. પરંતુ શું તમે જાણો છો કે આ માટે તમારે બે અલગ-અલગ વોટ્સએપ પર કામ કરવું પડશે.
આ પણ વાંચો: WhatsAppએ નવુ અપડેટ કર્યુ જાહેર, હવે 30ના બદલે મોકલી શકાશે આટલા ફોટો-વીડિયો
જો તમે તમારા અંગત કામ માટે WhatsApp નો ઉપયોગ કરવા માંગો છો, તો તમે સામાન્ય એકાઉન્ટ બનાવી શકો છો. બીજી તરફ, જો તમે તમારો નાનો વ્યવસાય સ્થાપિત કરવા માંગો છો, તો તમારે આ માટે WhatsApp બિઝનેસ એકાઉન્ટની જરૂર છે. હવે સવાલ એ થાય છે કે આમાં શું ફરક છે તો ચાલો જાણીએ તેના વિશે.
વોટ્સએપ મેસેન્જર શું છે?
નિયમિત વોટ્સએપ એપ વ્યક્તિગત વાતચીત માટે બનાવવામાં આવી છે. તે Android અને iOS બંને માટે સ્વતંત્ર રીતે ઉપલબ્ધ છે અને અન્ય મેસેજિંગ એપ્લિકેશન્સની જેમ વન-ટુ-વન ચેટ્સ અને ગ્રુપ ચેટ્સને મંજૂરી આપે છે. આ તમને તમારા ફોનના સંપર્કોને ઍક્સેસ કરવાની અને WhatsApp એકાઉન્ટ ધરાવનાર કોઈપણ વ્યક્તિ સાથે ચેટ કરવાની મંજૂરી આપે છે. તમે એપ દ્વારા વોઈસ અને વીડિયો કોલ કરી શકો છો.
વોટ્સએપ બિઝનેસ
WhatsApp Business એ એક અલગ એપ્લિકેશન છે જે ખાસ કરીને વ્યવસાયો માટે લક્ષિત છે. તે સૂક્ષ્મ અને નાના વ્યવસાયોને વાતચીત કરવા માટે મૂળભૂત સાધનો આપે છે. તે વાપરવા માટે પણ મફત છે અને તેનું બ્રાઉઝર વર્ઝન છે. જણાવી દઈએ કે આ માટે તમારે નંબર સેવ કરવો પડશે.
WhatsApp અને WhatsApp બિઝનેસ વચ્ચે શું તફાવત છે?
- WhatsApp બિઝનેસ એકાઉન્ટ એ સ્ટાન્ડર્ડ એકાઉન્ટ જેવું નથી. જો કે આ બંને એકાઉન્ટ એક જ ફોન પર હોઈ શકે છે, પરંતુ તે અલગ-અલગ ફોન નંબરથી ઓપરેટ થઈ શકે છે.
- વોટ્સએપ બિઝનેસનો ઉપયોગ કરીને તમે લેન્ડલાઈન નંબર તેમજ મોબાઈલ નંબરનો ઉપયોગ કરી શકો છો.
- બિઝનેસ એકાઉન્ટ પર, પછી તમે તમારા બિઝનેસનું પ્રતિનિધિત્વ કરવા માટે તમારી પ્રોફાઇલમાં ફોટો, કામના કલાકો, વેબસાઇટ અને સરનામું ઉમેરી શકો છો.
- આ ઉપરાંત, તમે તમારા ઉત્પાદનોને પ્રદર્શિત કરવા માટે WhatsApp Business એપની અંદર પ્રોડક્ટ કેટેલોગ પણ બનાવી શકો છો.
- આમાં ઈમેજ, કિંમતો અને તમારી સાઇટની લિંક પણ શામેલ હોઈ શકે છે.
- જણાવી દઈએ કે તમે તમારો કેટલોગ ડેડિકેટેડ લિંક તરીકે પણ શેર કરી શકો છો.