Cyber crime: સાયબર ઠગ OTP કે PIN વિના કરી રહ્યા છે છેતરપિંડી, ખાસ કોડ દ્વારા WhatsApp કરી રહ્યા છે હેક
વોટ્સએપ (WhatsApp) એકાઉન્ટ વેરીફાઈ કરવા માટે બે વિકલ્પો છે. એક OTP અને બીજો કોલ. તમામ કોલ્સ સાયબર ઠગના મોબાઈલ નંબર પર ડાયવર્ટ કરવામાં આવતા હોવાથી સાયબર ઠગ કોલ વિકલ્પ પસંદ કરે છે.

આજના આધુનિક યુગમાં જેમ જેમ ટેક્નોલોજી(Technology)નો ઉપયોગ વધી રહ્યો છે તેમ તેમ સાયબર ક્રાઈમ (Cyber crime) પણ વધી રહ્યો છે. ત્યારે સાયબર ગુનેગારો બેંક ખાતામાં ઘુસવા માટે નવી નવી રીતો અપનાવી રહ્યા છે. સાયબર ઠગ (Cyber Thugs)લોકોને ફોન કરે છે અને ટેલિકોમ કંપનીના પ્રતિનિધિઓ બનીને પૂછે છે કે તમારા નેટવર્કમાં કોઈ સમસ્યા છે કે કેમ. SSP પ્રભાકર ચૌધરીએ કહ્યું કે આ પછી સાયબર ગુનેગારો ખાતરી આપે છે કે તેમને OTP અથવા PIN કહેવાની જરૂર નથી. જે ગ્રાહકો ખરાબ નેટવર્ક સમસ્યાની જાણ કરે છે તેમને એક ખાસ કોડ ડાયલ કરવાનું કહેવામાં આવે છે.
સ્પેશિયલ કોડ ડાયલ થતાં જ યુઝરના તમામ કોલ સાયબર ઠગના નંબર પર ડાયવર્ટ થઈ જાય છે. આ સાથે, સાયબર ઠગ સંબંધિત વ્યક્તિના વોટ્સએપમાં લોગ ઇન કરીને પરિચિતો પાસેથી પૈસા માંગે છે.
ઠગ આ રીતે વોટ્સએપ હેક કરે છે
વોટ્સએપ એકાઉન્ટ વેરીફાઈ કરવા માટે બે વિકલ્પો છે. એક OTP અને બીજો કોલ. તમામ કોલ્સ સાયબર ઠગના મોબાઈલ નંબર પર ડાયવર્ટ કરવામાં આવતા હોવાથી સાયબર ઠગ કોલ વિકલ્પ પસંદ કરે છે. તે તેના ફોનમાં બીજાના વોટ્સએપને લોગ કરે છે.
એસએસપીએ કહ્યું કે વ્હોટ્સએપ એકાઉન્ટમાં ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન ઓન રાખવું જોઈએ જેથી OTP આવે તો પણ કોઈ લોગીન ન કરી શકે. જો તમને કોઈ અજાણ્યા વ્યક્તિ તરફથી કોલ આવે તો OTP શેર કરશો નહીં. કોઈ ખાસ કોડ ડાયલ કરશો નહીં. Anydesk, Team Viewer અથવા QuickSupport વગેરે જેવી એપ્સ ડાઉનલોડ કરશો નહીં.
આ કોલ ડાયવર્ટના ખાસ કોડ છે
Jio – 401-10 અંકનો મોબાઈલ નંબર VodafoneIdea – 21-10 અંકનો મોબાઈલ નંબર BSNL – 61-10 અંકનો મોબાઈલ નંબર એરટેલ – 61-10 અંકનો મોબાઇલ નંબર