ભારતમાં ગૂગલનો બિઝનેસ થશે બંધ? મોબાઈલ સાથે જોડાયેલી ગૂગલની મોનોપોલી થશે ખતમ!

|

Jan 24, 2023 | 6:24 PM

BharOS, જેને 'ભરોસ' તરીકે પણ ઓળખવામાં આવે છે, તે સ્વદેશી મોબાઇલ ઓપરેટિંગ સિસ્ટમ છે. આ મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી મદ્રાસ (IIT મદ્રાસ)ની ઈન્ક્યુબેટેડ ફર્મ દ્વારા વિકસાવવામાં આવી છે.

ભારતમાં ગૂગલનો બિઝનેસ થશે બંધ? મોબાઈલ સાથે જોડાયેલી ગૂગલની મોનોપોલી થશે ખતમ!
Bharos Operating System
Image Credit source: Google

Follow us on

1999માં પાકિસ્તાન સામે કારગિલનું યુદ્ધ થયું હતું એ સમયે વડાપ્રધાન અટલબિહારી વાજપેયી હતા. ત્યારે વાજપેયીજીએ અમેરિકાને કહ્યું કે તેઓ પોતાના સેટેલાઈટ અને જીપીએસની મદદથી પાકિસ્તાની સૈનિકોની પોઝિશન કહે જેથી કરી ભારતીય સેનાને યુદ્ધમાં થોડી મદદ મળી રહે ત્યારે અમેરિકાએ મદદ કરવાની ના પાડી દીધી હતી. આ કહેવાનો હેતુ એ છે કે ભારત એ સમયે ટેક્નોલોજીની બાબતે એટલુ સક્ષમ ન હતું, પરંતુ આજે સ્થિતિ અલગ છે આજે ભારત પાસે એ તમામ ટેક્નોલોજી છે. જેનાથી દુશ્મનોને જડબાતોડ જવાબ આપી શકે.

આ પણ વાંચો: WhatsApp માં આવ્યા જબરદસ્ત ફીચર્સ, હવે આ બે કામ કરવા થશે વધુ સરળ

Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર

મોબાઈલમાં હાલ બે પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ આવે છે એક iOS અને બીજી એન્ડ્રોઈડ જે બંન્ને વિદેશી કંપનીઓએ બનાવેલી છે, ત્યારે પહેલીવાર ભારતે પોતાની સ્વદેશી ઓપરેટિંગ સિસ્ટમ બનાવી છે. આ સ્વદેશી ઓપરેટિંગ સિસ્ટમથી ગૂગલનું ભારતમાં માર્કેટ ખતમ થઈ જશે કારણ કે એન્ડ્રોઈડ ગુગલની ઓપરેટિંગ સિસ્ટમ છે. કોઈ પણ નવો એન્ડ્રોઈડ ફોન ખરીદવા પર હાલ ગૂગલની એન્ડ્રોઈડ સિસ્ટમ બાય ડિફોલ્ટ આવે છે. પરંતુ BharOS જે આપણા દેશની ઓપરેટિંગ સિસ્ટમ છે તેનાથી જાસૂસી થવાની શક્યતા પણ ઘટી જશે અને ગૂગલની મોનોપોલી પણ ખતમ થઈ જશે.

BharOS શું છે?

BharOS, જેને ‘ભરોસ’ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે સ્વદેશી મોબાઇલ ઓપરેટિંગ સિસ્ટમ છે. આ મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી મદ્રાસ (IIT મદ્રાસ)ની ઈન્ક્યુબેટેડ ફર્મ દ્વારા વિકસાવવામાં આવી છે. આ OSને લઈને ભારતના 100 કરોડ મોબાઈલ ફોન યુઝર્સને ફાયદો થવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

આ OSની ખાસ વાત એ છે કે તે હાઈટેક સુરક્ષા અને પ્રાઈવસી સાથે આવે છે. એટલે કે, આ મોબાઇલ ઓપરેટિંગ સિસ્ટમમાં, વપરાશકર્તાઓને તેમની જરૂરિયાતો અનુસાર એપ્લિકેશન પસંદ કરવા અને ઉપયોગ કરવા માટે વધુ સ્વતંત્રતા, નિયંત્રણ અને સુગમતા મળે છે. BharOS ને કોમર્શિયલ ઑફ-ધ-શેલ્ફ ઉપકરણો પર ઇન્સ્ટોલ કરી શકાય છે.

કેન્દ્રીય સંચાર, ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રી અશ્વિની વૈષ્ણવ અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને મંગળવારે (24 જાન્યુઆરી) સ્વદેશી મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ (OS) BharOS નું પરીક્ષણ કર્યું. આ મોબાઈલ ઓએસ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી મદ્રાસ (IIT મદ્રાસ)ની ઈન્ક્યુબેટેડ ફર્મ દ્વારા વિકસાવવામાં આવી છે. આ સોફ્ટવેર કોમર્શિયલ ઓફ ધ શેલ્ફ હેન્ડસેટ પર ઇન્સ્ટોલ કરી શકાય છે.

કેન્દ્રીય આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે સ્વદેશી મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ ‘ભરોસ’ પર કહ્યું કે આ સફરમાં મુશ્કેલીઓ આવશે અને દુનિયાભરમાં એવા ઘણા લોકો છે જે મુશ્કેલીઓ લાવશે અને તેઓ ઈચ્છતા નથી કે આવી સિસ્ટમ સફળ થાય. આપણે ખૂબ કાળજી અને સતત પ્રયત્નો સાથે તેને સફળ બનાવવા માટે કામ કરવું પડશે. કેન્દ્રીય મંત્રીએ ભરોસને ‘ભરોસા’ ગણાવ્યું છે.

ઉપરાંત, ભરોસની ડિફોલ્ટ એપ્સ (NDA) સાથે આવે છે. આનો અર્થ એ છે કે વપરાશકર્તાઓને એવી એપ્લિકેશન્સનો ઉપયોગ કરવાની ફરજ પાડવામાં આવતી નથી કે જેનાથી તેઓ પરિચિત ન હોય અથવા તેઓ સુરક્ષાની દ્રષ્ટિએ સલામત ન ગણતા હોય અને તે એપ્લિકેશન્સ પર વિશ્વાસ કરી શકતા નથી. મૂળ OS વપરાશકર્તાઓને તેમના ઉપકરણ પરની એપ્લિકેશનો પર વધુ નિયંત્રણ આપે છે. આટલું જ નહીં, યૂઝર્સ તે એપ્સને પણ પસંદ કરી શકે છે જેને તેઓ તેમના ડિવાઇસમાં અમુક ફીચર્સ અથવા ડેટાને એક્સેસ કરવા માટે એક્સેસ આપવા માગે છે. સરળ શબ્દોમાં કહીએ તો, આ ઓપરેટિંગ સિસ્ટમમાં વપરાશકર્તાઓનું નિયંત્રણ વધુ છે.

BharOS કેટલું સુરક્ષિત છે?

ભરોસ સંસ્થા-વિશિષ્ટ ખાનગી એપ સ્ટોર સેવા (PASS) માંથી ફક્ત વિશ્વસનીય એપ્લિકેશન્સને ઍક્સેસ કરવાની મંજૂરી આપે છે. વાસ્તવમાં, PASS એ એપ્સની ક્યુરેટેડ સૂચિને ઍક્સેસ કરવાની મંજૂરી આપે છે જેની સંપૂર્ણ ચકાસણી કરવામાં આવી છે અને સંસ્થાના ચોક્કસ સુરક્ષા અને ગોપનીયતા ધોરણોને પૂર્ણ કરે છે. આનો અર્થ એ છે કે વપરાશકર્તાઓ ખાતરી કરી શકે છે કે તેઓ તેમના ઉપકરણો પર જે એપ્લિકેશન્સ ઇન્સ્ટોલ કરે છે તે વાપરવા માટે સલામત છે અને કોઈપણ સંભવિત સુરક્ષા નબળાઈઓ અથવા ગોપનીયતાની ચિંતાઓ માટે તેનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.

Next Article