Online Fraud: ભારતીય સેના અને CISF ના નામે લોકો સાથે થઈ રહી છે ઓનલાઈન છેતરપિંડી, જાણો કેવી રીતે કરે છે ફ્રોડ, જુઓ Video

આપણે સૌને સૈનિકોમાં વિશ્વાસ હોય છે. પરંતુ સાયબર ગુનેગારો તેનો સહારો લઈને અને સૈનિક હોવાનો ઢોંગ કરીને જુના વાહનો અને અન્ય ઘરનો સામાન વેચવા માટે સોશિયલ મીડિયા પર જાહેરાત મૂકે છે. આવા સામાનની કિંમત ખૂબ જ ઓછી રાખવામાં આવે છે, જેના કારણે વ્યક્તિ તેને ખરીદવા લલચાય જાય છે. ત્યારબાદ ઠગ લોકો છેતરપિંડી કરે છે.

Online Fraud: ભારતીય સેના અને CISF ના નામે લોકો સાથે થઈ રહી છે ઓનલાઈન છેતરપિંડી, જાણો કેવી રીતે કરે છે ફ્રોડ, જુઓ Video
Online Fraud
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 05, 2023 | 2:28 PM

હાલમાં નવા અને જૂના સામાનની ખરીદી અને વેચાણ માટે ઘણા ઓનલાઈન પ્લેટફોર્મ ઉપલબ્ધ છે. સાયબર (Cyber Crime) ગુનેગારોએ તેને પણ છેતરપિંડીનું માધ્યમ બનાવ્યું છે. આજે કોઈ અજાણ્યા વ્યક્તિ પર વિશ્વાસ કરી શકાય નહી. પરંતુ ઠગ્સ ભોળા લોકોનો વિશ્વાસ કેળવીને ઓનલાઈન છેતરપિંડી (Online Fruad) કરી રહ્યા છે. તેની જાળમાં ફસાઈને લોકો પોતાનો ડેટા અજાણ્યા લોકોને આપે છે અને અહીંથી છેતરપિંડી શરૂ થાય છે.

સૈનિક હોવાનો ઢોંગ કરીને કરે છે ક્રાઇમ

આપણા સમાજમાં સૈનિકોને ખૂબ સન્માનની નજરે જોવામાં આવે છે, કારણ કે તેઓ પોતાનું ઘર અને પરિવાર છોડીને નિષ્ઠા, સમર્પણ, બલિદાન અને ભાવનાથી દેશની સેવા કરે છે. આ જ કારણ છે કે આપણે સૌને સૈનિકોમાં વિશ્વાસ હોય છે. પરંતુ સાયબર ગુનેગારો તેનો સહારો લઈને અને સૈનિક હોવાનો ઢોંગ કરીને જુના વાહનો અને અન્ય ઘરનો સામાન વેચવા માટે સોશિયલ મીડિયા પર જાહેરાત મૂકે છે. આવા સામાનની કિંમત ખૂબ જ ઓછી રાખવામાં આવે છે, જેના કારણે વ્યક્તિ તેને ખરીદવા લલચાય જાય છે.

સૈનિકનું આઈડી વાપરવામાં આવે છે

સૈનિકનું ID સાયબર ક્રિમિનલ દ્વારા તેના ID તરીકે મોકલવામાં આવે છે. આ ઉપરાંત વાહનના રજીસ્ટ્રેશનની વિગતો પણ મોકલવામાં આવે છે, જેના પર લોકો સરળતાથી વિશ્વાસ કરી લે છે અને સાયબર ક્રિમિનલની સૂચના મુજબ પેમેન્ટ કરે છે. આ ઉપરાંત સાયબર ગુનેગારો દ્વારા GST વગેરેના નામે પણ રૂપિયા ઉઘરાવવામાં આવે છે.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

અહીં વીડિયો જુઓ કે કેવી રીતે થાય છે ફ્રોડ

આ પણ વાંચો : PAN Card KYC Fraud: પાન કાર્ડમાં KYC કરવાના બહાને લોકો સાથે છેતરપિંડી, એક ભૂલથી બેંક ખાતું થઈ જશે ખાલી, જાણો કેવી રીતે થાય છે ફ્રોડ

આ રીતે સાવચેત રહો

1. ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા સામાનની ખરીદી કરતી વખતે વેચનાર વ્યક્તિની જાણકારી મેળવી લેવી.

2. સોશિયલ મીડિયા પર આવતી જાહેરાત પર ચકાસણી કર્યા બાદ જ વિશ્વાસ કરવો.

3. ખૂબ જ સસ્તા ભાવે સામાન વેચવાની લોભામણી જાહેરાત હોય તો સાવધાની રાખવી.

4. બેંક ખાતા દ્વારા ચૂકવણી કરવા માટે ઉતાવળ કરવી નહીં.

5. વોટ્સએપ કોલને બદલે વોઈસ કોલનો ઉપયોગ કરો.

6. સામાનના બિલની માંગણી કરવી જોઈએ.

7. તમારે ભારત સરકારના હેલ્પલાઈન નંબર 1930 પર કોલ કરવો જોઈએ.

8. કોઈપણ પ્રકારના સાયબર ફ્રોડના કિસ્સામાં તમે http://cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવી શકો છો.

ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">