Fake Software: એક ફેક સોફ્ટવેર મિનિટોમાં ખાલી કરી શકે છે તમારૂ એકાઉન્ટ, જાણો તેનાથી બચવાની રીત
સ્કેમર્સને માલવેર દ્વારા તમારી માહિતીની જાણ થતાં જ તેઓ તેનો ઉપયોગ તમને બ્લેકમેલ કરવા અથવા તમારી મહેનતની કમાણી ઉડાડવા માટે શરૂ કરે છે. પરંતુ કેટલીક એવી રીતો છે જેના દ્વારા તમે આવી છેતરપિંડીથી સુરક્ષિત રહી શકો છો. આવો જાણીએ કેવી રીતે.
આજના સમયમાં ટેક્નોલોજી (Technology) એ લોકોના કામને જેટલું સરળ બનાવ્યું છે તેટલું જ છેતરપિંડી (Fraud) ના કિસ્સાઓ પણ વધ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં સાયબર ક્રાઈમ (Cyber Crime) ના કેસમાં ખૂબ જ ઝડપથી વધારો થયો છે. છેતરપિંડી કરનારાઓ અવનવી રીતે લોકોને પોતાનો શિકાર બનાવી રહ્યા છે. આજકાલ સાયબર ગુનેગારો કેટલીક પદ્ધતિઓ દ્વારા મિનિટોમાં તમારા બેંક ખાતામાંથી પૈસા ઉપાડી શકે છે. માલવેર પણ આમાંની એક રીત છે. માલવેર મુખ્યત્વે તમારી સિસ્ટમ સાથે ચેડા કરવા અને તમારી પરવાનગી વિના તેમાં રહેલી તમારી બધી માહિતીને ઍક્સેસ કરવા માટે રચાયેલ છે.
સ્કેમર્સને માલવેર દ્વારા તમારી માહિતીની જાણ થતાં જ તેઓ તેનો ઉપયોગ તમને બ્લેકમેલ કરવા અથવા તમારી મહેનતની કમાણી ઉડાડવા માટે શરૂ કરે છે. પરંતુ કેટલીક એવી રીતો છે જેના દ્વારા તમે આવી છેતરપિંડીથી સુરક્ષિત રહી શકો છો. આવો જાણીએ કેવી રીતે.
ફેક સોફ્ટવેરથી કેવી રીતે સુરક્ષિત રહેવું
સૌથી અગત્યનું, તમારા કમ્પ્યુટર પર ક્યારેય અનધિકૃત અથવા લાઇસન્સ વિનાનું સોફ્ટવેર ઇન્સ્ટોલ કરશો નહીં. ઉપરાંત, તમારા કમ્પ્યુટર પર કોઈપણ અવિશ્વસનીય ફાઇલો મૂકશો નહીં. તમારી એન્ટિ-વાયરસ અને સ્પાયવેર ડિટેક્શન સિસ્ટમને નિયમિતપણે અપડેટ કરો. દરરોજ અપડેટ કરવાનો પ્રયાસ કરો. આમ કરવાથી તમે છેતરપિંડીથી બચી શકો છો.
કોઈપણ સોફ્ટવેર ઈન્સ્ટોલ કરતા પહેલા, તમે શું ઈન્સ્ટોલ કરી રહ્યા છો તેની ખાતરી કરી લો, કારણ કે કોઈપણ ખોટો સોફ્ટવેર તમારા ડેટાને નુકસાન પહોંચાડી શકે છે. કોઈપણ વેબસાઈટ અથવા સોશિયલ વેબસાઈટ પર પોપ-વિન્ડોમાં તમારો પાસવર્ડ, કાર્ડની વિગતો અને કોડ ક્યારેય દાખલ કરશો નહીં. જો તમે આ વિન્ડો પર તમારી માહિતી મૂકો છો, તો તમારી સાથે છેતરપિંડી થઈ શકે છે.
આ ઉપરાંત કોઈ પણ વેબસાઈટ વિઝિટ કરતા પહેલા તે સિક્યોર છે કે નહીં તે પણ અવશ્ય જોવું જેના માટે તમે વેબસાઈટની શરૂઆતમાં https જોવા મળશે જેમાં ‘S’ હોય તે સિક્યોર હોય છે.
આ પણ વાંચો: Padma Awards: પશુઓ માટે મહત્વપૂર્ણ યોગદાન આપનાર ડો. મોતીલાલ મદન પદ્મશ્રીથી સન્માનિત
આ પણ વાંચો: મંગળ વિશે સંશોધનમાં મોટો ખુલાસો, 60 કરોડ વર્ષથી લાલ ગ્રહ પર સતત ખડકોનો થયો વરસાદ
આ પણ વાંચો: Tips and Tricks: વરસાદમાં પલળી અથવા પાણીમાં ડૂબી ગયો છે સ્માર્ટફોન, તો ઠીક કરવા અપનાવો આ ટ્રિક