AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સોશિયલ મીડિયાની ગતિવિધિઓ પર રહેશે સરકારની નજર, ફરિયાદ અપીલ સમિતિની કરી રચના

સરકાર આપણી સુરક્ષા માટે નવા નિયમો અને ફેરફારો લાવતી રહે છે. આપને જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત પેનલની રચના માટે માર્ગ મોકળો કરવા ઓક્ટોબરમાં IT નિયમોને મજબૂત બનાવવામાં આવ્યા હતા.

સોશિયલ મીડિયાની ગતિવિધિઓ પર રહેશે સરકારની નજર, ફરિયાદ અપીલ સમિતિની કરી રચના
Symbolic ImageImage Credit source: TV9 Digital
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 28, 2023 | 5:54 PM
Share

સોશિયલ મીડિયા આપણા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. આપણે આપણો મોટાભાગનો સમય આના પર વિતાવીએ છીએ, તેથી સરકાર આપણી સુરક્ષા માટે નવા નિયમો અને ફેરફારો લાવતી રહે છે. આપને જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત પેનલની રચના માટે માર્ગ મોકળો કરવા ઓક્ટોબરમાં IT નિયમોને મજબૂત બનાવવામાં આવ્યા હતા. ચાલો તેના વિશે વધુ જાણીએ.

આ પણ વાંચો: ગુજરાતમાં શાકાહારી અને માંસાહારી ખાદ્ય પદાર્થો પર લીલા અને લાલ લેબલ મુદ્દે ઉઠ્યા સવાલ, હાઇકોર્ટે રાજ્ય અને કેન્દ્ર સરકાર પાસે માંગ્યો જવાબ

ફરિયાદ અપીલ સમિતિ

આઇટી પ્રધાન રાજીવ ચંદ્રશેખરે મંગળવારે એક ફરિયાદ અપીલ સમિતિની શરૂઆત કરી જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ દ્વારા લેવામાં આવેલા નિર્ણયો સામે વપરાશકર્તાઓની અપીલ પર ધ્યાન આપશે. ચંદ્રશેખરે જણાવ્યું કે આ એક ડિજિટલ પ્લેટફોર્મ છે, જેને ગ્રીવન્સ અપીલ કમિટી (GAC) નામ આપવામાં આવ્યું છે. તે એક શક્તિશાળી સાધન તરીકે કાર્ય કરશે, જે તેના વપરાશકર્તાઓ માટે પ્લેટફોર્મની જવાબદારી સુનિશ્ચિત કરવામાં મદદ કરે છે.

આઈટી નિયમો વધુ મજબૂત થઈ રહ્યા છે

કેન્દ્ર દ્વારા નિયુક્ત પેનલની રચના માટે માર્ગ મોકળો કરવા ઓક્ટોબરમાં IT નિયમોને મજબૂત બનાવવામાં આવ્યા હતા. આમ કરવાથી, સોશિયલ મીડિયા પ્લેટફોર્મે સામગ્રી અને અન્ય મુદ્દાઓ પર વપરાશકર્તાઓ દ્વારા પ્રાપ્ત ફરિયાદોને ઉકેલવા માટે ઉકેલ લાવી દીધો છે.

જાહેરાતોમાં છુપી શરતો રજૂ ન કરવી

ગયા સોમવારે કેન્દ્ર સરકારે કહ્યું હતું કે સોશિયલ મીડિયા પરની જાહેરાતોમાં કોઈ છૂપી શરત હોવી જોઈએ નહીં. આ ફેરફાર ગ્રાહકોના હિતને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં, સરકારે કહ્યું છે કે જાહેરાતની છુપાયેલી શરતોને મુખ્ય રીતે દર્શાવવી જોઈએ. જો યુઝર્સ આ શરતોને હેશટેગ અથવા લિંક્સ દ્વારા બતાવશે, તો તે નિયમોની વિરુદ્ધ હશે.

તાજેતરમાં, મુંબઈમાં એડવર્ટાઈઝિંગ સ્ટાન્ડર્ડ્સ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (ASCI) દ્વારા આયોજિત એક કાર્યક્રમ દરમિયાન, ગ્રાહક બાબતોના સચિવ રોહિત કુમાર સિંહે જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા જાહેરાતને જવાબદારીપૂર્વક ચલાવવાની જરૂર છે. આ સાથે તેમણે ભારપૂર્વક કહ્યું કે આખા દેશમાં 50 કરોડ સોશિયલ મીડિયા યુઝર્સ છે, આવી સ્થિતિમાં દરેક વ્યક્તિએ પોતાની જવાબદારી નિભાવવી જોઈએ.

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">