New Technology: લો બોલો! હવાથી પણ ચાર્જ થઈ જશે તમારા ઈલેક્ટ્રોનિક્સ ગેજેટ્સ, જાણો કેવી રીતે?

|

Sep 04, 2021 | 8:02 PM

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ ટેકનોલોજી હજુ પ્રારંભિક તબક્કામાં છે અને હજુ ઘણું કામ કરવાનું બાકી છે. આવી સ્થિતિમાં સામાન્ય માણસને આ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં થોડા વર્ષો લાગશે.

New Technology: લો બોલો! હવાથી પણ ચાર્જ થઈ જશે તમારા ઈલેક્ટ્રોનિક્સ ગેજેટ્સ, જાણો કેવી રીતે?

Follow us on

Wireless Charging Room: તમારે મોબાઇલ ફોન, લેપટોપ, બ્લૂટૂથ ઇયરફોન, સ્પીકર અથવા અન્ય ગેજેટ્સને ચાર્જ કરવા હોય છે તો તમે શું કરો છો ? તમે ચાર્જરના માધ્યમથી તેને ચાર્જ કરો છો. બની શકે છે કે કેટલાક લોકો બેટરી વાળા ચાર્જર અથવા તો સોલાર ચાર્જરનો ઉપયોગ કરતા હોય અથવા તો પાવર બેન્કથી.

પરંતુ શું તમે વિચારી શકો છો કે તમારો મોબાઇલ, લેપટોપ અથવા અન્ય ગેજેટ્સ હવાથી ચાર્જ થતા હોય ? તેના માટે કોઇ ચાર્જર, પ્લગ, કેબલ અથવા યૂએસબી પોર્ટની જરૂર નહીં પડે ? શું તમે વિચારી શકો છો કે રૂમમાં પડ્યા પડ્યા જ આ ગેજેટ્સની બેટરી જાતે ચાર્જ થઇ જાય ? અસંભવ લાગે છે ને પરંતુ તેને સંભવ કર્યુ છે જાપાનના વૈજ્ઞાનિકોએ.

એક રિપોર્ટ પ્રમાણે જાપાનના વૈજ્ઞાનિકોએ એક વાયરલેસ ચાર્જિંગ રૂમ તૈયાર કર્યો છે. જે રૂમમાં હવાથી જ ગેજેટ ચાર્જ થઇ જશે. તમને તમારા મોબાઇલ, લેપટોપ વગેરેને ચાર્જ કરવા માટે ચાર્જર, પ્લગ, કેબલ વગેરેની જરૂર નહીં પડે. જાપાનની ટોક્યો યૂનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ 10 બાય 10 ફૂટનો વાયલરેસ ચાર્જિંગ રૂમ તૈયાર કર્યો છે જે 50 વૉટ સુધીનો પાવર આપે છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, આનું ટેસ્ટિંગ થઇ ચૂક્યુ છે. નવા વાયરલેસ રૂમ માટે એલ્યુમિનિયમ ટેસ્ટ રૂમને તૈયાર કરવામાં આવ્યો છે જેમાં પાવર લેમ્પ, મોબાઇલ ફોન્સ વગેરેને રૂમમાં અલગ અલગ જગ્યાઓએ રાખીને જાતે જ ચાર્જ કરવામાં આવશે.

મનુષ્યો માટે કોઈ ખતરો નથી.

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, આ એક સંપૂર્ણપણે નવી પ્રકારની ટેકનોલોજી છે જેના દ્વારા ઇલેક્ટ્રિક ફિલ્ડ વગર ચુંબકીય ક્ષેત્ર પેદા કરી શકાય છે. ઇલેક્ટ્રીક ફીલ્ડને કારણે મનુષ્યને શોક લાગી શકે છે, પરંતુ આમાં આવું થશે નહીં. માત્ર ચુંબકીય ક્ષેત્રને કારણે રૂમમાં કોઈ પણ વ્યક્તિ અથવા પ્રાણીને નુકસાન થવાનો ભય રહેશે નહીં. મનુષ્યોને નુકસાન કર્યા વિના ચુંબકીય ક્ષેત્રની માર્ગદર્શિકાને ધ્યાનમાં રાખીને, આ રૂમ 50 વોટ સુધીની શક્તિ પ્રદાન કરી શકે છે.

તમે ક્યારે કરી શક્શો તેનો ઉપયોગ ?

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ ટેકનોલોજી હજુ પ્રારંભિક તબક્કામાં છે અને હજુ ઘણું કામ કરવાનું બાકી છે. આવી સ્થિતિમાં સામાન્ય માણસને આ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં થોડા વર્ષો લાગશે. સંશોધકોનું કહેવું છે કે સંશોધનના આગલા તબક્કામાં તેને વધુ સુરક્ષિત બનાવવાના પ્રયાસો કરવામાં આવશે.

 

Next Article