New Sim Card Rules 2022 : સિમ કાર્ડ માટેના બદલાઈ ગયા નિયમ, જાણો તમારા પર શું થશે અસર

|

Jan 22, 2022 | 9:16 PM

ટેલિકોમ વિભાગ (DoT)એ ભારતમાં સિમ કાર્ડના નિયમોમાં ફેરફાર કરતા જ હવે સરકારના આ પગલાથી આંતરરાષ્ટ્રીય રોમિંગ ધરાવતા ગ્રાહકોને ઘણો ફાયદો થશે.

New Sim Card Rules 2022 : સિમ કાર્ડ માટેના બદલાઈ ગયા નિયમ, જાણો તમારા પર શું થશે અસર
Sim card (Symbolic Image)

Follow us on

ટેલિકોમ વિભાગ (DoT)એ ભારતમાં સિમ કાર્ડના નિયમોમાં ફેરફાર કર્યો છે. આ સાથે હવે આંતરરાષ્ટ્રીય રોમિંગ ધરાવતા ગ્રાહકોને ઘણો ફાયદો થશે. તમને જણાવી દઈએ કે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI)ના કહેવા પર ટેલિકોમ વિભાગ સિમ કાર્ડના નિયમો (Sim Card Rules 2022) માં ફેરફાર કરવા માટે રાજી થઈ ગયું છે. ટેલિકોમ વિભાગ (DoT)એ ભારતમાં સિમ કાર્ડના નિયમોમાં ફેરફાર કરતા જ હવે સરકારના આ પગલાથી આંતરરાષ્ટ્રીય રોમિંગ ધરાવતા ગ્રાહકોને ઘણો ફાયદો થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI)ના કહેવા પર ટેલિકોમ વિભાગ સિમ કાર્ડના નિયમોમાં ફેરફાર કરવા માટે રાજી થઈ ગયું છે. હવે નવા નિયમો બાદ ભારતમાં આંતરરાષ્ટ્રીય રોમિંગ સિમ કાર્ડ અને વિદેશી ટેલિકોમ કંપનીઓના ગ્લોબલ કોલિંગ કાર્ડ અંગે ફેરફારો કરવામાં આવ્યા છે.

ટેલિકોમ વિભાગના નવા નિયમો અનુસાર વિદેશ જતા ભારતીય નાગરિકોને ઘણી મદદ મળી શકે છે. આ નવા નિયમોના કારણે ભારતીય નાગરિકોને ઘણો ફાયદો થશે. આ સિવાય NOC મેળવવા પર કસ્ટમર કેર સર્વિસ, કોન્ટેક્ટ ડિટેલ અને ટેરિફ પ્લાનની માહિતી આપવી ફરજિયાત રહેશે. ટેલિકોમ વિભાગે ગ્રાહકોની ફરિયાદોના નિવારણ માટે બિલિંગની માહિતી પણ આપી છે, જે ફરિયાદોના નિવારણમાં મદદ કરશે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

સિમ કાર્ડ રાખવા માટે નવો નિયમ

ગ્રાહકોની સુવિધા માટે ટેલિકોમ વિભાગ દ્વારા છેલ્લા કેટલાક દિવસોમાં સિમ કાર્ડ સંબંધિત નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. ટેલિકોમ વિભાગે 9 થી વધુ સિમ રાખવાની છૂટ બંધ કરી દીધી છે. જે યુઝર્સ આને સ્વીકારશે નહીં, તો તેમનું સિમ હંમેશા માટે બંધ કરી દેવામાં આવશે, તેવો નિર્ણય પણ લેવામાં આવ્યો છે.

વિભાગના આ પગલાથી ઓનલાઈન છેતરપિંડી રોકવામાં મદદ મળશે. આ સાથે લોકોને ફેક કોલની સમસ્યાથી પણ છુટકારો મળશે. ટેલિકોમ વિભાગે તમામ નાગરિકોને વધુમાં વધુ 9 સિમ રાખવાની મંજૂરી આપી છે. બીજી તરફ, આસામ જેવા પૂર્વોત્તર રાજ્યોમાં નાગરિકોને વધુમાં વધુ 6 સિમ રાખવાની છૂટ છે.

આ પણ વાંચો: Viral: ગોરખા જવાનનો ખુખરી ડાન્સ સોશિયલ મીડિયા પર વાયરલ, જુઓ આ શાનદાર વીડિયો

આ પણ વાંચો: Gmail Safety Tips: તમારૂ જીમેઈલ હેક તો નથી થયું ને ? આ સરળ રીતે કરો ચેક

Next Article