આવી ગયું ગુગલ મેપનું નવું ફીચર, દર મહિને બચશે 2000 રૂપિયા
દરેક વ્યક્તિ ગૂગલ મેપનો ઉપયોગ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે તેની મદદથી તમે દર મહિને પેટ્રોલની બચત પણ કરી શકો છો. આ પહેલા તમારે આ ફીચર વિશે સંપૂર્ણ માહિતી મેળવી લેવી જોઈએ. આ યાદીમાં ફ્યુઅલ સેવિંગ ફીચર પણ સામેલ હતું. જો કે પહેલા આ ફીચર માત્ર અમેરિકામાં જ ઉપલબ્ધ હતું. તેને સપ્ટેમ્બર 2022માં ઉમેરવામાં આવ્યું હતું.
અત્યાર સુધી તમે નેવિગેશન માટે ગૂગલ મેપનો ઉપયોગ કરતા હતા, પરંતુ હવે તેમાં એક નવું ફીચર પણ ઉમેરવામાં આવશે. સમયની સાથે ગૂગલે એપમાં ઘણી સુવિધાઓ ઉમેરી છે. આ યાદીમાં ફ્યુઅલ સેવિંગ ફીચર પણ સામેલ હતું. જો કે પહેલા આ ફીચર માત્ર અમેરિકામાં જ ઉપલબ્ધ હતું. તેને સપ્ટેમ્બર 2022માં ઉમેરવામાં આવ્યું હતું. કેનેડા, અમેરિકા અને યુરોપ બાદ આખરે ભારતમાં પણ આ ફીચર ઉમેરવામાં આવ્યું છે.
તે કેવી રીતે કામ કરે છે?
આ ફિચર ફ્યુલ અથવા એનર્જીનો અંદાજો આપે છે. એટલે કે એક રૂટ પર કેટલું ઇંધણ ખર્ચ થશે. ગૂગલ મેપ આ રૂટ પરના ટ્રાફિક અને રસ્તાની સ્થિતિના આધારે આ અંદાજ કાઢે છે. આ પછી, બીજો માર્ગ પણ આપવામાં આવે છે અને તે જણાવવામાં આવે છે કે ત્યાં કેટલો ટ્રાફિક છે અને કેટલું ઇંધણની જરૂર પડશે. જ્યારે આ એક અલગ રસ્તો છે. હવે તે યુઝર પર નિર્ભર કરે છે કે તે કોને ફોલો કરવા માંગે છે.
જો તમે આ ફીચરને બંધ કરો છો, તો આ પછી મેપ ફક્ત એક જ રસ્તો બતાવશે જેને યુઝર ફોલો કરી શકે છે, પરંતુ આ પછી ફ્યુલ અને એનર્જી રેકમેંડેશન આપવામાં આવશે નહીં. તમને જણાવી દઈએ કે, ફ્યુલ અને એનર્જીનો અંદાજ વાહનના એન્જિન પર આધારિત છે. હાલમાં આ સુવિધા ગ્રીન લીફ સાથે આ ફિચર આપવામાં આવી છે. આ સ્ટેપ્સનો ઉપયોગ કરી તમે દર મહિને 2,000 રૂપિયા સુધીનું પેટ્રોલ અથવા ડીઝલ બચાવી શકો છો.
ફીચરને એક્ટિવેટ કરવા માટે આ સ્ટેપ્સ ફોલો કરો
- સ્માર્ટફોનમાં ગૂગલ મેપ એપ ઓપન કરો
- પ્રોફાઇલ પિક્ચર પર ક્લિક કરો
- સેટિંગ્સ પર જાઓ અને નેવિગેશન પર ટેપ કરો
- ‘રુટ ઓપ્શન’ સુધી સ્ક્રોલ કરો
- ઇકો-ફ્રેન્ડલી રૂટ્સ ચાલુ કરવા માટે, ફ્યૂલ એફિશિએંટ રૂટ્સ પર ક્લિક કરો
- અહીં તમે એન્જિન ટાઈપનો વિકલ્પ પણ દેખાશે, જેના પર ક્લિક કરીને તમે બદલી અથવા પસંદ કરી શકો છો.
આ પણ વાંચો: Doodle For Independence Day : ગુગલે દેશના કપડાંની વિરાસતને આપ્યું ટ્રીબ્યુટ, સુંદર દેખાવા માટે તમે પણ અપનાવો