Google ક્રોમમાં આવ્યુ નવુ ફિચર, વેબસાઇટ સાથે શેયર કરવામાં આવેલી માહિતીને કરી શકાશે ટ્રેક

|

Jul 21, 2021 | 7:55 PM

નજીકના ભવિષ્યમાં ગુગલ ક્રોમ તમારી બ્રાઉઝિંગ હિસ્ટ્રીમાંથી આ સાઇટ્સને હટાવાનું ઓપ્શન પણ આપશે. આ ફિચર ગુગલ ક્રોમ 92 અપડેટનો એક ભાગ છે.

Google ક્રોમમાં આવ્યુ નવુ ફિચર, વેબસાઇટ સાથે શેયર કરવામાં આવેલી માહિતીને કરી શકાશે ટ્રેક
Information shared with the website can now be tracked in Google Chrome

Follow us on

ગુગલ પોતાના ક્રોમ બ્રાઉઝર (Google Chrome) માટે એક નવી પ્રાઇવસી પોલીસીને રોલ આઉટ કરી રહ્યુ છે. આ ફિચરના ઉપયોગથી યૂઝર્સને ખબર પડશે કે કઇ કઇ વેબસાઇટ્સ (Websites) પાસે તેમની જાણકારી પહોંચી રહી છે. સાથે જ આગળ જતા ગુગલ ક્રોમ તમારી બ્રાઉઝિંગ હિસ્ટ્રીમાંથી (Browsing History) આ સાઇટ્સને હટાવવાનું ઓપ્શન પણ આપશે. આ ફિચર ગુગલ ક્રોમ 92 અપડેટનો એક ભાગ છે.

 

ગુગલે (Google) જણાવ્યુ કે, અપડેટ કરવામાં આવેલી સાઇટ સુરક્ષા કન્ટ્રોલની સાથે, અમે કઇ સાઇટ પાસે શું જાણકારી છે તેને ટ્રેક કરવાની પદ્ધતિને સરળ બનાવી છે. અપડેટ કરવામાં આવેલી પેનલને ખોલવા માટે ક્રોમ એડ્રેસ બારની ડાબી બાજુએ આવેલા લોક આઇકોન (Icon) પર ટેપ કરો, તેમાં જઇને તમને જોવા મળશે કે કઇ સાઇટને તમે કઇ પરમીશન આપી છે. અહીંથી તમે તમારી લોકેશન અને કેમેરાનું એક્સેસ ન આપવાનું મેનેજ કરી શક્શો

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

 

ક્રોમ બ્રાઉઝરનું આ અપડેટ (Google Chrome Update) યૂઝર્સને એડ્રેસ બારમાં ટાઇપ કરીને એક્શન કરવાની અનુમતી આપશે. જો યૂઝર Safety Check ટાઇપ કરે છે તો તે પાસવર્ડની સિક્યોરિટીને ચેક કરશે અને મૈલિશિયસ એક્સટેન્શનને સ્કેન કરવાની સાથે અન્ય પણ ઘણા કામ કરશે

 

પોતાના યૂઝર્સને સુરક્ષિત રાખવા માટે ગુગલે ગત અઠવાડિયે પોતાના સર્ચમાં વધુ એક સુવિધાને ચાલુ કરી. જે લોકોને મોબાઇલ પર છેલ્લી 15 મિનિટની બ્રાઉઝિંગ હિસ્ટ્રીને ડિલીટ કરવાની સુવિધા આપશે. આ સુવિધા હાલમાં તો આઇઓએસ યૂઝર માટે જ ચાલુ કરવામાં આવી છે પરંતુ ટૂંક સમયમાં જ તેને એન્ડ્રોઇડ ફોન માટે પણ લોન્ચ કરવામાં આવશે.

 

આ પણ વાંચો – Taliban : શું તાલિબાન દુનિયા માટે મોટો ખતરો બનશે ? સમગ્ર અફધાનિસ્તાન પર ફરી એક વખત કબ્જો કરશે ?

આ પણ વાંચો – કન્ટેન્ટ ક્રિએટર્સ પાસે હવે વધારે પૈસા કમાવાનો મોકો, YouTube એ લોન્ચ કર્યુ નવુ ફિચર

Next Article