કન્ટેન્ટ ક્રિએટર્સ પાસે હવે વધારે પૈસા કમાવાનો મોકો, YouTube એ લોન્ચ કર્યુ નવુ ફિચર

આ ફિચર કન્ટેન્ટ ક્રિએટર (Content Creator) માટે તેમના પ્રશંસકોને સુપર થેન્ક્સ ખરીદીને પૈસા દાન કરવા માટેનું અને રેવન્યૂ સ્ટ્રીમ ઓપ્શન આપે છે.

કન્ટેન્ટ ક્રિએટર્સ પાસે હવે વધારે પૈસા કમાવાનો મોકો, YouTube એ લોન્ચ કર્યુ નવુ ફિચર
YouTube launches a new feature for content creators
TV9 GUJARATI

| Edited By: Bhavyata Gadkari

Jul 21, 2021 | 7:06 PM

હાલના સમયમાં કન્ટેન્ટ ક્રિએશન (Content Creation) એ એક વ્યવસાય તરીકે સામે આવ્યુ છે. લોકો હવે નોકરી અને ધંધાની જેમ જ કન્ટેન્ટ ક્રિએટ કરીને પૈસા કમાય છે. લોકો પોતાના ટેલેન્ટનો વીડિયો બનાવીને યુટ્યુબ (YouTube) પર અપલોડ કરે છે અને ખૂબ બધા પૈસાની કમાણી કરે છે. હવે YouTube એ પોતાના કન્ટેન્ટ ક્રિએટર માટે પોતાના વીડિયો શેયરિંગ પ્લેટફોર્મ (Video Sharing Platform) પર એક નવું ફિચર એડ કર્યુ છે. આ નવા ફિચરને સુપર થેન્ક્સ (Super Thanks) કહેવામાં આવે છે.

આ ફિચર કન્ટેન્ટ ક્રિએટર (Content Creator) માટે તેમના પ્રશંસકોને સુપર થેન્ક્સ ખરીદીને પૈસા દાન કરવા માટેનું અને રેવન્યૂ સ્ટ્રીમ ઓપ્શન આપે છે. યુટ્યુબનું કહેવુ છે કે, સુપર થેન્ક્સ ચોથું ડિજીટલ પેઇડ ગુડ છે જે કન્ટેન્ટ ક્રિએટર્સને વધારે કમાણી કરવામાં મદદ કરે છે.

શું છે સુપર થેન્ક્સ અને તે કેવી રીતે કરે છે કામ ?

ફેન્સ સુપર થેન્ક્સને ખરીદીને પોતાના ફેવરીટ ક્રિએટર્સને પોતાનું સમર્થન આપી શકે છે. હમણા આ સુપર થેન્ક્સને ચાર કિંમતોમાં વહેચવામાં આવ્યા છે. તેના માટે $2 એટલે કે 149 રૂપિયાથી લઇને $50 એટલે કે 3,725 રૂપિયા સુધીની મહત્તમ કિંમત રાખવામાં આવી છે. સુપર થેન્ક્સ હાલમાં યુટ્યુબના ડેસ્કટોપ આધારિત પ્લેટફોર્મ અને એન્ડ્રોઇડ (Android), આઇઓએસ (IOS) આધારિત મોબાઇલ એપ પર છે. તે 68 જેટલા દેશોના યૂઝર્સ માટે અવેઇલેબલ છે.

સુપર થેન્ક્સને ચેક કરવા માટે કરો આટલું

સૌથી પહેલા યુટ્યુબ સ્ટૂડિયોમાં સાઇન ઇન કરો હવે લેફ્ટ મેન્યૂમાં જઇને મોનેટાઇઝેશન પર ક્લિક કરો હવે સુપર્સ ટેબને સિલેક્ટ કરો સુપર સેક્શનમાં તમે પહેલી વાર આવશો હવે તમારે ઓન સ્ક્રિન ઇન્સ્ટ્રક્શનને ફોલોવ કરવાનું છે બધા જ ઇન્સ્ટ્રક્શન્સને ફોલોન કર્યા બાદ તમને સુપર ઓન/ઓફ બટનની સાથે સુપ થેન્ક્સ જોવા મળશે જો તમને સુપર થેન્ક્સ ન જોવા મળે તો સમજો કે તમને તેનું એક્સેસ નથી

આ પણ વાંચો – CBSE 12th Result 2021: સીબીએસઇ દ્વારા ધોરણ 12ના પરિણામ અંગે જાહેર કરાઈ અગત્યની નોટિસ, જાણો સમગ્ર વિગત

આ પણ વાંચો – કોરોનાકાળમાં વિશ્વભરમાં 15 લાખ બાળકો થયા અનાથ, ભારતમાંથી પણ સામે આવ્યા ચોકાવનારા આંકડાઓ

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati