Microsoft Windows 11 લોન્ચ, સ્ટાઇલિશ ડિઝાઇન સાથે આવ્યું ઇન્ટરફેસ, Android એપ લેપટોપમાં ડાઉનલોડ કરી શકશો

|

Jun 25, 2021 | 3:24 PM

Windows 10 લોન્ચ થયાના 6 વર્ષ બાદ કંપનીએ Windows 11 ની જાહેરાત કરી છે.માઇક્રોસોફ્ટે વિન્ડોઝ સ્ટોરને ફરીથી ડિઝાઇન પણ કર્યો છે. જેમાં Windows 11 માં Android એપ્લિકેશનોને સપોર્ટ આપવામાં આવશે.

Microsoft Windows 11 લોન્ચ, સ્ટાઇલિશ ડિઝાઇન સાથે આવ્યું ઇન્ટરફેસ, Android એપ લેપટોપમાં ડાઉનલોડ કરી શકશો
Microsoft Windows 11 લોન્ચ, સ્ટાઇલિશ ડિઝાઇન સાથે આવ્યું ઇન્ટરફેસ

Follow us on

Microsoft એ ગુરુવારે વર્ચ્યુલ ઇવેન્ટમાં Windows 11 ને સત્તાવાર રીતે લોન્ચ કર્યું છે. નવા વિન્ડોઝ વર્ઝનમાં ઘણા બધા ફેરફારો કરવામાં આવ્યા છે. જેનાથી યુઝર્સનો અનુભવને પહેલા કરતા વધુ સારો રહેશે. Windows 11 એક નવું સ્ટાર્ટ મેનૂ અને વિઝેટો સાથે ટાસ્કબાર જોવા મળ્યું છે જે ડેવલોપર એપ્લિકેશન સાથે કાર્ય કરશે. Windows 10 લોન્ચ થયાના 6 વર્ષ બાદ કંપનીએ Windows 11 ની જાહેરાત કરી છે.Windows 10જુલાઈ 2015 માં લોન્ચ કરવામાં આવ્યું હતું. ત્યારે અમે તમને Windows 11 થી સંબંધિત વિશેષ બાબતો જણાવવા જઇ રહ્યા છીએ.

હવે Android એપ્લિકેશન્સ ફ્રીમાં લેપટોપમાં ડાઉનલોડ કરી શકાશે

માઇક્રોસોફ્ટે વિન્ડોઝ સ્ટોરને ફરીથી ડિઝાઇન પણ કર્યો છે. જેમાં Windows 11 માં Android એપ્લિકેશનોને સપોર્ટ આપવામાં આવશે. આની માટે એમેઝોન એપ સ્ટોર વિન્ડોઝ 11 માં ઉપલબ્ધ હશે જ્યાં યુઝર્સ એપ્લિકેશન્સ ડાઉનલોડ કરી શકે છે. એન્ડ્રોઇડ એપ્લિકેશન્સ સપોર્ટ મેળવ્યા પછી યુઝર્સ Android 11 માં ચાલતીWindows 11 માં આવી એપ્લિકેશનો ડાઉનલોડ કરી શકશે. જો કે હાલમાં કોઈ ગૂગલ પ્લે સ્ટોર નહીં હોય અને મર્યાદિત એપ્લિકેશનોને સપોર્ટ કરાશે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

આ યુઝર્સ વિન્ડોઝ 11 નિ:શુલ્ક માણી શકશે

Microsoft એ આ વર્ષના અંત સુધીમાં Windows 11ને નવા કમ્પ્યુટર અને અન્ય ડિવાઇસ પર ઉપલબ્ધ બનાવશે. Windows 10 યુઝર્સ માટે મફત અપગ્રેડ હશે. તેની માટે તમારા લેપટોપ અથવા કમ્પ્યુટરમાં ઓછામાં ઓછી 4GB રેમ અને 64GB ફ્રી સ્ટોરેજ હોવું જોઈએ. આ ઉપરાંત તમારી ડિવાઇસ 64-બીટ પ્રોસેસરથી સજ્જ હોવી જરૂરી છે.

યુઝર્સ ઇન્ટરફેસ પહેલાં કરતાં વધુ સ્ટાઇલિશ અને અપડેટ

Microsoft એ Windows 11 માં નું નવું યુઝર ઇન્ટરફેસ વિન્ડોઝ 10x ની યાદ અપાવે છે. તેમાં ગોળાકાર ખૂણાવાળા વિઝેટસ છે. જેમાં કેલેન્ડર, હવામાન જેવી વસ્તુઓ શામેલ છે. એક સુધારેલી સિસ્ટમ ટ્રે, નવી સ્પ્લિટ સૂચનાઓ અને ક્વિક એક્શન યુઆઈ પણ છે. તમે આ નવી વિન્ડોને વ્યક્તિગત કરી શકો છો. આમાં આર્ટીફીશીયલ ઇન્ટેલીજન્સનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.

ગેમિંગની ઘણી વિશેષ સુવિધાઓ 

Windows 11 ખાસ ગેમિંગ માટે બનાવવામાં આવ્યું છે. કંપનીએ કહ્યું છે કે આ ઓપરેટિંગ સિસ્ટમ શ્રેષ્ઠ ગેમિંગનો અનુભવ આપશે. HD એચડીઆર સુવિધા આપવામાં આવી છે જે ગેમિંગમાં ઓટો લાઇટને અપડેટ કરશે જેથી વધુ સારી વિઝિબીલીટી હોઈ શકે. Windows 11 માં એક્સબોક્સ એપ્લિકેશન દ્વારા ગેમ પાસ સબ્સ્ક્રિપ્શન આપવામાં આવ્યું છે.

 

Published On - 3:21 pm, Fri, 25 June 21

Next Article