ગામડાના લોકોને તેમની જ ભાષામાં સરકારી યોજનાઓની જાણકારી આપશે Jugalbandi AI, આ રીતે કરો તેનો ઉપયોગ

TV9 GUJARATI

|

Updated on: May 24, 2023 | 5:08 PM

Jugalbandi AI Chatbot: શહેરોના લોકો ટેકનોલોજીનો વધારે સારી રીતે ઉપયોગ કરતા હોય છે. પણ હવે એઆઈ ચેટબોટનો ઉપયોગ કરીને ગ્રામીણ લોકો વોટ્સએપ પર સરકારી યોજનાની જાણકારી મેળવી શકશે.

ગામડાના લોકોને તેમની જ ભાષામાં સરકારી યોજનાઓની જાણકારી આપશે Jugalbandi AI, આ રીતે કરો તેનો ઉપયોગ
Jugalbandi AI Chatbot

Follow us on

આધુનિક જમાનામાં રોજ નવી નવી ટેકનોલોજીની શોધ થઈ રહી છે. હાલમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો દુનિયામાં ભારે વિસ્તાર થઈ રહ્યો છે. હવે માઈક્રોસોફ્ટ એ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી નવી સુવિધા લોકોને માટે બહાર પાડી છે. લોકપ્રિય મેસેજિંગ પ્લેટફોર્મના માધ્યમથી જનરેટિવ એઆઈ બહુભાષી ચેટોબોટ માઈક્રોસોફ્ટ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. આ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનું નામ જુગલબંધી (Jugalbandi) છે. તેના માટે લોકપિય મેસેજિંગ એપ વોટ્સએપ સાથે હાથ મિલવવામાં આવ્યો છે.

જુગલબંધીને ખાસ કરીને ગ્રામીણ ભારતના એવા ક્ષેત્રોને કવર કરવા માટે બનાવવામાં આવ્યું છે જ્યાં વધારે ટેકનિકલ સુવિધાઓ પહોંચી શકી નથી. સોશિયલ મીડિયા કે સમાચાર માધ્યમોના અભાવને કારણે આવા વિસ્તારના લોકો સુધી સરકારી યોજનાઓની માહિતી સરળતાથી પહોંચતી નથી. આ એઆઈ ચેટબોટના સહારે ગ્રામીણ લોકો સરકારની કલ્યાણકારી યોજાનાઓ અને કાર્યક્રમો વિશે જાણી શકે છે.

આ પણ વાંચો : WhatsApp Updates: WhatsApp પર મોકલેલા મેસેજને હવે કરી શકશો એડિટ, આ છે પ્રોસેસ

ગ્રામીણ લોકો માટે જુગલબંધી

આ એઆઈ ચેટબોટનો ઉપયોગ ગ્રામીણ લોકો વોટ્સએપ પર કરી શકશે. તેની મદદથી તેઓ સરકારી યોજનાઓની અજાણ નહીં રહી શકે છે. આખી દુનિયામાં વોટ્સએપ પ્લેટફોર્મનો ઉપયોગ લગભગ દરેક લોકો કરે છે. આ જુગલબંધી ચેટબોટને AI4Bharat એ આઈઆઈટી મદ્રાસના સહયોગની વિકસિત કર્યું છે.

આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત જુગલબંધીની ખાસ વાત એ છે કે તેને 10 ભાષાઓમાં સમજી શકાય છે. તેનો ઉદ્દેશ્ય કોઈ પણ ભાષાના યૂઝર્સના સવાલોને સમજીને તેમને યોગ્ય જવાબ આપવાનો છે. તમને જાણીની નવાઈ લાગશે કે જુગલબંધી ટાઈપિંગ અને વોઈસ નોટ બંનેને સમજી શકે છે. તેથી ટાઈપિંગના અવડતુ હોય તેવો લોકો પણ તેમની સમસ્યાનું સમાધાન અહીં જાણી શકશે.

આ પણ વાંચો : Google Payમાં હવે RuPay ક્રેડિટ કાર્ડથી પણ કરી શકશો UPI પેમેન્ટ, જાણો કેવી રીતે કરવુ કાર્ડ એડ

કઈ રીતે કામ કરશે જુગલબંધી ?

યુઝર્સના સવાલો મળ્યાય બાદ ચેટબોટ સંબંધિત પ્રોગ્રામ પર જાણકારી પ્રાપ્ત કરશે. આ જાણકારી માત્ર અંગ્રેજીમાં ઉપલબ્ધ હશે. પણ જુગબંધી યૂઝર્સને આ જાણાકારી તેમની સ્થાનીક ભાષામાં બતાવશે. આ જુગબંધી એપ્રિલ મહિનામાં લોન્ચ કરવામાં આવ્યું હતું. ભારતની રાજધાની દિલ્હી પાસેના ગામ બીવાનમાં તેની ટેસ્ટિંગ થઈ હતી.

ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati