mars2021: NASAના રોવરે પૃથ્વી પર મોકલી મંગળ ગ્રહની પ્રથમ રંગીન તસવીર

|

Feb 20, 2021 | 4:20 PM

મંગળ ગ્રહ પર જીવનની શોધ કરવા માટે NASA નું રોવર મંગળની સપાટી પર પહોંચ્યું છે. જેમાં તેના લેન્ડિંગ બાદ તેના કેમેરાથી લીધેલી લાલ ગ્રહની કેટલીક હાઇ રીઝોલ્યુશન તસવીરો મોકલી છે. તેમાં મંગળની સપાટી દર્શાવતો રંગીન ફોટો પણ સામેલ છે.

mars2021:  NASAના રોવરે પૃથ્વી પર મોકલી મંગળ ગ્રહની પ્રથમ રંગીન તસવીર

Follow us on

mars2021:  મંગળ ગ્રહ પર જીવનની શોધ કરવા માટે NASA નું રોવર મંગળની સપાટી પર પહોંચ્યું છે. જેમાં તેના લેન્ડિંગ બાદ તેના કેમેરાથી લીધેલી લાલ ગ્રહની કેટલીક હાઇ રીઝોલ્યુશન તસવીરો મોકલી છે. તેમાં મંગળની સપાટી દર્શાવતો રંગીન ફોટો પણ સામેલ છે. નાસાએ આ રોવરને 25 કેમેરા અને બે માઇક્રોફોનથી સજ્જ કર્યું છે.

છ પૈડાંવાળું રોવર મંગળ પર ઉતર્યું છે  અને ત્યાં માહિતી એકત્રિત કરવાનું કામ કરી રહ્યું  છે. આ અભિયાનમાં  ગ્રહ પરથી ખડકોના ટુકડાઓને લાવવાનો પણ પ્રયાસ કરવામાં આવશે.  જે મંગળ પરના જીવનના સવાલના જવાબો શોધવા માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. સાયનટીસો માને છે કે જો મંગળ પર ક્યારેય જીવન રહ્યું હોત તો ત્રણ ચાર અરબ વર્ષ પહેલા રહ્યું હશે તે સમયે ગ્રહ પર પાણી વહેતું હતું.

નાસાના મંગળ મિશનને ગત વર્ષે 30 જુલાઈએ અમેરિકાના ફ્લોરિડાથી લોન્ચ કરવામાં આવ્યું હતું. લગભગ સાત મહિના પ્રવાસ કર્યા બાદ રોવર શુક્રવારે મંગળ ગ્રહ પર લેન્ડ થયું હતું. સફળ ઉત્તરાણ બાદ તેને પૃથ્વી સુધી સિગ્નલ પહોંચાડવામાં સાડા અગિયાર મિનિટનો સમય લાગ્યો હતા. નાસાનું પર્સિવેરેન્સ રોવર અત્યાર સુધીનું સૌથી મોટું રોવર છે. 1970 ના દાયકાથી યુએસ સ્પેસ એજન્સીનું આ નવમું મંગળ મિશન છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

અત્યાર સુધી સંયુક્ત આરબ અમીરાત અને ચીનનાં રોવર પણ મંગળ નજીકની ભ્રમણકક્ષામાં પ્રવેશ્યા છે. ચીને તેના મંગળ મિશનના ભાગ રૂપે ગયા વર્ષે 23 જુલાઇએ ટિઆનવેન-1 લાલ ગ્રહ માટે મોકલ્યું હતું. જે 10 ફેબ્રુઆરીએ મંગળની કક્ષામાં પહોંચ્યુ હતું. તેના લેન્ડરના યુટોપિયા પ્લાંટીયા પ્રદેશમાં મે 2021 માં ઉતરવાની સંભાવના છે. તે જ સમયે યુએઈની મંગળ મિશન ‘ હોપ’ પણ આ મહિને મંગળની કક્ષામાં પ્રવેશી શકે છે.

Published On - 4:20 pm, Sat, 20 February 21

Next Article