WhatsApp Update: એક સાથે આવ્યા અનેક ફિચર્સ, એપમાંથી બહાર નીકળ્યા પછી પણ સાંભળી શકશો વૉઇસ મેસેજ
નવા ફીચરની જાહેરાત સાથે, વોટ્સએપે અહેવાલ આપ્યો છે કે વિશ્વભરમાં દરરોજ સાત અબજથી વધુ વૉઇસ સંદેશાઓ મોકલવામાં આવે છે. આ ફીચર થોડા દિવસો પહેલા બીટા એપ પર જોવા મળ્યું હતું.
વોટ્સએપે (WhatsApp)એક સાથે અનેક ફીચર્સ બહાર પાડ્યા છે. આ તમામ ફીચર્સ વોઈસ મેસેજ માટે છે. ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગે ફેસબુક (Facebook)પોસ્ટ દ્વારા નવા ફીચર્સ વિશે માહિતી આપી છે. ઝુકરબર્ગે પોતાની પોસ્ટમાં વિઝ્યુઅલ પોસ્ટ દ્વારા બતાવ્યું છે કે નવા અપડેટ પછી યુઝર્સને કેવા પ્રકારના ફાયદા મળશે. વોટ્સએપના નવા અપડેટ (WhatsApp New Updates)થી વોઈસ મેસેજ(Voice Massages)નું રેકોર્ડિંગ થોભાવી અને ફરી શરૂ કરી શકાશે. આ સિવાય યુઝર્સને વોઈસ મેસેજની સાથે વિઝ્યુઅલ વેવફોર્મ પણ જોવા મળશે.
આ સિવાય ચેટ પ્લેબેકનું ફીચર પણ મળશે એટલે કે તમે ચેટમાંથી બહાર આવ્યા પછી પણ વોઈસ મેસેજ સાંભળી શકશો અને આ સૌથી મોટું અપડેટ છે. અત્યાર સુધી વૉઇસ મેસેજ ચેટમાંથી બહાર આવતાં જ વાગવાનું બંધ થઈ જતું હતું. આનો સૌથી મોટો ફાયદો એ છે કે તમે વોઈસ મેસેજ સાંભળતા સમયે અન્ય કોઈ કામ પણ કરી શકો છો.
વ્હોટ્સએપે રિમેમ્બર પ્લેબેક ફીચર પણ રજૂ કર્યું છે જે ફોરવર્ડ કરેલા વોઈસ મેસેજ સાથે ફાસ્ટ પ્લેબેકના રૂપમાં ઉપલબ્ધ હશે. નવા ફીચરની જાહેરાત સાથે, વોટ્સએપે અહેવાલ આપ્યો છે કે વિશ્વભરમાં દરરોજ સાત અબજથી વધુ વૉઇસ સંદેશાઓ મોકલવામાં આવે છે. આ ફીચર થોડા દિવસો પહેલા બીટા એપ પર જોવા મળ્યું હતું.
વોટ્સએપ વોઈસ મેસેજીસના નવા પોઝ અને રિઝ્યુમ ફીચરની મદદથી તમે વોઈસ મેસેજને સરળતાથી રેકોર્ડ કરી શકશો. આ ફીચર ડેસ્કટોપ યુઝર્સ માટે પણ ટૂંક સમયમાં આવી રહ્યું છે. તેનું ટેસ્ટિંગ બીટા વર્ઝન પર ચાલી રહ્યું છે. નવા અપડેટ સાથે, વૉઇસ સંદેશાઓ 1.5x અથવા 2xની ઝડપે સાંભળી શકાય છે.
WhatsApp માં ટૂંક સમયમાં એક નવું અપડેટ આવી રહ્યું છે, જેના પછી વપરાશકર્તાઓ WhatsApp પર 2 GB સુધીની ફાઇલ સરળતાથી શેર કરી શકશે. WhatsApp આર્જેન્ટિનામાં iOS અને Android બંને એપના બીટા વર્ઝન પર 2GB ફાઇલ શેરિંગનું ટેસ્ટિંગ કરી રહ્યું છે. નવા ફીચરને WhatsApp બીટાના એન્ડ્રોઈડ વર્ઝન 2.22.8.5, 2.22.8.6 અને 2.22.8.7 પર જ્યારે iOS બીટા વર્ઝન 22.7.0.76 પર જોઈ શકાય છે.
આ પણ વાંચો: Tech News: ચોરી થયેલા iPhone થઈ જશે બેકાર, કંપનીએ ભર્યું આ મોટું પગલું